વહેલા ડેન્ટિસ્ટ પાસે ના જવુ હોય તો આ 3 આદતોને બદલી નાખો આજથી જ, નહિં તો દાંત પડી જશે નબળા

આ 3 આદતો તમારા નબળા દાંત થવાનું કારણ બની શકે છે,સાવચેત રહેવું જરૂરી છે…..

તમારું સ્મિત સારું લાગવાનું કારણ તમારા દાંત છે,જો તે સ્વસ્થ નથી,તો પછી તમારું સ્મિત પણ પેહલા જેવું આકર્ષક રહેશે નહીં.આવી સ્થિતિમાં,તે મહત્વનું છે કે દાંત તંદુરસ્ત અને મજબૂત રાખવા જોઈએ.જેથી દાંતમાં કોઈ તકલીફ ન પડે.પરંતુ શું તમે જાણો છો કે તમારી ઘણી આદતો એવી હોય છે જેના કારણે તમારા દાંતમાં નબળાઇ આવી શકે છે.તો ચાલો અહીંયા અમે તમને જણાવીએ આ ટેવો વિશે અને જેથી તમારા દાંતની શક્તિ જળવાઈ રહે.

જરૂરથી વધુ માઉથવોશ કરવું

image source

દિવસમાં ઘણી વાર માઉથવોશ કરવાથી તમારા દાંત સાફ અને ચમકદાર થઈ શકે છે પરંતુ તે તમારા દાંત માટે નુકસાનકારક પણ બની શકે છે.આ તમારા દાંતને સેન્સિટિવ બનાવી શકે છે,જેનાથી તમારા દાંતને ઠંડુ -ગરમ લાગી શકે છે.આ એટલા માટે છે કારણ કે કેટલાક માઉથવોશમાં એસિડ હોય છે જે તમારા દાંતના મધ્યમ સ્તરને બગાડે છે.

વધુ કસરત કરવી

image source

ઘણા અભ્યાસોમાં,તે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વધુ પડતી કસરત કરવી એ દાંતને નબળા બનાવે છે. વર્કઆઉટનો સમય જેટલો લમ્બો હોય છે,દાંતમાં કેવિટી થવાની સંભાવના એટલી જ વધુ હોય છે.તેમ છતાં વૈજ્ઞાનિકો આ વિષય પર એકમત નથી,પરંતુ એવું કહેવામાં આવે છે કે વધુ કસરત કરવાથી મોમાં લાળ ઓછી બને છે જેનાથી દાંત પર અસર પડે છે.

દાંતોને દબાવીને સૂવું

image source

જે લોકોને ચિંતા હોય,તેઓ ઘણીવાર દાંત દબાવીને સૂઈ જાય છે.જો કે,જે લોકોને ઊંઘની બીમારી હોય છે અથવા કોઈ પણ વસ્તુથી પરેશાન હોય છે,તેઓ પણ દાંત દબાવીને સૂઈ જાય છે.પરંતુ આમ કરવાથી તમારા દાંત નબળા પડી શકે છે.જો તમે પણ આ કરો છો,તો પછી તમારી ટેવ બદલો,નહીં તો ભવિષ્યમાં તમારા દાંત ખરાબ થઈ શકે છે.આવી સ્થિતિમાં,તમે તમારા ડેન્ટિસ્ટની સલાહ પણ લઈ શકો છો,તેઓ તેના બદલામાં તમને નાઈટ ગાર્ડને સલાહ આપે છે.

દાંતોને સ્વસ્થ બનાવવા માટેના ઉપાયો
તમારું બ્રશ જૂનું થઈ ગયું હોય તો તેને બદલો

image source

જો તમારું બ્રશ જૂનું છે,તો તે તમારા પેઢા અને દાંતને મોટું નુકસાન પહોંચાડે છે,તેથી તરત જ તેને બદલવાની જરૂર છે.આ સિવાય જો તમારા બ્રશના દાંતા ખૂબ સખત હોય તો તે પણ તમારા દાંતને નુકસાન પહોંચાડે છે.

ખૂબ ઝડપથી બ્રશ ન કરવું

image source

આજ-કાલની વ્યસ્ત જીવનશૈલીમાં લોકો પાસે સમય ઓછો હોય છે.આવી સ્થિતિમાં,લોકો બ્રશ કરવામાં વધુ સમય પસાર કરવા માંગતા નથી.આવા લોકો બ્રશ કરતી વખતે દાંત પર બ્રશને ઝડપથી ઘસતા હોય છે.તેનાથી દાંતના ઉપલા પડ થાય છે,એટલે કે દંતવલ્ક ખૂબ જ નબળો થાય છે.સમયની મર્યાદાને કારણે,લોકો દિવસમાં માત્ર એકવાર જ બ્રશ કરે છે,જ્યારે તંદુરસ્ત દાંત માટે દિવસમાં બે વાર બ્રશ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

વધુ પડતા કોલ્ડડ્રિંક્સનું પીવાનું બંધ કરવું

image source

વધુ પડતી સોડા,કોલ્ડડ્રિંક વગેરે વધુ પીવાથી એ દાંત માટે ખૂબ નુકસાનકારક છે.ઠંડુ-ગરમ થવાને કારણે દાંતનું સેન્સિટિવ થવાનું જોખમ વધે છે.જેના કારણે દાંત નબળા થઈ જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત