જો તમે આજથી જ શરૂ કરી દેશો આ કામ, તો સડસડાટ ઉતરી જશે તમારું વજન, અને નહિં જવું પડે જીમમાં પણ

આજના સમયમાં જાડાપણું એ ઘણા લોકો માટે એક ગંભીર સમસ્યા બની રહી છે,જેના કારણે હૃદય રોગનો અથવા ઘણા રોગોનો ખતરો વધી જાય છે,ઘણા લોકો શરીરની ચરબી ઘટાડવા માટે જીમમાં જાય છે,ડાયેટિંગ કરે છે અને ઘણા ઉપાયો અજમાવે છે,પરંતુ છેલ્લે તેમને નિષ્ફળતા જ મળે છે અથવા આ ઉપાયો અજમાવવાથી વજન ઘટવાના બદલામાં શરીરમાં નબળાઈ આવવા લાગે છે.આજે અમે તમને શરીરની ચરબી અને પેટની ચરબી ઘટાડવાની કેટલીક સરળ રીતો વિશે જણાવીશું.આ ઉપાય એકદમ સરળ છે અને આ ઉપાય અજમાવવાથી તમારું વજન અને તમારા શરીરની ચરબી ફટાફટ દૂર થશે.તમે તો જાણો જ છો કે ચાલવું શરીર માટે કેટલું જરૂરી છે,પરંતુ અત્યારના ચાલતા કોરોનાના સમયમાં ઘણા લોકો હજુ બહાર જતા ડરે છે.એવું જરૂરી નથી કે તમે ચાલવા માટે બહાર જ જાવ,તમે ઘરમાં,તમારા ગાર્ડનમાં અથવા તમારા ઘરની અગાસી પર પણ ચાલી શકો છો.તો ચાલો અમે તમને જણાવીએ ચાલવાથી અને જોગિંગથી શરીરમાં કેટલા ફાયદાઓ થાય છે.

જોગિંગ અથવા ચાલવા માટેના નિયમો

image soucre

તમારે દરરોજ સવારે અને સાંજે ચાલવાનો નિયમ બનાવવો જોઈએ અને આ માટે તમારે જોગિંગ માટે અલગ કપડાં ખરીદવા આવશ્યક છે.તમે જોગિંગ માટે એવા કપડાં ખરીદો કે જે ખાસ કરીને જોગિંગ માટે બનાવવામાં આવે છે,જેથી તમે સરળતાથી જોગિંગ કરી શકો અને લાંબા અંતર સુધી જઈ શકો.આ તમારા શરીરની વધારાની ચરબીને ઝડપથી બર્ન કરવામાં મદદ કરશે.

સીડીનો ઉપયોગ કરો

image soucre

તમે ઓફિસ અને ઘરમાં લિફ્ટ અને એસ્કેલેટરને બદલે સીડીનો ઉપયોગ કરો.આ તમારા શરીરની કેલરી ઝડપથી બર્ન કરવામાં મદદ કરે છે,જે આપણા શરીરની ચરબી ઘટાડે છે.ઉપરાંત જો તમે કરિયાણું અથવા શાકભાજી ખરીદવા જઇ રહ્યા છો.તો તમે ચાલીને જાવ અથવા જો તમે કોઈ મિત્ર કે સંબંધી પાસે જઈ રહ્યા છો જે તમારા ઘરની નજીક રહે છે તો તમે ચાલવાનું પસંદ કરો.

મિત્ર સાથે ચાલવું

image soucre

જ્યારે તમે કોઈની સાથે ચાલશો,ત્યારે તમને વધુ ઉત્સાહથી ચાલવાની પ્રેરણા મળશે.તેથી તમે તમારા વિશેષ મિત્ર સાથે ચાલવા જઈ શકો છો,જેથી તમારું જાડાપણું સરળતાથી દૂર થાય.

ધીરે ધીરે ગતિ વધારો

image soucre

શરૂઆતના દિવસોમાં તમે થોડું ચાલવું જોઈએ અને પછી તમારે ધીરે-ધીરે તમારી ગતિ વધારવી જોઈએ.તમારે ઓછામાં ઓછું 20 મિનિટ સુધી ઝડપથી ચાલવું અથવા જોગિંગ કરવું જોઈએ.ત્યારબાદ થોડા સમય સુધી ધીરે ચાલવું જોઈએ પછી ફરીથી જોગિંગ અથવા ઝડપથી ચાલવાનું શરુ કરવું જોઈએ.આવી રીતે ચાલવાથી તમારું જાડાપણું થોડા સમયમાં જ દૂર થશે.

જાણો જોગિંગ કરવાથી થતા અન્ય ફાયદાઓ.

image soucre

-દરરોજ 15-30 મિનિટ જોગિંગ કરવાથી તમે ફિટ રહો છો,જોગિંગ કરતી વખતે આપણે ઝડપી શ્વાસ લઈએ છીએ જે શરીરમાં ફ્રેશ ઓક્સિજન લાવે છે,જે શરીરમાં સ્ટ્રેસ અને તણાવને પણ ઘટાડે છે.

-જોગિંગ તમારા સ્વાસ્થ્યને તો સુધારે જ છે,પણ સાથે જોગિંગ કરવાથી તમારું વ્યક્તિત્વ પણ સુધરે છે.કારણ કે દરરોજ ચાલવાથી તમારા શરીરમાં ઓક્સિજનનું સ્તર યોગ્ય રહે છે.તમે શારીરિક રીતે ફીટ દેખાશો.જે સ્વાભાવિક રીતે આત્મવિશ્વાસમાં વધારો કરે છે.

image soucre

-દરરોજ જોગિંગ કરવાથી ડાયાબિટીઝની સમસ્યામાં પણ ફાયદો થાય છે.ડોકટરોના મતે ડાયાબિટીઝના દર્દીઓએ સામાન્ય લોકો કરતા વધારે શારીરિક કામ કરવું જોઈએ.આવી સ્થિતિમાં જો તમે દરરોજ જોગિંગ કરી રહ્યા છો,તો ડાયાબિટીઝની સમસ્યા સરળતાથી ઘટાડી શકો છે.

-નિયમિત સમયે દરરોજ સવારે અથવા સાંજે 15-30 મિનિટ જોગિંગ કરવાથી આપણા શરીરની ધમનીઓમાં લોહીનું પરિભ્રમણ બરાબર રહે છે.જે હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવા જોખમ ઘટાડે છે.

image soucre

-સામાન્ય રીતે યુવાન લોકો વજન ઘટાડવા અને સંપૂર્ણ ફિટ શરીર મેળવવા માટે જોગિંગ કરે છે.કારણ કે જોગિંગ કરવાથી શરીરમાંથી ઝડપથી પરસેવો આવે છે.જે ઝડપથી ચરબી ઘટાડવામાં મદદ કરે છે અને પેટના સ્નાયુઓને મજબૂત બનાવે છે.જેથી તમારું શરીર એકદમ ફિટ દેખાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત