કોરોના મહામારીમાં બાળકોને ઘરમાં અભ્યાસ કરાવવા માટે અપનાવો આ સ્કીલ, થશે જોરદાર ફાયદો

કોરોના ની મહામારીમાં છેલ્લા એક વર્ષથી જેટલી માનસિક ચિંતા વડીલોને થઈ છે, તેને લીધે બાળકો પણ ઓછા પરેશાન નથી થયા. જોકે બાળકોની અસ્વસ્થતા કોરોના અને તેનાથી પ્રભાવિત થયેલ રોજગારને કારણે નથી. જે રીતે બાળકોને છેલ્લા એક વર્ષથી ઘરે રહેવાની મજબુરી થઈ છે અને શાળા, પાર્ક અને બહાર ફરવા માટે જવાનું નથી થતું , તેનાથી બાળકો ને ઘરમાં ખૂબ કંટાળો આવી રહ્યો છે.

image source

જ્યારે તમે અભ્યાસની વાત કરો છો, ત્યારે જે બાળકો શાળાએ જતા હોય છે, તેઓ ને શાળા તરફથી ઘરે ઓનલાઇન કલાસ કરાવવામાં આવ્યા છે. પરંતુ સમસ્યા એ છે કે જે બાળકોનું એડમીશન ગયા વર્ષે અથવા તો આ વર્ષે પહેલી વાર શાળામાં દાખલ કરવામાં આવ્યું હતું.

image source

તેનું એડમીશન કોરોનાને કારણે થઈ શક્યું નથી. આવા બાળકોના અભ્યાસ અને શીખવાની કુશળતા કેવી રીતે સુધારવી તે સમસ્યાનો તેના માતાપિતા સામનો કરી રહ્યા છે. તો ચાલો જાણીએ કે ઘરે બાળકોના અભ્યાસ અને શીખવાની કુશળતા સુધારવા માટે તમારે શું કરવું જોઈએ.

બાળકોનો નિત્યક્રમ નક્કી કરવો :

image source

ઘરમાં લાંબા સમય સુધી રહેવાને કારણે બાળકોનું અને તેના વડીલોનું પણ દિનચર્યા એક વિચિત્ર રીતે આગળ વધી ગઈ છે. જો કે વડીલો જરૂર મુજબ તેને ફરીથી સુધારી શકે છે. પરંતુ બાળકો માટે રૂટિન સેટ કરવું ખૂબ જ જરૂરી છે, કારણ કે કોરોના ના સમયગાળાના અંત પછી પણ બાળકોની આ નાની ઉંમરે થયેલી આદતો ને બદલવી ખુબ મુશ્કેલ બની શકે છે.

image source

તેથી બાળકોની સૂવાની, જાગવાની, નિયમિત ખાવાની, વાંચવાની અને રમવાની દિનચર્યા અત્યારેથી નક્કી કરવામાં આવે તે આપણા માટે મહત્વપૂર્ણ છે. સાથે જ તે રૂટિનને બાળકો પાસે પ્રેમથી કરાવવું જોઈએ. તેનાથી બાળકોને કંટાળો પણ નહીં આવે, અને તેનાથી આગળ વધુ કોઈ સમસ્યા પણ નહીં થાય.

અભ્યાસ અને શીખવાની કુશળતાને વધારવી :

બાળકોના અભ્યાસ અને શીખવાની કુશળતા સુધારવાની રીતમાં તેના માતાપિતા અથવા ઘરના અન્ય સભ્યો બાળકના વર્ગો ઘરે જ શરૂ કરે તે તેના માટે મહત્વપૂર્ણ છે. બાળકને અભ્યાસ કરવાનો સમય નક્કી કરો અને દરરોજ તેનો તે સમયે જ કલાસ લેવો.

image source

કોઈ ટૂંકા શિક્ષણ સત્રથી બાળકના અભ્યાસની શરૂઆત કરવી, અને પછી ધીમે ધીમે તેમાં અડધો કલાક અને પછી આ રીતે એક કલાકનો વધારો કરો. બાળકોને તેમના અભ્યાસ અને શીખવાની કુશળતા સુધારવા માટે ઓફલાઇન અને ઓનલાઇન બંને રીતે અભ્યાસ શીખડાવો.

પ્રશ્નોના જવાબ આપો અને જાતે પણ પ્રશ્નો પૂછો :

image source

બાળકના પ્રશ્નો કોઈ અભ્યાસ સાથે સંબંધિત છે કે સમાજ અને વસ્તુઓ સાથે, તેના પ્રશ્નોના જવાબ અકળામણને બદલે પ્રેમ અને ધીરજથી આપવા જોઈએ. તો જ તેની શીખવાની કુશળતાને સુધારવામાં મદદ મળશે. બાળક પોતાની જાતને પ્રશ્ન ન પૂછે તો તેને પ્રશ્નો પૂછવા માટે પ્રોત્સાહિત કરવું, તેમજ તેને જાતે પ્રશ્નો પૂછો. આનાથી તેની ઉત્સુકતા વધશે અને તેના જ્ઞાનમાં પણ વધારો થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત