ભાગ્યશ્રીને યાદ આવ્યા કોલેજના એ ખાસ પળ, હિમાલય સાથે દોસ્તી અને લગ્ન પર કર્યું રીએક્ટ.

ભાગ્યશ્રીએ તેની અભિનય કારકિર્દીની શરૂઆત સલમાન ખાન સાથે સૂરજ બડજાત્યાની સુપરહિટ ફિલ્મ મૈંને પ્યાર કિયાથી કરી હતી અને તેની પ્રથમ ફિલ્મથી રાતોરાત સ્ટાર બની ગઈ હતી.બસ એક વર્ષ પછી, અભિનેત્રીએ ફિલ્મ કારકિર્દી છોડવાની જાહેરાત કરી અને વર્ષ 1990માં તેના પ્રેમ હિમાલય દાસાની સાથે લગ્ન કર્યા. તાજેતરમાં જ ભાગ્યશ્રીએ તેની પ્રેમકથાની તે યાદોને તાજી કરી.

image soucre

વાત જાણે એમ છે કે ભાગ્યશ્રી અને તેના પતિ હિમાલય દાસાની સ્ટાર પ્લસના શો ‘સ્માર્ટ જોડી’માં જોવા મળે છે. આ શોના આગામી એપિસોડના પ્રોમોમાં તે તેના લગ્ન જીવન વિશે વાત કરતી જોવા મળે છે. આ દરમિયાન ભાગ્યશ્રીએ તેના કિશોરાવસ્થાની યાદો શેર કરી અને જણાવ્યું કે બંને ક્યારે અને કેવી રીતે એકબીજાના પ્રેમમાં પડ્યા.

image soucre

ભાગ્યશ્રી અને હિમાલય દાસાનીએ તેમની શાળા, વર્ગો અને કાફેટેરિયાની ફરી મુલાકાત લીધી અને તેમના પ્રેમ જીવનની કેટલીક સુંદર યાદોને તાજી કરી. આ દરમિયાન ભાગ્યશ્રીએ કહ્યું, ‘સ્કૂલની તમામ યાદો તાજી થઈ ગઈ. અમે પહેલા અભ્યાસ દરમિયાન મિત્રો બન્યા અને મિત્રતા ક્યારે પ્રેમમાં બદલાઈ, ખબર પણ ના પડી. ભાગ્યશ્રીએ વધુમાં કહ્યું કે, ‘સ્કૂલ છોડ્યા પછી, જો અમે અલગ-અલગ કૉલેજમાં જઈશું, તો અમે એકબીજાને મિસ કરીશું અને જીવનભર અલગ રહીશું અને તેથી જ મેં તેને કહ્યું કે હું તને પ્રેમ કરું છું

 

View this post on Instagram

 

A post shared by StarPlus (@starplus)

‘અગાઉના એપિસોડમાં, ભાગ્યશ્રી તેના લગ્ન જીવન વિશે વાત કરતી વખતે ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી, કારણ કે તે સમયે તેણે કહ્યું હતું કે તેના લગ્નમાં તેના પરિવારમાંથી કોઈ આવ્યું નથી. આ વીડિયોમાં ભાગ્યશ્રીએ કહ્યું હતું કે, મારા લગ્નમાં હિમાલય સિવાય મારા પરિવારમાંથી કોઈ નહોતું. જ્યારે મેં મારા માતા-પિતાને કહ્યું કે હું હિમાલય સાથે લગ્ન કરવા માંગુ છું, ત્યારે તેઓ રાજી ન થયા.

ભાગ્યશ્રીએ કહ્યું હતું કે, ‘બાળકો માટે માતા-પિતાના સપના હોય છે, પરંતુ બાળકોના પણ પોતાના સપના હોય છે અને ક્યારેક તેમને તેમના સપનાઓ જીવવા દેવા જોઈએ, કારણ કે અંતે તે તેમનું જીવન છે, જે તેમણે જીવવાનું છે.’ ભાગ્યશ્રીએ આગળ કહ્યું હતું કે, ‘જે લોકો કહે છે કે મેં ભાગીને લગ્ન કર્યા છે, મને ખૂબ ગુસ્સો આવે છે, કારણ કે મેં ભાગીને લગ્ન નથી કર્યા.’

image soucre

ભાગ્યશ્રી તાજેતરમાં પ્રભાસ સ્ટારર ‘રાધે શ્યામ’માં જોવા મળી હતી જેમાં તેણે તેની માતાની ભૂમિકા ભજવી હતી. આ સાથે જ ભાગ્યશ્રીના બાળકોએ પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. તેમના પુત્ર અભિમન્યુ દસાનીએ ‘મર્દ કો દર્દ નહીં હોતા’ અને ‘મીનાક્ષી સુંદરેશ્વર’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તે જ સમયે, તેમની પુત્રી અવંતિકા દાસાનીએ તાજેતરમાં જ ZEE5 શ્રેણી ‘મિથ્યા’ સાથે ડેબ્યૂ કર્યું હતું.