ડોકટરોના મત મુજબ ચોમાસામાં બાળકોએ ફરજીયાતપણે લેવી જોઇએ આ રસી, કારણકે…

આરોગ્ય નિષ્ણાતો બધા બાળકો માટે ઈન્ફલ્યુએન્ઝા રસીકરણ ની ભલામણ કરી રહ્યા છે. ઈન્ફલ્યુએન્ઝા અથવા ફલૂ અને કોવિડ-૧૯ લક્ષણો અતિવ્યાપી હોવા ને કારણે નિષ્ણાતો માને છે કે ફલૂ શોટ બાળકો ને સુરક્ષિત રાખવામાં અને માતાપિતામાં ગભરાટ દૂર કરવામાં મદદ કરશે.

image source

ઘણા માતાપિતાના મગજમાં પણ આ સવાલ ઉભો થાય છે કે ‘ઈન્ફલ્યુએન્ઝા અથવા ફ્લૂ શું છે ? અને શા માટે કોઈ એ તેમના બાળક ને તેનાથી બચવાનો વિચાર કરવો જોઈએ ? અહીં તમારે રોગ અને તેના નિવારણ વિશે જાણવાની જરૂર છે. આપણાં બાળકોનાં નાકમાંથી સતત વહેતું પાણી અને ઉધરસ આપણાં જીવનનો એક સામાન્ય હિસ્સો બની ગયો છે.

image source

જોકે, જ્યારે પણ તાવ, નાક બંધ થઇ જાય અને શરદી જેવા અન્ય લક્ષણો વધે ત્યારે બાળકોમાં ઇન્ફ્લુએન્ઝા એટલે કે ફ્લુનું જોખમી સ્વરૂપ વધતું જાય છે. ઇન્ફ્લુએન્ઝા/ફ્લુ અત્યંત ચેપી વાઇરલ ઇન્ફેક્શન છે જે બાળકનાં શ્વસનતંત્ર અને ફેફસાંને અસર કરી શકે છે, અને વર્ષ દરમિયાન જોવા મળેલી સૌથી સામાન્ય શ્વસનતંત્ર સંબંધિત બીમારીઓ પૈકી ની એક છે.

જ્હોન હોપકિન્સ દ્વારા હાથ ધરવામાં આવેલું સંશોધન દર્શાવે છે કે, મોટાભાગ ના બાળકો એક અઠવાડિયા ની અંદર સાજા થતાં હોય છે, ત્યારે વધારે ગંભીર સંક્રમણ ધરાવતા અન્ય કેટલાક બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી શકે છે.તેનાથી ફેફસાંનું સંક્રમણ (ન્યૂમોનિયા) થઇ શકે છે. અથવા મોત પણ થઇ શકે છે. અભ્યાસ દર્શાવે છે કે, ભારતમાં માત્ર ઇન્ફ્લુએન્ઝા/ફ્લુ દર વર્ષે પાંચ વર્ષ થી નાની ઉંમરના એક લાખ થી વધારે બાળકોને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે છે.

કોને જોખમ છે?

image source

કોઇપણ વ્યક્તિને ઇન્ફ્લુએન્ઝા/ફ્લુ થઇ શકે છે. જોકે, કેટલીક વ્યક્તિઓના સમૂહો તેવા છે જેમને આ બીમારી થવાનું વધારે જોખમ રહેલું છે. તેમાં છ મહિના થી પાંચ વર્ષ સુધીનાં બાળકો, ગર્ભવતી મહિલાઓ, પાસઠ વર્ષ કે તેથી વધારે ઉંમર ની વૃદ્ધ વ્યક્તિઓ, આરોગ્ય સંભાળ કર્મચારીઓ અને ડાયાબિટિસ, અસ્થમા, કેન્સર, નબળી રોગ પ્રતિકારક શક્તિ વગેરે જેવી ગંભીર તબીબી પરિસ્થિતિ ધરાવતી વ્યક્તિઓ નો સમાવેશ થાય છે.

સંક્રમણ / ફેલાવો

image source

આ વાઇરસ મુખ્યત્વે ઇન્ફ્લુએન્ઝા/ફ્લુ ધરાવતી વ્યક્તિઓ ને ઉધરસ, છીંક આવે અથવા વાતચીત કરે ત્યારે નાની-નાના છાંટા એટલે કે ડ્રોપલેટ્સ મારફતે ફેલાય છે. આથી, સંક્રમિત વ્યક્તિ ની નજીક રહેવાથી તેનો ચેપ લાગવાના જોખમમાં વધારો થાય છે.હવાના માધ્યમ થી આ સુક્ષ્મ ડ્રોપલેટ્સ છ ફૂટ સુધી ફેલાઇ શકે છે, અને તેના પરિઘમાં રહેલી અન્ય વ્યક્તિ સુધી પહોંચી શકે છે. નાના બાળકો અથવા નબળી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતાં લોકોમાં સંક્રમણ પ્રસારણ સમય વધારે લાંબો હોઇ શકે છે, અને આથી લાંબા સમય સુધી અન્ય વ્યક્તિઓને સંક્રમિત કરી શકે છે.

નિવારણ

આ રોગની સારવાર માટે ઘણી એન્ટિવાયરલ (એન્ટી-ઇન્ફલ્યુએન્ઝા) દવાઓ છે, જેમાં રોગ ને રોકવો એક મુખ્ય પ્રાથમિકતા હોવી જોઈએ. સરળ અને અસરકારક નિવારક પગલાં લેવા થી ચેપનો ફેલાવો અટકાવવામાં મદદ મળી શકે છે.

image source

બાળકોને જ્યારે ઉધરસ / છીંક આવે ત્યારે પોતાનું મોઢું અને નાક ઢાંકવાનું શીખવવું. સારી રીતે અને નિયમિત રીતે હાથ ધોવા. જ્યારે તુરત પાણી મળી શકે તેમ ના હોય ત્યારે સેનિટાઇઝર નો ઉપયોગ પણ અસરકારક સાબિત થઇ શકે. સલામત અંતર જાળવી રાખવું અને સંક્રમિત થયેલી હોય તેવી વ્યક્તિઓનો સીધો સંપર્ક ટાળવો. માસ્ક પહેરવું ખાસ કરીને જાહેર સ્થાનો પર જાવ ત્યારે.

image source

વૈશ્વિક અને ભારતીય આરોગ્ય અધિકારીઓ 6 મહિનાથી 5 વર્ષની વયના બાળકો માટે વાર્ષિક ઈન્ફલ્યુએન્ઝા રસીકરણની ભલામણ કરે છે. તે જાણીતું છે કે સમય જતાં ઈન્ફલ્યુએન્ઝા વાયરસ સામે પ્રતિરક્ષા ઓછી થાય છે, અને દર વર્ષે આ વાયરસ સ્ટેન બદલે છે.તેથી રસી તરીકે, દર વર્ષે રસીકરણ થવું જોઈએ. દર વર્ષે ઈન્ફલ્યુએન્ઝા સામે રસી અપાવવી એ તમારા બાળકની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે, ઉપરાંત ચેપના આગળના ટ્રાન્સમિશનને રોકવામાં પણ મદદ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત