કાનમાં થતા દુખાવાથી લઇને આટલી બધી સમસ્યાઓને છૂ કરી દે છે તલ અને લવિંગનો આ નુસખો, જાણો બીજા ફાયદાઓ પણ

લોકો ઘણા કારણોસર તલ અને લવિંગતેલ નો ઉપયોગ કરે છે.આ મીશ્રણનો ઉપયોગ માલીશ કરવા, સાંધાનો દુખાવો અને મો સાફ કરવા માટે થાય છે. તલનાં બીજ માંથી તલનું તેલ બનવાવામાં આવે છે. તલનો ઉપયોગ ઔષધી બનવવામાં થાય છે. આ ઉપરાંત ચેહરાની ચમક માટે પણ તલનો ઉપયોગ કરવામાં આવે છે, રસોઈમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.તલ અને લવિંગના તેલનો નુસ્ખો આપણને વારસામાં મળ્યો છે. જો કે તલ અને લવિંગની જોડી એટલી અસરકારક છે કે આ કેટલીય બધી શારીરિક સમસ્યાઓનો ઉપચાર કરવામાં સક્ષમ છે. તલના તેલને તલના બીજમાંથી બનાવવામાં આવે છે જે ખૂબ જ ગુણકારી હોય છે. લવિંગ તો દરેક ભારતીય રસોડામાં ઉપલબ્ધ હોય જ છે. બંનેને તેલની સાથે ઉપયોગ કરવાથી કેટલીય બધી સમસ્યાઓથી રાહત મળે છે. જાણો, તલ અને લવિંગના તેલના ઉપયોગથી કઇ શારીરિક સમસ્યાઓથી છૂટકારો મળે છે.

દાંતના દુખાવામાં રાહત

image source

જો તમને ક્યારેય દાંતમાં દુખાવો થાય છે ત્યારે તલ અને લવિંગના તેલનો ઉપયોગ કરો. તલના તેલ અને લવિંગમાં એવા પ્રાકૃતિક ગુણ હોય છે જે દુખાવાને અંદરથી દૂર કરે છે. દુખાવો થવા પર તલના તેલને મોંઢામાં નાંખો અને તેનાથી કોગળા કરો. જો તમે તેલનો ઉપયોગ નથી કરવા માંગતા તો દાંતમાં થોડાક સમય માટે લવિંગને પણ રાખી શકો છો.

સંક્રમણથી દૂર રાખે

image source

જો ત્વચા પર ક્યાંય પણ કપાઇ જાય, ફાટી જાય અથવા છોલાઇ જાય તો તલના તેલને લવિંગના તેલની સાથે મિક્સ કરીને તે ફાટેલી કે ચીરા પડેલી ત્વચાએ લગાવી લો. કંઇ કરડવા અને સોજો આવ્યો હોય તે જગ્યા પર પણ તેનો ઉપયોગ કરી શકાય છે. આ વાતનું ધ્યાન રાખો કે જો તમને કોઇ એલર્જી છે અથવા ત્વચા ખૂબ જ નાજુક છે તો તમે લવિંગના તેલનો ઉપયોગ ન કરો. માત્ર તલના તેલનો ઉપયોગ કરો.

કરચલીઓ દૂર કરો

image source

જો ત્વચા પર કરચલીઓ થવા લાગે છે તો તલના તેલને લવિંગના તેલની સાથે મિક્સ કરીને ત્વચા પર લગાઓ. વધતી ઉંમરની સાથે પણ ઘણીવાર ચહેરા પર કરચલીઓ થવા લાગે છે અને ગર્ભાવસ્થા દરમિયાન પણ ચહેરા પર કરચલીઓ થવા લાગે છે. તેના ઉપચાર સ્વરૂપમાં તમે થોડુક તલનું તેલ લો અને તેમાં લીંબૂનાં રસના થોડાક ટીપાં નાંખો. આમ કરવાથી ખરાબ કોશિકાઓ સાફ થઇ જશે અને ત્વચા ચમકદાર થઇ જશે.

કાનના દુખાવાને દૂર કરો

image source

શિયાળામાં મોટાભાગે કાનમાં દુખાવો થવા લાગે છે. ઘણીવાર શરદી અને માથાના દુખાવામાં પણ કાનમાં દુખાવો શરૂ થવા લાગે છે. એવામાં તમે લવિંગનાં તેલનો ઉપયોગ કરો. દુખાવાને દૂર કરવા માટે 2 ચમચી તલનાં તેલમાં 3-4 ટીપાં લવિંગનું તેલ મિક્સ કરો અને તેને થોડુક ગરમ કરો. તેલને ખૂબ જ વધારે ગરમ ન કરીને ધીમે-ધીમે કાનમાં નાંખો અને કાનને સ્થિર જ રહેવા દો. ઉપરાંત ટાલ પડવાની સમસ્યા હોય તો તે પણ હલ થઇ શકે. લવિંગનું તેલ વાળને મજબુત બનાવે છે. અને વાળ ખરતા પણ અટકાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત