વાળમાં ચમક લાવવાની સાથે આ કામમાં પણ ઉપયોગી છે કોફી, નહીં જાણતા હોવ આ ઉપાય

 

કોફીનો ઉપયોગ આપણામાંના ઘણા મૂડ ફ્રેશ કરવા માટે કે રીલેક્સ થવા માટે કરીએ છીએ. આજે અમે આપને ઘરમાં પડી રહેલી કોફીના એવા યૂઝ જણાવી રહ્યા છીએ કે જેની મદદથી તમે અન્ય અનેક કામ પણ સરળતાથી કરી શકો છો. આ સરળ ટિપ્સ તમારા અનેક કામને સરળતાથી કરે છે અને સાથે તમારો અને ઘરનો લૂક પણ વધારે છે.

image source

જાણો કોફી કે કોફી બીન્સના શું છે ખાસ ઉપયોગ…

ગાજરની વાવણી કરતી સમયે બીજ વાવતા પહેલાં કોફીના બીન્સ નાંખી દો. તેનાથી ગાજરનું ઉત્પાદન વધશે.

image source

કોફીની સાથે નારંગીના છોતરાં રાખશો તો બિલાડી આવશે નહીં. તમે ઇચ્છો તો ગાર્ડનમાં આ ઉપાય ટ્રાય કરી શકો છો.

કોફીની સ્મેલથી કીડીઓ દૂર ભાગે છે. જો તમે કીડીઓના દર પાસે કોફી નાંખો છો તો તે કારગર નીવડે છે.

image source

કોફી ખાતરનું પણ કામ કરે છે. તે માટીની ઉત્પાદન ક્ષમતા વધારે છે. તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, કોપર અને ફોસ્ફરસનું પ્રમાણ વધારે રહે છે.

વાસણમાં લસણના ડાઘ કે ઇંડાના ડાઘ લાગ્યા હોય તો તેને કોફી પાવડર છાંટીને સાફ કરો. આ સિવાય ગંદા વાસણ પણ જલ્દી સાફ થશે.

image source

કારની દુર્ગંધ દૂર કરવા તેમાં કોફી બીન્સનો ભૂકો કરીને એક ઓપન કન્ટેનરમાં રાખો. થોડીવારમાં તે બેડ સ્મેલ શોષી લેશે.

ઇયરબર્ડને પાણીવાળા કોફી પાવડરમાં મિક્સ કરો. તેને ફર્નિચર પર સ્ક્રેચ પડ્યા હોય ત્યાં લગાવો. સ્ક્રેચ દેખાશે નહીં.

image source

વાળમાં ચમક લાવવા કોફીનું પાણી કરો. પાંચ મિનિટ ઉકાળો અને ઠંડુ પડવા દો. તેને ધોયેલા વાળ પર 20 મિનિટ લગાવો. શાઇનિંગ આવશે અને કલર પણ દેખાશે.

image source

જો તમે ઘરે જ આ રીતે કોફીનો ઉપયોગ કરી લો છો તો તમારા અનેક કામ સરળ બને છે અને સાથે જ ઓછા સમયમાં પૂરા થઈ શકે છે. 10 રૂપિયાનું કોફીનું પેકેટ તમને અનેક કામમાં મદદ કરી શકે છે. સુંદરતા, સફાઈ અને ખેતરના કામમાં પણ આ કોફીના ખાસ અને કમાલના ઉપયોગ છે. આ અગાઉ તમે ક્યારેય આ ઉપાયો ટ્રાય નહીં કર્યા હોય. તો આજથી જ જાણીને કરી લો આ ઉપાયની શરૂઆત. પરિણામ જાણીને ચોંકી જશો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત