પીળા દાંતને સફેદ કરવા માટે અપનાવો આ ઘરેલુ ઉપાયો, અને મેેળવો મોતી જેવી ચમક

માળા જેવા ચમકદાર સફેદ દાંત તમારી સુંદરતા અને વ્યક્તિત્વમાં વધારો કરે છે. દિવસમાં બે વાર બ્રશ કરો અને યોગ્ય સ્વચ્છતા દાંતને તેજસ્વી અને મજબૂત રાખે છે.ગુટકા, સોપારીનું પાન,તમાકુ,સિગારેટ,આલ્કોહોલ વગેરે દાંતની સુંદરતાને દૂર કરે છે અને તેના મૂળને પણ નબળા પાડે છે.

image source

આજકાલ લોકો દાંતોની પીળાશની સમસ્યાના કારણે ખૂબ જ ચિંતિત છે અને તેથી જ ઘણી વખત આપણા પીળા દાંત આપણને આપણું સ્મિત છુપાવાનું કારણ બને છે.આવી સ્થિતિમાં, આ પીળાશથી છુટકારો મેળવવા માટે ઘણા જતન કર્યે છે,જે ક્યારેક સફળ થાય છે તો ક્યારેક અસફળ પણ થાય છે.તો હવે આજે અમે તમને કેટલાક એવા ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમને ફાયદો થશે.આ ઘરેલું ઉપાયો છે.

પીળો થવાનું કારણ

image source

તમાકુ, આલ્કોહોલ, ગુટખા વગેરેનું સેવન અથવા સ્વચ્છતાના અભાવના કારણે દાંત પીળા પડી જાય છે.

અયોગ્ય માહિતી પર લોકો દાંત સાફ કરવા માટે ઘણા પ્રકારના રસાયણોનો ઉપયોગ કરે છે. તેથી દાંત પર તેની ખરાબ અસર પડે છે.

ખોરાકની ખોટી આદતોના કારણે પણ દાંત પીળા પડે છે.

image source

ચા,કોફી અને સોફ્ટ ડ્રિંક્સનું વધુ પડતું સેવન કરવાથી દાંત પીળા થઈ જાય છે.

વિટામિન ડીની કમી પણ સમસ્યાઓનું કારણ બને છે.

દાંતને મોતી જેવા સફેદ બનાવવા માટેના ઘરેલુ ઉપાયો

જો દાંત પીળા હોય તો દસ મિનિટ માટે બે ચમચી નાળિયેર તેલ મોમાં નાંખો,પછી તેને બહાર કાઢો અને મોંને સારી રીતે સાફ કરો.ખરેખર,આ કરવાથી ગંદકીના કારણે ભેગી થયેલી દાંતોની પીળાશ દૂર થાય છે.

image source

દાંતોની પીળાશ દૂર કરવા માટે,ત્રણ કપ પાણીમાં એપલ સાઇડર વિનેગારની બે ચમચી મિક્સ કરો.હવે આ મિશ્રણના ત્રીસ સેકંડ માટે કોગળા કરો અને તે પછી રાબેતા મુજબ બ્રશ કરો.સતત ત્રણ અઠવાડિયા સુધી આ કરવું.થોડા દિવસોમાં આ તફાવત દેખાવા લાગશે.

બેકિંગ સોડા દાંતો પર ઘસવાથી દાંતોની પીળાશ દૂર થાય છે.બ્રશને સીધું બેકિંગ સોડામાં ડુબાડી દાંત પર ઘસો અથવા બકીંગ સોડાનો એક ચમચો ભરો અને તેમાં એક ચપટી મીઠું ઉમેરો અને પછી તેમાં બ્રશ ડુબાડી અને દાંતો પર ઘસો.

મીઠામાં સોડિયમ અને ક્લોરાઇડ બંનેનું મિશ્રણ હોય છે,જે દાંતોની પીળાશને ઘટાડવામાં મદદ કરે છે.પરંતુ તેનો વધુ પડતો ઉપયોગ દાંતના મીનોને નુકસાન પહોંચાડે છે.

image source

ડોક્ટર પણ જમ્યા પછી ખાંડ વગરની ચીંગમ ખાવાની સલાહ આપે છે જો તમે જમ્યા પછી બ્રશ નથી કરી સકતા,તો 20 મિનિટ માટે તમે ચીંગમ ચાવો.જેથી મોંમાં ઉત્પન્ન થયેલ લાળ કુદરતી રીતે દાંત ધોવાનું કારણ બને છે.

image source

દાંતોને ચમકવા અને સાફ કરવા માટે લીંબુ અથવા સ્ટ્રોબેરી પણ દાંતો પર ઘસી શકાય છે,પણ યાદ રાખજો કે આનો ઉપયોગ ક્યારેક જ કરવો જોઈએ.
એક ગ્લાસ પાણીમાં અડધા લીંબુનો રસ મિક્સ કરો.તેમાં દાતણ નાખો અને આખી રાત તેને રહેવા દો.સવારે આ દાતણનો ઉપયોગ કરો.તેનાથી દાંતની પીળાશ જતી રહેશે.જો તમે દરરોજ દાતણ ન કરી શકો,તો પછી ચોક્કસપણે અઠવાડિયામાં એક વાર દાતણ જરૂર કરો.દાતણ દાંત અને પેઢાને તંદુરસ્ત અને મજબૂત બનાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત