માત્ર 3 જ દિવસમાં ચહેરા પરની કરચલીઓને કરવી છે છૂ, તો અપનાવો આ નુસખાઓ

દરેક સ્ત્રી ઈચ્છે છે કે તેમનો ચેહરો સુંદર અને કરચલી વગરનો હોય,પરંતુ કેટલીક વાર કેટલાક કારણોસર ચહેરા પર અનિચ્છનીય ફોલ્લીઓ અને ડાઘ દેખાય છે.એ જ ડાઘાઓનું એક સ્વરૂપ કરચલી પણ છે.ચહેરા પર થતો નાનો ડાઘ પણ તમારો આત્મવિશ્વાસ ઘટાડી શકે છે.આવી સ્થિતિમાં ચહેરાની સંપૂર્ણ કાળજી લેવી જરૂરી છે.

કરચલીઓ સામાન્ય રીતે આંખો નીચે હોય છે.તે થવાના ઘણા કારણો હોઈ શકે છે.કેટલીકવાર પેટના અસ્વસ્થતાને કારણે અથવા હોર્મોન્સના અસંતુલનને કારણે પણ આવું થાય છે.બજારમાં આ સમસ્યાની સારવાર માટે ઘણા પ્રકારનાં ઉત્પાદનો મળે છે,પરંતુ ડોક્ટરોની સલાહ વિના કોઈપણ સારવાર જોખમી હોઈ શકે છે.તેથી અત્યારે ચાલતા કોરોનાના સમયમાં તમારે કોઈપણ પ્રકારનું જોખમ લેવું નુકસાનકારક સાબિત થઈ શકે છે.તેથી આજે અમે તમને એકદમ સરળ અને શ્રેષ્ઠ ઘરેલુ ઉપાય જણાવીશું ,જેની મદદથી તમારી કરચલીની સમસ્યા હંમેશ માટે દૂર થશે અને તમને કોઈ નુકસાન પણ નહીં થાય.

અહીં જણાવેલ ઉપાયો તમે કરચલી દૂર કરવા માટે અપનાવી શકો છો.

1. કરચલીની સમસ્યા દૂર કરવા માટે સૌથી વધુ જરૂરી છે કે તમે તડકામાં બહાર ન જાવ.અથવા જો જરૂરી છે અને તમારે બહાર જવું જ છે,તો તમારા ચેહરા પર દુપટ્ટો બાંધો અથવા તો છત્રીથી તમારા ચેહરાને કવર કરો.

image source

2. કરચલી દૂર કરવા માટે ઘરેલુ ઉપાય એ છે કે તમે જવના લોટમાં દહીં,લીંબુનો રસ ઉમેરીને હળવા હાથે તમારા ચહેરાની મસાજ કરી શકો છો.થોડો સમય માલિશ કર્યા પછી પેસ્ટને થોડા સમય માટે ચહેરા પર રહેવા દો.ત્યારબાદ ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો.

3.ચહેરાની કરચલીઓ દૂર કરવા માટે લીંબુ,હળદર અને ચણાના લોટની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવો.ત્યારબાદ તે પેસ્ટને લગભગ 15 મિનિટ માટે સુકાવા દો,પછી સ્વચ્છ પાણીથી તમારો ચેહરો સાફ કરી લો.

image source

4. ઘણી વાર નબળી ઊંઘ અથવા યોગ્ય ઊંઘ ન આવવાને કારણે પણ ચહેરા પર કરચલીઓ દેખાય છે.આવી સ્થિતિમાં તમારે સંપૂર્ણ ઊંઘ લેવી એ જરૂરી છે.સૂતા પહેલા તમારા ચહેરો ધોવાનું ભૂલશો નહીં.

5. જો તમે ઇચ્છો તો રાત્રે સૂતા પહેલા ચહેરા પર ક્રીમ અને બદામની પેસ્ટ પણ લગાવી શકો છો.આ કરવાથી કરચલીની સમસ્યા દૂર થાય છે અને સાથે તમારા ચેહરાનો ગ્લો પણ વધે છે.

image source

6.સફરજન અને પપૈયા પલ્પ ચહેરા પર લગાવવાથી ખૂબ ફાયદો થાય છે.સફરજન અને પપૈયામાં ઘણા તત્વો જોવા મળે છે,જે ચહેરા પરના અનિચ્છનીય ડાઘોને દૂર કરવાનું કામ કરે છે અને સાથે કરચલીઓ પણ દૂર કરે છે.

7. એલોવેરામાં એલોસિન નામનું તત્વ હોય છે,જે ત્વચાના ગ્લો વધારવા માટેનું કામ કરે છે.એવું માનવામાં આવે છે કે આ તત્વ કરચલીઓ અને ફોલ્લીઓ ઘટાડવામાં પણ મદદ કરી શકે છે.ઉપરાંત સૂર્યના કિરણો દ્વારા ચેહરા પર જે નુકસાન થાય છે,તે સમસ્યા પણ એલોવેરા દૂર કરે છે.આ કારણોસર એવું માનવામાં આવે છે કે એલોવેરાનો ઉપયોગ કરચલીઓ દૂર કરવામાં અસરકારક થઈ શકે છે.

image source

8.ગ્રીન ટીના ફાયદામાં ત્વચાના સ્વાસ્થ્યનો પણ સમાવેશ થાય છે. ગ્રીન ટી મેલાનિનના ઉત્પાદનને નિયંત્રિત કરી શકે છે.આ કારણોસર માનવામાં આવે છે કે ગ્રીન ટીનો ઉપયોગ કરવાથી કરચલીઓની સમસ્યા દૂર થાય છે.

9.લીંબુ ચેહરાની કરચલીઓ દૂર કરવાના ઘરેલુ ઉપાયમાં શામેલ છે.ખરેખર લીંબુમાં વિટામિન-સી હોય છે. એક સંશોધન મુજબ,વિટામિન-સી ડિપિગમેન્ટેશન જેવી ક્રિયા કરે છે,એટલે કે લીંબુ ચહેરા પરના રંગદ્રવ્યને ઘટાડી શકે છે.આ કારણોસર એવું માનવામાં આવે છે કે લીંબુમાં હાજર વિટામિન સી પણ કરચલીઓ દૂર કરવામાં ફાયદાકારક હોય શકે છે.

image source

10.દૂધ ચહેરાની કરચલીઓ દૂર કરવા માટે અસરકારક સાબિત થઈ શકે છે.આ માટે વાટકીમાં દૂધ લો અને રૂની મદદથી તેને ચહેરા પર લગાવવાથી કરચલીઓ ઓછી થઈ શકે છે.દૂધ ચહેરાને હાઇડ્રેટ કરે છે.દૂધ,ક્રીમ અથવા દૂધના પાવડરનો ઉપયોગ કરવાથી ચહેરો ચમકતો રહે છે અને તે ત્વચા પર કાળા ડાઘ અને કરચલીઓને દૂર કરવા માટે કામ કરી શકે છે.ખરેખર દૂધ ચહેરા પરના ડાઘોને બ્લીચ કરીને ત્વચાને ફાયદો પહોંચાડે છે.

image source

11.ટમેટાંમાં હાજર લાઇકોપીન સૂર્યના કિરણો દ્વારા થતા નુકસાનને અટકાવે છે.ઉપરાંત ટમેટા ચહેરા પર બ્લીચિંગ એજન્ટ તરીકે કામ કરે છે,જે ત્વચાનો ગ્લો વધારવા માટે મદદ કરી શકે છે.ટામેટા ચેહરા પરની ફોલ્લીઓ દૂર કરીને ચહેરાને સુધારે છે.આ ઉપરાંત ટમેટાંમાં વૃદ્ધત્વ વિરોધી ગુણધર્મો પણ છે,જે ચહેરાને કરચલીઓથી સુરક્ષિત કરી શકે છે.તમે ખોરાકમાં ટમેટાના સમાવેશ તો કરો જ છો,પણ સાથે તમે તેનો રસ અને પલ્પ ચહેરા પર લગાવી શકો છો.તમારા ચેહરાની દરેક સમસ્યા એક ટમેટાંથી દૂર થશે.

imfe source

12.બટેટાને પણ કરચલી દૂર કરવાના ઉપાય તરીકે માનવામાં આવે છે.એવું કહેવામાં આવે છે કે બટેટાનું પાણી ગરમીના કારણે ચેહરા પર થતી કરચલીઓ દૂર કરવા માટે ઉપયોગમાં લઈ શકાય છે.આ માટે તમે બટેટાને કાપી અથવા બટેટાનું જ્યુસ બનાવી તેનો રસ ચેહરા પર લગાવી શકો છો.ખરેખર બટાટામાં વિટામિન-સી હોય છે.આ વિટામિન ચહેરા પર એન્ટી પિગમેન્ટેશન જેવું કામ કરે છે,જેના કારણે ત્વચાની પિગમેન્ટેશન એટલે કે મેલાનિનનું પ્રમાણ ઘટી જાય છે.પરિણામે ચેહરાની કરચલીઓ દૂર થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત