બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે સિંધવ મીઠું, આજે જ જાણી લો બીજા આ અઢળક ફાયદાઓ વિશે પણ

મીઠું એક એવી વસ્તુ છે, જેના વગર આપણે ખોરાકના સ્વાદની કલ્પના પણ કરી શકતા નથી, પરંતુ ઘરોમાં સામાન્ય રીતે વપરાતું સફેદ મીઠું ખૂબ જ હાનિકારક છે, તેના બદલે જો તમે નિયમિતપણે સિંધવ મીઠું ખાવાનું શરૂ કરો તો તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક રહેશે. સિંધવ મીઠું એક પ્રકારનું ખનિજ છે, જેને મીઠાના શુદ્ધ સ્વરૂપ તરીકે ગણી શકાય. સિંધવ મીઠાનો ઉપયોગ કોઈપણ ખાદ્ય બનાવવા માટે કરી શકાય છે, કારણ કે તેને કોઈપણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયામાંથી પસાર થવું પડતું નથી. સિંધવ મીઠાને હિમાલયન મીઠું, રોક મીઠું, સિંધા મીઠું, સંધવ મીઠું, લાહોરી મીઠું અથવા હેલિડ સોડિયમ ક્લોરાઇડ પણ કહેવામાં આવે છે. સિંધવ મીઠું મરાઠીમાં ‘શેંડે લોન’ તરીકે ઓળખાય છે. અન્ય મીઠાની તુલનામાં સિંધવ મીઠું ખાવાના ફાયદાઓ સૌથી વધુ માનવામાં આવે છે, કારણ કે એવું માનવામાં આવે છે કે તેમાં 90 થી વધુ ખનિજો છે. તે મેગ્નેશિયમ અને સલ્ફરથી બનેલું છે.ચાલો જાણીએ સિંધવ મીઠું ખાવાથી થતા ફાયદાઓ વિશે.

બ્લડ પ્રેશર નિયંત્રિ કરે

image source

સિંધવ મીઠાના નિયમિત સેવનથી બ્લડ પ્રેશર નિયંત્રિત કરી શકાય છે. આ મીઠું ખાવાથી શરીરમાં કોલેસ્ટરોલનું સ્તર ઓછું થાય છે, જે હૃદયને લગતી સમસ્યાઓ દૂર કરવામાં ફાયદાકારક છે.

તણાવમાં રાહત

તાણમાંથી મુક્તિ મેળવવા માટે સિંધવ મીઠાનું સેવન કરવું જોઈએ. આ મીઠાનો ઉપયોગ કરવાથી સેરોટોનિન અને મેલાટોનિન હોર્મોન્સનો નિયંત્રિત થાય છે. જે આપણા શરીર માટે ખુબ ફાયદાકારક છે.

શરીરમાં થતી પીડા દૂર કરો

image soucre

સિંધવ મીઠાના નિયમિત સેવનથી સ્નાયુઓમાં દુખાવો અને ખેંચાણ સરળતાથી દૂર થાય છે.

સાઇનસ રોગમાં ફાયદાકારક

સાઇનસની સમસ્યામાં રાહત માટે સિંધવ મીઠું ખૂબ ફાયદાકારક છે. લીંબુ પાણીમાં સિંધવ મીઠું ઉમેરીને પીવાથી પથરીની સમસ્યા દૂર થાય છે.

અસ્થમાની સમસ્યામાં રાહત

image source

અસ્થમા, સંધિવા, ડાયાબિટીઝ જેવા ગંભીર રોગની સમસ્યાઓ દૂર કરવામાં સિંધવ મીઠું ખૂબ ફાયદાકારક સાબિત થાય છે.

પેઢા માટે સિંધવ મીઠાના ફાયદા

પેઢામાંથી લોહી નીકળવું એ પેઢાના રોગની નિશાની છે. આની પાછળનું મુખ્ય કારણ દાંત પર પ્લાક જમા થવું છે. જો પેઢામાં સોજો, પ્લાક જેવી અન્ય કોઈ સામાન્ય કારણોસર રક્તસ્રાવ થઈ રહ્યો હોય, તો તમે આ સમસ્યાને દૂર કરવા માટે હળવા ગરમ પાણીમાં સિંધવ મીઠું નાખીને નિયમિત કોગળા કરી આ સમસ્યા દૂર કરી શકો છો. એવું માનવામાં આવે છે કે સિંધવ મીઠું મોંમાં સંગ્રહિત હાનિકારક બેક્ટેરિયાને નષ્ટ કરી શકે છે. જો કે આ વિશે તમે તમારા ડેન્ટિસ્ટને પૂછી શકો છો કે તે કેટલું સલામત અને ફાયદાકારક છે.

વજન ઓછું કરવા માટે સિંધવ મીઠાના ફાયદા

image source

જો કોઈ સતત વધતા વજનથી પરેશાન છે, તો પછી તે વ્યક્તિએ ખોરાકમાં વપરાતા મીઠાની વિવિધતા બદલવાનું વિચારવું જોઇએ. તમારા ખોરાકમાં સામાન્ય મીઠાને બદલે સિંધવ મીઠાનો ઉપયોગ કરી શકાય છે. આ મીઠું ભૂખ ઘટાડવામાં અને ચરબી બર્ન કરવામાં મદદ કરે છે. આ વજન નિયંત્રણમાં રાખી શકે છે. જો કે સિંધવ મીઠાને કેટલા પ્રમાણ લેવું જોઈએ તે અંગે તમે ડોક્ટરની યોગ્ય સલાહ પણ લઈ શકો છો.

સ્વસ્થ હૃદય માટે

image source

ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) મુજબ, હૃદયની તંદુરસ્તી માટે પુખ્ત વયના વ્યક્તિએ દિવસમાં 1 ગ્રામ કરતા વધુ અને 2.5 ગ્રામથી ઓછું સોડિયમનું સેવન કરવું જોઈએ. આ જથ્થો શરીરમાં સોડિયમનું સ્તર જાળવવા માટે યોગ્ય માનવામાં આવે છે. આટલા ગ્રામ કરતાં વધારે મીઠું લેવાથી હૃદયની સમસ્યા થઈ શકે છે. ખાસ કરીને પ્રોસેસ્ડ ફૂડમાં સોડિયમની માત્રા વધારે હોય છે. આ હાર્ટ બ્લડ પ્રેશર, હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી ઘણી હૃદય સંબંધિત સમસ્યાઓનું જોખમ વધારે છે. આવી સ્થિતિમાં સિંધવ મીઠાનો ઉપયોગ કરવો જરૂરી છે. સિંધવ મીઠું હૃદયની બીમારી રોકવામાં મદદગાર છે.

તાણ દૂર કરવા માટે સિંધવ મીઠાના ફાયદા

image source

સિંધવ મીઠાના ફાયદાઓમાં તાણ ઘટાડવાનો સમાવેશ થાય છે. આ માટે સોલ્ટ થેરેપીનો ઉપયોગ કરી શકાય છે. સોલ્ટ થેરેપીની પ્રક્રિયા અલગ-અલગ હોય શકે છે. આ મીઠાના પાણીથી સ્નાન કરી શકાય છે. આ ઉપરાંત, સ્પા દરમિયાન મીઠાનો ઉપયોગ કરવાથી તાણ પેદા કરતા હોર્મોન્સને ઘટાડવામાં પણ મદદ મળી શકે છે. આ પ્રક્રિયાને હેલોથેરાપી કહેવામાં આવે છે. હાલમાં આ અંગે વધુ વૈજ્ઞાનિક સંશોધન કરવામાં આવી રહ્યું છે.

સ્વસ્થ ત્વચા માટે સિંધવ મીઠાના ફાયદા

image source

સિંધવ મીઠાના ક્લીનઝિંગ અને ડિટોક્સાઇફિંગ ગુણધર્મો મૃત ત્વચાના કોષોને દૂર કરીને ત્વચાને સ્વસ્થ અને નરમ બનાવી શકે છે. આ ઉપરાંત તે ત્વચાને મજબૂત બનાવે છે, જેથી ત્વચા ફ્રેશ રહે. આ માટે સિંધવ મીઠાનો ઉપયોગ સ્ક્રબ તરીકે કરી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત