મોં અને જીભમાં પડતા ચાંદાને દૂર કરવા આ ઘરેલુ ઉપાયો છે એકદમ બેસ્ટ, અપનાવો તમે પણ

મોની અંદર પડતી આ ચાંદીને દૂર કરવા માટે લોકો વિવિધ પ્રકારની દવા અને વિટામિનની ગોળીઓ ખાતા હોય છે પરંતુ વધુ પડતી આવી ગોળીઓનું સેવન આગળ જતા નુકસાનકારક સાબિત થઇ શકે છે. સામાન્ય રીતે ચાંદી મોંમાં જીભ માં હોઠમાં પેઢામાં કે ગળામાં કોઈ પણ જગ્યાએ પડી શકે છે. ઘણા લોકો એવા હોય છે કે જેના મોમાં વારેવારે ચાંદી પડતી હોય છે. ઘણા લોકોને શરીરની ગરમી ખુબ જ હોય છે જેના કારણે એમને મો માં ચાંદી પડે છે એટલે કે જીભ પર ચાંદી પડે છે

image source

જેથી ઘણા લોકોથી જમવાનું પણ ખવાતું નથી. મોં નાં ચાંદાની સમસ્યા આપણને સામાન્ય રીતે નાની હોય છે, પણ એ એટલી જ વધારે દુઃખદાયી હોય છે અને એનો અનુભવ લગભગ આપણને બધાને થઇ ચુક્યો છે. ઘણીવાર તીખું અને સુકું ભોજન કરવાથી શરીરમાં ગરમી થઇ જાય છે અથવા કબજિયાતની સમસ્યાના કારણે પણ આ સમસ્યા થઇ શકે છે.કબજિયાત રહેતો હોય તો પહેલા કબજિયાતનો ઈલાજ કરવો ખુબ જ જરૂરી છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ મોની અંદર પડતી આ ચાંદીને દૂર કરવા માટેના અમુક એવા ઘરેલુ ઉપાય જે તમારા માટે રામબાણ ઇલાજ સાબિત થશે.

મોમાં ચાંદી પડવાનું કારણ

કબજિયાત રહેવું

શરીરના હોર્મોન્સમાં બદલાવ

પેટમાં એસિડિટી થવી

શરીરમાં વિટામીન અને આયર્નની ઉણપ થવી

કોઈપણ પ્રકારનો ઘાવ લાગો

શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટી

વધુ પડતું તેલવાળું અને મસાલાવાળું ખાવાનું

ઓછું પાણી પીવું

આમ તો આ ઘરેલુ નુસ્ખાઓ દ્વારા ચાંદીનો ઈલાજ કરવામાં આવે તો તેના કારણે તમારે કોઇપણ પ્રકારની એલોપથી દવા ખાવાની જરૂર પડતી નથી અને તમે ઘરે બેઠા આસાનીથી તમારી ચાંદીની સમસ્યાને કરી શકો છો દૂર.

મઘ

image source

મધની અંદર એન્ટીમાઇક્રોબિયલ ગુણ હોય છે જે કોઈપણ જગ્યાએ કામ લાગ્યો હોય તો તેને તરત જ ભરી દે છે અને આથી જ જો ચાંદી ની જગ્યાએ મધને લગાડવામાં આવે તો ત્યાં તો ચાંદુ નરમ બને છે અને ત્યાં થતો દુ:ખાવો દૂર થઇ જાય છે.

ટૂથપેસ્ટ

જો ચાંદીની અંદર ખૂબ જ અસહ્ય દુ:ખાવો થતો હોય અને તેના ઈન્ફેક્શનથી બચવું હોય તો ટૂથપેસ્ટ પણ એક સારી વસ્તુ માનવામાં આવે છે. આંગળીની અંદર થોડી ટૂથપેસ્ટ લઈ જે જગ્યાએ ચાંદી પડી હોય તે જગ્યાએ થોડી વખત લગાવી રાખવાથી ચાંદીમા થતા દુખાવામાં રાહત મળે છે.

હરડે

image source

નાની હરડે હોય તેને જીણું પીસીને ચાંદી પડી હોય એના પર લગાવવાથી મોં અને જીભના ચાંદાથી છુટકારો મળે છે. ગમે એવી ચાંદી પડી હોય પણ એ કોઈ પણ દવાથી સારા નથી થતી, તો આ ઔષધી લગાવવાથી ચોક્કસ સારું થઇ જશે અને એ સમસ્યામાંથી તમને છુટકારો મળશે.

તુલસી

image source

ચાર પાંચ પાંદડા દરરોજ સવાર-સાંજ ચાવવાથી પણ ચાંદીમાં ફાયદો મળે છે આ તુલસી ચાવીને પછી એની ઉપર બે ઘુંટડા પાણી પીવું જોઈએ જેનાથી મો માં આવતી દુર્ગંધ દૂર થાય છે અને ચાંદીમાંથી છુટકારો મળે છે.

ટામેટા

image source

તે ખુબ જ ઠંડી તાસીરના ગણાય છે. એટલે ટમેટાના રસમાં તાજું પાણી મિક્ષ કરીને કોગળા કરવાથી મોં, હોઠ અને જીભનાં ચાંદા દૂર થઇ જાય છે. અને જેને વારંવાર મોં માં ચાંદી પડે છે એમણે ટમેટા વધારે ખાવા જોઈએ.

નારિયળનું તેલ

image source

જેના ચાંદા બિલકુલ સારા ન થતા હોય તે સવારે ખાલી પેટ અને રાત્રે ઊંઘતા સમયે મોંમાં નારિયળનું તેલ ૨ ચમચી નાખીને તેને મોમાં ફેરવતું રહેવું, એટલે કે આને ગળવાનું નથી. આવું ૧૦ મિનિટ સુધી કરવાનું છે, આવું કરવાથી ફક્ત ૨ થી ૩ દિવસમાં જ ચાંદા બિલકુલ સારા થઇ જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત