હવેે ભૂલથી પણ ના ફેંકી દેતા ડુંગળીના છોતરા, આ રીતે કરો ઉપયોગ અને મેળવો અધધધ..ફાયદાઓ

ઉનાળાની ઋતુમાં ડુંગળીનું સેવન ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.તમારા શાકભાજીમાં ડુંગળી ભેળવવામાં આવે,તો તમારું શાક ખુબ જ સ્વાદિષ્ટ બની જાય છે.હંમેશા બધા લોકો એવું જ કરતા હોય છે કે ડુંગળી ખાય છે પણ તેની છાલને ફેંકી દે છે.તમે કદાચ નહીં જાણતા હોવ,પરંતુ ડુંગળીની છાલની મદદથી તમે તમારી ઘણી સમસ્યાઓથી સરળતાથી મુક્તિ મેળવી શકો છો.તો ચાલો અમે તમને જણાવીએ ડુંગળીની છાલના ફાયદાઓ વિશે.

image source

ડુંગળીની છાલ તમારા શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરે છે.આ માટે ડુંગળીની છાલને આખી રાત પાણીમાં પલાળી રાખો અને સવારે તે પાણી પીવો.જો તમે ઇચ્છો,તો તમે આ પાણી મધ અથવા ખાંડ મિક્સ કરીને પી શકો છો.જો તમે રોજ તેનું સેવન કરો છો,તો પછી થોડા દિવસોમાં તમને ફરક જોવા મળશે.

image source

ડુંગળીની છાલ તમારા વાળ માટે પણ ફાયદાકારક છે.જો તમે ઇચ્છો છો કે તમારા વાળ નરમ અને ચમકદાર થાય તો તમે ડુંગળીની છાલના પાણીનો ઉપયોગ તમારા વાળ પર કરી શકો છો.આ માટે તમારે પહેલા ડુંગળીવાળા પાણીથી વાળ ધોવા અને ત્યારબાદ સાફ પાણીથી વાળ સાફ કરી લો.

image source

ડુંગળીની છાલ ગળા માટે પણ ખૂબ સારી માનવામાં આવે છે.જો તમને ગળામાં દુખાવો થાય છે,તો તમે ગરમ પાણીમાં ડુંગળીની છાલ ઉકાળીને તેનો ઉપયોગ કરી શકો છો.ગળાની સમસ્યા માટે આ અનોખી ડુંગળી ચા ખૂબ ફાયદાકારક રહેશે.

image source

જો તમારી ત્વચાને કોઈ પણ વસ્તુથી એલર્જી હોય,તો પછી તમે ઉપર જણાવેલ પદ્ધતિની મદદથી ડુંગળીની છાલનું પાણી બનાવી શકો છો હવે આ પાણીથી દરરોજ તમારી ત્વચા સાફ કરો.આ ઉપાયથી તમારા ચેહરાની બધી તકલીફો દૂર થશે.

image source

ચેહરા પરની ફોલ્લીઓ અને ચેહરા પર થતા ડાઘથી છુટકારો મેળવવા માટે,તમારે ડુંગળીના પાણીમાં હળદર મિક્સ કરો અને તેને ડાઘવાળા વિસ્તારમાં લગાવો.ટૂંક સમયમાં જ તમે તફાવત જોશો.

image source

જો તમને કોઈ જીવ-જંતુ કરડી ગયું છે અને તે જગ્યા પર ફોલ્લો અથવા તો લાલ ડાઘ થઈ ગયા છે,તો તેને દૂર કરવા માટે તમે તે વિસ્તાર પર ડુંગળીની છાલનું પાણી લગાવો અને થોડા સમય માટે તે પાણી રહેવા દો.ત્યારબાદ એ પાણીથી માલિશ કરો,થોડા સમયમાં જ ફાયદો થવાનું શરૂ થશે.હવેથી,જ્યારે પણ તમને કોઈ જંતુ કાર્ડ ત્યારે જરૂરથી આ ઉપાય અજમાવો.તમને રાહત મળશે.

તો તમે જોયું,ડુંગળીની છાલથી પણ ઘણા ફાયદા છે.તેથી,આગલી વખતે જ્યારે પણ તમે ડુંગળીનો ઉપયોગ કરો છો,ત્યારે તેની છાલને ફેંકો નહીં,પણ તેની છાલ રાખો.આ તમને ઘણી સમસ્યાઓથી રાહત આપી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત