સવારે ઉઠીને કરી લો આ પાંચ કામ, ખુબ ઝડપથી ઘટશે આપનુ વજન.

સવારે ઉઠીને કરી લો આ પાંચ કામ, ખુબ ઝડપથી ઘટશે આપનુ વજન.

વધી ગયેલ વજન કોઇપણ વ્યક્તિને હેરાન કરી શકે છે. જાડાપણું પોતાની સાથે શરીરમાં કેટલાક પ્રકારની બીમારીઓ લઈને આવે છે. વજન ઘટાડવા માટે લોકો પાણીની જેમ પૈસા વહાવવા માટે તૈયાર થઈ જાય છે. ડાયટ ફોલો કરવાનું હોય કે જીમ જવાનું હોય, વજન ઘટાડવા માટે લોકો કઈપણ કરવા માટે તૈયાર રહે છે.

કેટલીકવાર આટલા બધા પ્રયત્નો કર્યા પછી પણ વજન ઘટાડી શકતા નથી અને લોકો નિરાશ થવા લાગે છે. જો આપ ખરેખર વજન ઘટાડવા ઈચ્છો છો તો આપે પોતાને હેલ્ધી ડાયટ અને કસરત સિવાય પોતાની લાઈફસ્ટાઈલમાં કેટલાક પ્રકારના ફેરફાર કરવા પડશે.

હેલ્ધી ડાયટ માટે આપને પ્રોટીન, ફાઈબર અને બધાજ પ્રકારના ન્યુટ્રીશનને પોતાના આહારમાં સામેલ કરવાના રહેશે. યોગા અને વેલનેસ કોચ વંદના ગુપ્તા જણાવે છે કે, કેવીરીતે સવારે ઉઠીને આ પાંચ કામ કરવાથી સરળતાથી વજન ઘટાડી શકાય છે.

સવારે ઉઠીને હુંફાળું પાણી પીવો.:

સવારે ઉઠ્યા પછી જે પહેલું કામ કરવાનું છે તે છે હુંફાળું પાણી પીવું. સવારે હુંફાળું પાણી પીવાથી પાચનક્રિયા યોગ્ય રહે છે. હુંફાળું પાણી પીવાથી મેટાબોલીઝમ વધે છે. જેનાથી શરીરની એક્સ્ટ્રા ફેટ ઘટાડવામાં મદદ મળે છે અને આપ સ્વસ્થ રહો છો. આપ ઈચ્છો તો હુફાળા પાણીમાં લીંબુ અને મધ ભેળવીને પણ પીશ્કો છો. આના સિવાય સવારે હર્બલ ટી પણ પી શકો છો.

સૂર્યોદયના સમયે ચાલવું.:

image source

આપે દરરોજ સવારે સૂર્યની તાપમાં ઓછામાં ઓછી ૨૦ મિનીટ સુધી ચાલવું. એનાથી વજન જલ્દી ઘટે છે. કેટલાક અભ્યાસમાં ખબર પડી છે કે, જે લોકોમાં વિટામીન ડીની ઉણપ હોય છે, તેમનું વજન ઝડપથી વધવા લાગે છે.

પ્રોટીનયુક્ત નાસ્તો.:

દિવસની શરુઆત સારા નાસ્તાથી કરો. નાસ્તો આપના આખા દિવસનું ડાયટ સેટ કરે છે. પોતાના નાસ્તામાં સોયા, બીન્સ, સ્પ્રાઉટસ, કોટેજ ચીઝ, યોગર્ટ, ઈંડા પણ સામેલ કરી શકો છો.

દરરોજનું લક્ષ નક્કી કરો.:

જ્યાં સુધી આપ પોતાના લક્ષ્યને લઈને ગંભીર અને જાગૃત નહી રહો ત્યાં સુધી આપ તેને મેળવી નહી શકો. આપ શું કરી રહ્યા છો, કેટલું અને શું ખાઈ રહ્યા છો, અહિયાં સુધી કે આપ ખાવ છો ત્યારે શું વિચારી રહ્યા છો, આ બધાની અસર આપના શરીર પર પડે છે.

યોગા, પ્રાણાયમ અને મેડીટેશન.:

દરરોજ યોગા કરવાથી શરીર અને દિમાગ તણાવમુક્ત રહે છે અને તેના કારણે વજન સરળતાથી ઘટવા લાગે છે. સૂર્યનમસ્કાર, કપાલભાતિ, અનુલોમ-વિલોમ જેવા યોગાસન અને પ્રાણાયમ વિષે જાણવા માટે આ વિડીયો જોવો.: