કરો આ ફળનો ઉપયોગ, અને બ્લેકહેડ્સની સમસ્યામાંથી મેળવો છૂટકારો

દાડમ એ વિવિધ સ્વસ્થ ગુણધર્મો ધરાવતું ફળ છે.તે ખાવામાં જેટલું સ્વાદિષ્ટ હોય છે,તેટલું જ તે શરીર માટે પણ ફાયદાકારક છે.વર્ષો પેહલા,લોકોને દવાઓ વિશે કઈ ખ્યાલ જ નહોતો,ત્યારે લોકો દાડમનો ઉપયોગ ઘણી ગંભીર રોગોની સારવારમાં કરતા હતા.પ્રાચીન કાળથી,ઇજિપ્ત અને ગ્રીક સંસ્કૃતિના સાધકોએ પણ સંધિવા, લોહીના પરિભ્રમણની અવ્યવસ્થા,પાચક સમસ્યાઓ અને ચેપના ઉપચાર માટે દાડમની દવાઓનો ઉપયોગ કર્યો છે.આ ગંભીર રોગો સિવાય દાડમમાં ત્વચાની અનેક સમસ્યાઓ મૂળમાંથી દૂર કરવાની ક્ષમતા હોય છે. આજે અમે આવા જ કેટલાક ઘરેલું ઉપાયો વિશે વાત કરીશું જેમાં દાડમના ઉપયોગથી ત્વચાની સમસ્યાઓથી રાહત મેળવી શકાય છે.

image source

ત્વચાની પ્રથમ અને સૌથી મોટી સમસ્યા ચહેરા પરના પિમ્પલ્સ છે.હકીકતમાં,આ સમસ્યા નબળી પાચન શક્તિને કારણે અથવા શરીરમાં કોઈ હોર્મોન્સના અસંતુલનને કારણે જન્મે છે.દાડમ આ સમસ્યાના મૂળમાં પ્રહાર કરે છે. આનાથી પાચનની પ્રક્રિયામાં સુધારો તો થાય જ છે,પરંતુ શરીરમાં લોહીનું પરિભ્રમણ પણ સુધરે છે,જેનાથી ચહેરા પરથી પિમ્પલ્સની સમસ્યા દૂર થાય છે,સાથે જ ત્વચાના રંગમાં પણ વધારો થાય છે.દાડમનો રસ તમારી ત્વચાને લગતી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે.તમારા ચહેરાને જુવાન રાખવા માટે દાડમ એ શ્રેષ્ઠ અને સરળ રીત છે.

image source

દાડમના ફળનો ઉપયોગ શરીર માટે ખૂબ ફાયદાકારક છે.તેના ઉપયોગ દ્વારા ચહેરો તો ચમકે જ છે પણ તે અનેક સમસ્યાઓમાં પણ ફાયદાકારક છે.તેના ઉપયોગથી અનેક રોગોથી મુક્તિ મેળવી શકાય છે.તેમાં ફાઇબર, વિટામિન સી અને એન્ટીઓક્સિડેન્ટ્સ ભરપુર માત્રામાં છે.તેનો રસ દરરોજ પીવો જોઈએ.તેનો રસ પીવાથી,ચહેરો ખીલશે અને પિમ્પલ્સ અદૃશ્ય થઈ જશે.તો ચાલો અહીં જાણીએ દાડમના અઢળક ફાયદાઓ વિશે.

image source

ચહેરા પર દાગ એક સામાન્ય સમસ્યા છે.આજ-કાલ બધા જ લોકો આ સમસ્યા સાથે રહે છે.પુરુષો કરતા મહિલાઓની વધારે ફરિયાદો હોય છે.જો તમે ચહેરાના બ્લેકહેડ્સથી પરેશાન છો,તો તમે દાડમના ઉપયોગથી લાભ મેળવી શકો છો.દાડમના તાજા લીલા પાનના રસમાં 100 ગ્રામ દાડમના પાનની પેસ્ટ અને અડધો લિટર સરસવનું તેલ મિક્સ કરો.આ તેલ બરાબર ગરમ કરી અને ગાળી લો.આ તેલથી ચેહરા પર મસાજ કરવાથી ચહેરાના બધા પિમ્પલ્સ, બ્લેકહેડ્સ અને ફોલ્લીઓ દૂર થાય છે.

1. સૂર્યની કિરણોથી સુરક્ષિત કરશે

image source

દાડમના ઉપયોગથી સૂર્યની કિરણો સરળતાથી બચી શકાય છે.તેમાં સૂર્ય-અવરોધિત એજન્ટો છે જે ત્વચાને સ્વસ્થ રાખે છે.

2 એંટી એંજિગ તત્વોથી સમૃદ્ધ

image source

દાડમ વિટામિન એ, ઇ અને સીથી ભરપુર છે.તેના ઉપયોગથી,વૃદ્ધત્વના લક્ષણો ઘટાડી શકાય છે.તે ત્વચા સંબંધિત સમસ્યાઓ જેવી કે કરચલીઓ,કાલા ડાઘાઓ દૂર કરે છે.

3. ત્વચાને મોસ્ચ્યુરાઇઝ કરે છે

image source

દાડમના સેવનથી ત્વચા હાઇડ્રેટ થાય છે.તેના બીમાં તેલ જોવા મળે છે,તેથી તેને લગાવ્યા પછી ત્વચા નરમ રહે છે.

4.પિમ્પલ્સથી છૂટકારો મેળવો

image source

દાડમમાં વિટામિન સી હોય છે જે પાચન તંત્રને સ્વસ્થ રાખે છે.તે એન્ટીઓક્સિડેન્ટ તત્વોથી સમૃદ્ધ છે.તેથી દાડમની મદદથી તમે પિમ્પલ્સની સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો.

5. ક્લીનર જેટલું ઉપયોગી છે

image source

દાડમની છાલને પીસીને ત્વચા પર લગાવો.હળવા હાથથી ત્વચાની માલિશ કરો.આ કરવાથી ડેડ સ્કિન દૂર થઈ જશે.આનો ઉપયોગ કરવાથી બ્લેકહેડ્સની સમસ્યામાંથી મુક્તિ મળશે.તમે દાડમની છાલમાં બ્રાઉન સુગર અને મધ પણ ઉમેરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત