ક્યાંક તમે પણ નકલી ઘી નથી ખાઇ રહ્યાં ને? આ રીતે ઓળખી કાઢો કયું છે અસલી ઘી

બજારમાં અસલી ઘીના નામ પર નકલી ઘી વેચવાના ધંધા ચાલી રહ્યા છે. એટલે આજે અમે તમને આ લેખ દ્વારા જણાવવાના છીએ કે, દેશી ઘીની ઓળખાણ કેવી રીતે કરી શકાય. આ બાબતે આજે અમે તમને સંપૂર્ણ જાણકારી આપીશું. તો એના માટે તમે આ લેખને ધ્યાનથી વાંચજો. દેશી ઘીને સારા સ્વાસ્થ્યનો અચુક ઉપાય માનવામાં આવે છે. પરંતુ બજારમાં મોટા પ્રમાણમાં જે ઘી વેચાઈ રહ્યું છે, તે સ્વાસ્થ્યને સુધારવાની જગ્યા પર એને નુકશાન પહોંચાડે છે.

image source

દેશમાં ખાણી-પીણીની વસ્તુઓમાં ભેળસેળનો ખેલ ખૂબ જ મોટો છે. જો કે આ મામલે પોલીસ સતત તેમાં સંડોવાયેલા લોકોની ધરકપડ કરે છે. પરંતુ ભેળસેળનો ખેલ હજુ પણ યથાવત જ છે. તાજેતરમાં જ પોલીસે ફરીદાબાદના એક વિસ્તારમાં નકલી ઘી બનાવતી ફેક્ટરીનો ભાંડો ફોડીને કેટલાંક લોકોની ધરપકડ કરી છે. બજારમાં અસલી અને નકલી બંને પ્રકારના ઘીનું ધૂમ વેચાણ થાય છે. તેવામાં જો તમે ઘી ખાવાના શોખી હોય તો જરા સંભાળીને બજારમાંથી ઘી ખરીદજો. જાણકારોનું કહેવુ છે ભેળસેળ વાળુ દેશી ઘી તૈયાર કરવા માટે અનેક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. ચાલો તમને જણાવીએ કે શુદ્ધ દેશી ઘીની ઓળખ કેવી રીતે કરશો.

image source

જણાવવામાં આવી રહ્યું છે કે ભેળસેળ વાળુ ઘી તૈયાર કરવા માટે 40 ટકા રિફાન્ડ ઓયલ અને 60 ટકા ફોર્ચ્યુન વનસ્પતિ મિક્સ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમાં બાફેલા બટાકા અને બિટ્યુમેન મિક્સ કરવામાં આવે છે. ફોર્ચ્યુન વનસ્પતિ દાણાદાર હોય છે.

તેથી ભેળસેળ વાળા ઘીમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે તેમાં પણ ક્વોલિટીને વધુ સારી બનાવવા માટે 5થી 10 ટકા અસલી દેશી ઘી પણ મિક્સ કરે છે. તેમાં દેશી ઘી વાળુ સેન્ટ પણ મિક્સ કરવામાં આવે છે.

કેવી રીતે અસલી ઘીને ઓળખશો

image source

ઘી ભેળસેળ વાળુ છે કે નહીં, તે જાણવા માટે તમે એક વાસણમાં એક ચમચી ઘી ગરમ કરો. જો ઘી તરત જ ઓગળી જાય અને તેનો રંગ બદલાઇની ભૂરો થઇ જાય તો તે શુદ્ધ દેશી ઘી છે. જો ઘી પીળા રંગનું થઇ જાય તો તે ભેળસેળ વાળુ ઘી છે.

  • દેશી ઘી ઓળખવા માટે હાથ પર થોડી ઘી લો. તે બાદ હાથને ઉંધા કરીને મસળો. જો ઘીમાં દાણા આવી જાય તો સમજી લો આ ઘી નકલી છે.
  • અસલી ઘી હાથ પર લગાવતા જ હાથ પર ફેલાઇ જાય છે. અસલી ઘી ઓળખવાની આ સૌથી સરળ રીત છે.
  • એક ચમચી ઘીમાં ચાર-પાંચ ટીપાં આયોડીન મિક્સ કરો. જો રંગ બ્લૂ થઇ જાય તો ઘીમાં બાફેલા બટાકા મિક્સ કરેલા છે.
  • એક ચમચી ઘીમાં એક ચમચી હાઇડ્રોક્લોરિક એસિડ અને એક ચપટી ખાંડ મિક્સ કરો. જો ઘીનો રંગ લાલ થઇ જાય તો તેમાં ડાલડા મિક્સ છે.
image source

શુદ્ધ ઘી ઓળખવા માટે પોતાની હથેળી પર એક ચમચી ઘી નાંખો. જો તે આપમેળે જ ઓગળી જાય તો સમજી લો કે તે શુદ્ધ છે. જો ઘી જામી જાય અને તેમાં સુગંધ આવવાનું બંધ થઇ જાય તો સમજી જાઓ કે તે નકલી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત