આ ગંભીર બીમારીઓથી બચવુ હોય તો સવારના નાસ્તામાં ટાળો સફેદ બ્રેડનું સેવન, ખાતા પહેલા જાણી લો કેવી રીતે બને છે

આજકાલ જોવા મળે છે કે લોકો સમય બચાવવા માટે સવારે નાસ્તામાં બ્રેડ કે ડબલ રોટી નો ઉપયોગ કરતા રહે છે પરંતુ, બ્રેડ ખાવાથી ઘણા નુકશાન થાય છે. બ્રેડ કે ડબલ રોટી નો તો ઘણા વર્ષોથી દુનિયાભરમાં ખાવામાં આવે છે, જ્યાં જુવો ત્યાં ઘરમાં નાસ્તા તરીકે કે પછી પીઝાના રૂપમાં કે પછી બર્ગરમાં પણ બ્રેડ જ ખાવામાં આવે છે, અને લોકો તો ખુબ જ ગર્વ સાથે ખાય છે. જો સવારે નાસ્તો બનાવવાનો સમય નથી તો ફ્રિજમાંથી બ્રેડ કાઢીને બટર કે જામ લગાડ્યો અને ખાઈ ગયા. બ્રેડ કોઈ પણ પ્રકારે ખાવામાં આવે તે કોઈ ને કોઈ રીતે તમારા હ્રદય અને મગજને નુકશાન કરે છે.

જાણો કેવી રીતે પ્રોસેસ કરાય છે સફેદ બ્રેડ

image source

સફેદ બ્રેડ બનાવવા માટે ઘઉં ના લોટમાં અનેક કેમિકલ ને બ્લીચ કરાય છે, અને તેનો સફેદ લોટ બનાવાય છે. તેમાં બેજોયલ પેરોક્સાઈડ, ક્લોરિન ડાઈઓક્સાઈડ અને પોટેશિયમ બ્રોમેટ અને રિફાઈન્ડ સ્ટાર્ચ મિકસ કરાય છે. આ ચીજો ને ઓછા પ્રમાણમાં મિક્સ કરાય છે, જેથી સ્વાસ્થ્યને નુકસાન ન થાય.

કેટલું પોષણ આપે છે વ્હાઈટ બ્રેડ

image source

દરેક બ્રેડમાં કેલેરીનું પ્રમાણ સમાન રહે છે. પણ પોષક તત્વોમાં ફરક હોય છે. સફેદ બ્રેડ ના એક પીસમાં સ્ત્યોતેર કેલેરી હોય છે. ગ્લાઈસેમિક ઈન્ડેક્સ તેમાં વધારે રહે છે. સફેદ બ્રેડ ને સૌથી વધારે પ્રોસેસ્ડ કરાય છે, અને એટલે તેમાં પૌષ્ટિક તત્વો સૌથી ઓછા હોય છે.

વ્હાઈટ બ્રેડના નુકસાન

image source

જો તમે સફેદ બ્રેડ નું સેવન કરતા હોય તો તે મેંદાની બનેલી હોય છે કે જે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. જેનું સેવન કરવાથી પાચન સાથે જોડાયેલી સમસ્યા પણ થઇ શકે છે. બ્રેડમાં સોડિયમ વધારે પ્રમાણમાં હોય છે. તેનાથી વિટામિન ડીની ઉણપ સર્જાય છે. જેના કારણે પાચન ક્રિયામાં ગરબડ થાય છે.

image source

કબજિયાત અને પેટ ની સમસ્યા ઉદભવે છે, અને કોલેસ્ટ્રોલ વધે છે. આ સિવાય તમારો મૂડ પણ તેનાથી ખરાબ રહે છે તો સાથે સફેદ બ્રેડ ખાવાથી મહિલાઓમાં ડિપ્રેશન ની સમસ્યા પણ વધે છે. ભલે બ્રેડમાંથી થોડી કેલેરી મળતી હોય, પણ તેનાથી સવારે શરીરમાં ખુબ જ વધુ પ્રમાણમાં કેલેરી વધી જાય છે. તેને કેક કે બર્ગર ના સ્વરૂપમાં લેવાથી તેમાં રહેલા એક્સ્ટ્રા સોલ્ટ અને શુગર વજન વધારવામાં મદદ કરે છે.

image source

ઘણા લોકોને જયારે ભૂખ લાગે છે ત્યારે ભૂરી બ્રેડ ની જગ્યાએ સફેદ બ્રેડ ખાવાનું પસંદ કરે છે, કેમ કે તે વધુ મીઠી હોય છે. પરંતુ તે બ્રેડ પેટ ભરવા માટે બિલકુલ કામમાં આવે તેવી નથી. તેમાં કાર્બ કન્ટેટ વધુ હોય છે, અને તેનાથી પેટ પણ નથી ભરાતું.

image source

બ્રેડમાં ખુબ જ વધુ ગ્લુટેન એટલે કે લીસલીસા પદાર્થ હોય છે, જે સીલીક રોગ ને આમંત્રણ આપે છે. બ્રેડ ખાવા થી ઘણા લોકોના પેટ ખરાબ થઇ જાય છે, તે ગ્લુટેનને લીધે થાય છે. દરેક ને આવી તકલીફ થતી નથી પરંતુ આની એક આ સાઈડ ઇફેક્ટ પણ છે. ફેદ બ્રેડમાં સેનચુરેટેડ અને ટ્રાન્સફેટ હોય છે. જે શરીરમાં સીબમનું વધુ પ્રમાણમાં ઉત્પાદન કરે છે, જેથી ફોડલા ની શક્યતા રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત