બુમરાહે પત્નીના જન્મ દિવસ પર કંઈક આ રીતે વિશ કર્યું, તોફાની તેવર વાળા ફાસ્ટ બોલરનો રોમેન્ટિક અંદાજ

ભારતીય ક્રિકેટ ટીમ અને મુંબઈ ઇન્ડિયન્સના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ મેદાન પર જેટલા ઘાતક છે એ અંદાજો એમની બોલિંગ પરથી લગાવી શકાય છે. મેદાન પર પોતાના તોફાની તેવર દેખાડવા વાળા બુમરાહ પર્સનલ લાઇફમાં ખુબ જ રોમેન્ટિક છે. હા, બુમરાહ પોતાની પત્ની સંજના ગણેશન સાથે કઈને કઈ નવું પોસ્ટ કરતા રહે છે. હાલમાં જ બુમરાહે સંજનાના જન્મદિવસ પર એક ક્યૂટ વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે.

વાયરલ થયો બુમરાહ-સંજનાનો આ વિડીયો

image source

શુક્રવારે એટલે કે 6 મેના રોજ બુમરાહની પત્ની સંજનાએ પોતાનો 31મોં જન્મદિવસ ઉજવ્યો. આ વચ્ચે બુમરાહે પોતાની પત્નીને એક રોમેન્ટિક વિડીયો કોલ દ્વારા વિષ કર્યું. આ વિડીયોમાં બુમરાહ એક ફોટોગ્રાફટ બની સંજનાના ફોટો ક્લિક કરતો દેખાયો. આ વિડીયો કેપ્શનમાં લખ્યું- ‘મારી પ્યારી પત્નીને જન્મદિસવની ખુબ શુભેચ્છા! તું હંમેશા જીવનમાં બધું જ ડિઝર્સ કરે છે કારણ કે તું મારી સાથે થયેલી જીવનની સૌથી સારી વસ્તુ છે.’

 

View this post on Instagram

 

A post shared by jasprit bumrah (@jaspritb1)

બુમરાહ અને સંજનાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. બુમરાહના આ વીડિયોને લાખો લોકોએ થોડી જ વારમાં લાઈક કર્યો છે. આ સિવાય કોમેન્ટ સેક્શનમાં ઘણા લોકો સંજનાને તેના જન્મદિવસની શુભેચ્છા આપતા જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે આ કપલે ગયા વર્ષે માર્ચમાં લગ્ન કર્યા હતા. બુમરાહ IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી રહ્યો છે જ્યારે સંજના આ લીગમાં એન્કર છે.