શું તમારો પતિ બોરિંગ છે? તો આ ટિપ્સની મદદથી બનાવો રોમેન્ટિક

સ્ટોરી:- તમારા પતિ છે બોરીંગ તો લૉકડાઉનમાં આ ટિપ્સની મદદથી બનાવો તેમને રોમાન્સ કિંગ.

– કોરોના વાઈરસનું સંક્રમણ ઘટવાનું નામ નથી લેતું. આ કારણથી લૉકડાઉનનો સમય પણ વધારવામાં આવ્યો છે. આ સ્થિતિમાં લોકોનું ઘરમાં જ રહેવાનો અને ઘરમાં જ કામ કરવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. લૉકડાઉનનો આ સમય અનેક લોકોને મુશ્કેલીનો સમય અનુભવાય રહ્યો છે. ત્ત્યાં જ કેટલાક લોકો આ સમયનો ઉપયોગ પોતાના સંબંધોમાં મજબૂતી લાવવામાં કરી રહ્યા છે.

images source

કેટલીય મહિલાઓ એ વાતથી ખુશ છે કે તેમને પોતાના પતિ સાથે વધુ સમય ગાળવાની તક મળી રહી છે. પણ કેટલાક પરણિત મહિલાઓ આ વાતથી પરેશાન છે કે તેમના પતિ બોરિંગ છે. તેઓ દિવસભર પોતાના કામકાજમાં જ રચ્યાપચ્યા રહે છે અને રોમાન્સ માટે બિલકુલ સમય કાઢતા નથી.

image source

કેટલાક પુરુષોનો સ્વભાવ જ બોરિંગ હોય છે કેટલાક પુરુષો સમયની સાથે-સાથે જ બોરિંગ થતા જાય છે. અથવા બીજા શબ્દોમાં કહિએ તો પોતાની પત્ની માટે તેમનો પ્રેમ અને આકર્ષણ ઘટતું જતું હોય છે. આવી સ્થિતિમાં સંબંધોમાં ઘર્ષણ વધી વધવા લાગતું હોય છે. તેમને એ વાતની ખબર નથી પડતી કે પણ તેમની બોરિંયત પતિ પત્નીના સંબંધને પ્રભાવિત કરવા લાગે છે. પણ તમે ચિંતા ન કરો. જો તમારા પતિ બોરિંગ છે તો લૉકડાઉનના આ સમયગાળામાં તમે કેટલીક ટિપ્સને અપનાવીને તેમની અંદર રોમાન્સ જગાડી શકો છો.

– આપો પ્રેમભર્યા ચુંબનો

image source

તમારા મનથી પાર્ટનર માટે પ્રેમ ઉમટી રહ્યો છે તો તમે આનો ઈઝહાર કરવા માટે તેમને પ્રેમથી ચુંબનો કરી શકો છો. જો મનમાં આ પ્રકારના ભાવ આવી રહ્યા છે તો આમાં વધુ વિચારવાની જરૂર નથી. દિવસની શરૂઆત ચુંબનથી કરો, કામમાં વ્યસ્ત હોય તો પાસે જઈને માથા પર હાથ ફેરવો અને એક હલ્કુ ચુંબન આપો. શરૂઆતમાં કદાચ પ્રભાવ ન પડે પણ તમારા પતિને તમારા પ્રેમનો અહેસાસ થશે અને તેઓ પણ ચુંબનનો જવાબ ચુંબનથી આપતા થઈ જશે.

– રિલેક્સની સાથે મૂડ બનાવે મસાજ.

image source

તમારા પતિ મસાજ માટે ક્યારેય નહિ કહે. વર્ક ફ્રોમ હોમ કરતા-કરતા જ્યારે તેમનું શરીર આરામ માંગે ત્યારે તમે તેમને મસાજ કરી આપી શકો છો. તમે લાઈટ મ્યુઝીક લગાવીને તેમના ગળેં અને પીઠ પર હળવી માલિશ શરૂ કરો. તમે તેમને હેડ મસાજ પણ આપી શકો છો. તમે તેમની નજીક હોવાનો લાભ ઉઠાવી તેમને રિલેક્સ કરો. વચ્ચે-વચ્ચે નોટી હરકત કરીને તેમને ઉતેજીત કરી શકો છો.

– રોમાન્સનો ચાર્જ તમે સભાળો.

જો તમે એ રાહમાં રહો છો કે દર વખતે તેઓ શરૂઆત કરે તો એ યોગ્ય નથી. ક્યારેક-ક્યારેક તમારે પણ પહેલ કરવા અંગે વિચારવું જોઈએ. જો તમે તેમને રોમાન્સનો સંકેત આપશો તો તે ઈચ્છીને પણ ના નહિ પાડે. તમારા પ્રયાસ જોઈને તેઓ તમારા પર ફિદા થઈ જશે.

– ડિનર સમયની ખાસ કરો પ્લાનિંગ

image source

લૉકડાઉનને કારણે ક્યાંય બહાર જવું શક્ય નથી. તો કેમ ન તમે ઘરે જ રોમેન્ટીક ડિનરની પ્લાનિંગ કરો. તમારી દરરોજના બોરિંગ જીવનમાં કઈંક નવિનતા આવી જશે. તમે પોતાની અને તમારા પતિની મનપસંદ ડિશ તૈયાર કરો. ડિનર સમયે તમે પણ થોડા તૈયાર થાઓ. ખાવાના ટેબલને પોતાની રીતે સજાવી લો. રેસ્ટોરાંમાં રોમાન્સ કરવા સમસ્યા આવી શકે પણ ઘરમાં તમને કોઈ મુશ્કેલી નહિં આવે.

– કડલિંગ કરો.

image source

ઘણા કપલ્સના કહેવા પ્રમાણે ઇંટિમેટ સંબંધમાં તેઓ કડલિંગ કરવાનું વધુ પસંદ કરે છે. તમે એકબીજાને ભેટી શકો છો. તેમની નજીક જઈને સુઈ શકો છો. થોડી-થોડી વાતો કરી શકો છો. આ તેમના મૂડને ચોક્કસથી ચાર્જ કરશે.

– રાત બનાવો ખાસ

image source

બની શકે કે ઘરમાં જ રહેવાને કારણે તમે તમારી સેક્સી લોન્જરી કબાટમાં કોઈ ખુણે સંભાળીને રાખી દીધી હોય. તમે માહોલની નજાકતાને સમજો અને રાતને હસીન બનાવવા માટે તમારા પતિની મનપસંદ લોન્જરી પહેરીને તેમને સરપ્રાઈઝ આપો. તમારી આ અદાઓ તેમને ઘાયલ કરી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત