અપનાવો આ ઉપાયો, અને આંખના કાળા કુંડાળાને કરી દો દૂર અને ચહેરો કરી દો મસ્ત

આજે આપણે ઘરે એમનમ બેઠા હોઈએ છીએ તો પણ સેલ્ફી લેતા રહીએ છીએ. અનેક સેલ્ફી પાડ્યા બાદ તેમાંથી એકાદ જ ગમતી હોય છે. અને છેવટે ના ગમે ત્યારે લોકો ફિલ્ટર પણ યુઝ કરીને પોતાની જાતને સુંદર બતાવતા હોય છે. ચહેરાની મોટા ભાગની સુંદરતા તમારી આંખ પર નિર્ભર હોય છે. પણ જો આંખોની આસપાસ કાળા કુંડાળા હશે તો તમે ગમે તેટલા સુંદર હોવ કે પછી ગમે તેટલી તમારી સ્કીન સુંદર હોય તેમ છતાં તસ્વીર સારી નથી લાગતી. અને આપણી આંખના કાળા કુંડાળાને કોસતા રહીએ છે.

image source

આંખની આસપાસના કાળા કુંડાળા માત્ર સ્ત્રીઓને જ નહીં પણ પુરુષોને પણ સતાવતા રહેતા હોય છે, પણ સ્ત્રીઓની ત્વચા કોમળ અને નાજુક હોવાથી તેમના પર તેની અસર વધારે જોવા મળે છે. આંખની આસપાસના કાળા કુંડાળાથી તમે ગમે તેટલુ સુતા હોવ તો પણ તમે થાકેલા થાકેલા લાગતા હોવ છો, બીમાર લાગતા હોવ છો. અને તેના કારણે તમારા ચહેરાનું તેજ પણ જાણે ઓંસરી જાય છે અને જ્યારે પોતાની જાતને અરીસામાં કે તસ્વીરમાં જોવામાં આવે ત્યારે જાણે આત્મવિશ્વાસ પણ ઓછો થઈ જાય છે.

image source

આંખની આસપાસના કાળા કુંડાળા પાછળ ઘણા બધા કારણ હોઈ શકે છે, જેમ કે પુરતી ઉંઘ ન લેવી, કે પછી પૌષ્ટિક ખોરાક ન લેવો કે પછી કોઈક પ્રકારની બિમારી હોવી, માનસિક તાણમાં પણ આંખ આસપાસ કાળા કુંડાળા પડી જતા હોય છે.
સ્ત્રીઓ પોતાની આંખની આસપાસના કાળા કુંડાળાને દૂર કરવા માટે વિવિધ ઉપાયો અજમાવતી રહે છે. જેમ કે મેકઅપ દ્વારા, કે પછી ડાર્ક સર્કલ ક્રીમ દ્વારા કે અન્ય કોઈ રીતે. પણ ડાર્ક સર્કલને તમે ઘમાં જ હાજર વસ્તુથી થોડા જ સમયમાં દૂર કરી શકો છો. અને આ ઉપાય નથી તો તમારી ત્વચાને નુકસાન કરતા કે નથી તો તમારા ખીસ્સા પર ભારે પડતા. તો ચાલો અમે તમને બતાવીએ આ ઉપાય વિષે.

ડાર્ક સર્કલ પાછળ આ કારણો જવાબદાર હોઈ શકે છે

image source

ઉપર જણાવ્યું તે પ્રમાણે અપરુતી ઉંઘ, વધારે પડતું રડ્યા કરવું, કે ફછી કમ્પ્યુટર ક લેપટોપ કે પછી ટીવી કે પછી મોબાઈલ સ્ક્રીન સામે વધારે સમય પસાર કરવાથી, પાણીનું ઓછું સેવન કરવાંથી, સ્વસ્થ ખોરાકનો અભાવ હોવાથી, કે પછી કોઈ માનસિક સ્ટ્રેસ કે પછી કોઈ શારીરિક બિમારીના કારણે આંખની આસપાસ ડાર્ક સર્કલ પડી શકે છે. તો ચાલો જાણીએ તેને દૂર કરવાના ઉપાયો વિષે.

કાકડી

image source

આ પ્રયોગ સામાન્ય રીતે બ્યુટીપાર્લરમાં કરવામાં આવતો હોય છે પણ તમે ઘરે પણ આ અત્યંત સરળ ઉપાય કરી શકો છો. કાકડી એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપુર હોય છે. તે તમારી આંખોને ઠંડક આપે છે. તમારે કાકડીની સ્લાઇસ કાપીને તમારી આંખો પર મુકવાની છે આ સિવાય તમે કાકડીના રસથી તમારી આંખ આસપાસના કાળા કુંડાળા પર માલિશ પણ કરી શકો છો.

મધનો પ્રયોગ

image source

ઉપર જણાવ્યું તેમ તમે કાકડીના રસનો પ્રયોગ પણ કરી શકો છો અને તેમાં મધ ઉમેરીને તેનો પ્રયોગ પણ કરી શકો છો. તેના માટે તમારે એક ચમચી કાકડીનો રસ, એક ચમચી મધ અને એક-2 ટીપાં બદામનું તેલ લેવું. હવે તેમાં તમારે બટાટાના રસને પણ મિક્સ કરવો. હવે જે પેસ્ટ તૈયાર થાય તેને તમારે તમારા ડાર્ક સર્કલ પર લગાવવી અને તેને તેમજ જ 10-15 મિનિટ રાખી મુકવું. ત્યાર બાદ નોર્મલ પાણીથી આંખો ધી લેવી. આ પ્રયોગ તમારે અઠવાડિયામાં 2 વાર કરવો જોઈએ.

બદામનું તેલનો પ્રયોગ

image source

આ પ્રયોગ તમારે રાત્રે સૂતિ વખતે કરવાનો છે. તમારે તમારી આંગળીઓના ટેરવા પર બદામનું તેલ લેવું અને તેનાથી તમારી આંખો પર હળવા હાથે મસાજ કરવું. આમ કરવાથી તમારી આંખની આસપાસની ત્વચા ચુસ્ત બનશે. અને કરચલીઓ દૂર થશે. અને ડાર્ક સર્કલ પણ દૂર થશે.

ગુલાબજળ

image source

ગુલાબ જળ ત્વચા માટે અત્યંત ગુણકારી છે. તેનો તમે વિવિધ રીતે ઉપયોગ કરી શકો છો. તેને તમે ફેસપેકમાં પણ ઉમેરી શકો છો અને બીજી રીતે પણ યુઝ કરી શકો છો. તમે માત્ર ગુલાબજળના પ્રયોગથી પણ તમારી આંખની આસપાસના કાળા કુંડાળા દૂર કરી શકો છો. તેના માટે તમારે રૂને ગુલાબજળમાં પલાળી લેવું અને તેનું પોતું તમારી આંખ પર મુકવું જોઈએ. તેમ જ 5-7 મિનિટ રાખવાથી લાભ થાય છે. આ સિવાય તમારે ગુલાબજળમાં કાચુ દૂધ પણ ઉમેરવું જોઈએ તે પણ આંખની આસપાસના કાલા કુંડાળાને દૂર કરવામાં મદદ કરે છે. આ ઉપાયને નિયમિત અજમાવવાથી ડાર્ક સર્કલમાં લાભ થાય છે અને તમારી ત્વચા પણ ચમકદાર બને છે.

બટાટા – ટામેટાનો રસ

image source

ટામેટા અને બટાટા એવી વસ્તુ છે કે જે તમારા ઘરમાં અચૂક હોય જ છે. તેના માટે તમારે ટામેટાનો રસ કાઢી લેવો જોઈએ તેમાં થોડા ટીપાં લીંબુ નીચોવી દેવું જોઈએ ત્યાર બાદ તમારે તેને આંખની આસપાસની ત્વચા પર લગાવવું. તેનાથી તમે ત્વચા પર મસાજ પણ કરી શકો છો. તે તમારી ત્વચાને નરમ તેમજ તાજી બનાવે છે. આ જ પ્રયોગ તમે બટાટાના રસ સાથે પણ કરી શકો છો. અહીં તમારે બટાટાનો રસ કાઢવાનો છે અને તેમાં લીંબુના રસના થોડાં ટીપાં ઉમેરવાના છે. તેને તમારે તમારા ડાર્ક સર્કલ પર લગાવી લેવું. તેનાથી તમારી આંખ આસપાસની ડાર્કનેસ દૂર થઈ જશે.

ટી બેગનો પ્રયોગ

image source

ટી બેગનો ઉપોયગ પણ તમે આંખની આસપાસના કાળા કુંડાળા દૂર કરવા માટે કરી શકો છો. ચામાં એક પ્રકારનું કેફીન હોય છે, જે તમારી આંખોની આસપાસની ચામડીમાં ચમક વધારવામાં મદદ કરે છે. આ ઉપરાંત ટીબેગમાં રહેલી ત્વચા તમારી ત્વચાની પેશીઓને પણ સ્વસ્થ બનાવે છે. તેમજ તમારી આંખ આસપાસની બળતરા પણ દૂર કરે છે. તેના માટે તમારે નવી ટી બેગનો ઉપયોગ કરવાની કોઈ જરૂર નથી તમે વપરાયેલી ટી બેગ પણ વાપરી શકો છો. આવી 2 ટી બેગ લઈ તમારે તેને 15 મિનિટ માટે ફ્રિજમાં મુકી દેવી. 15 મિનિટ બાદ તે ટી બેગને તમારી આંખો ઉપર 10-12 મિનિટ સુધી રાખવી ત્યાર બાદ તમારી આંખોને ઠંડા પાણી વડે ધોઈ લેવી.

ફુદીનો

image source

ફુદીનો શરીરને વિવિધ રીતે લાભ પોહંચાડી શકે છે. તમારા ડાર્ક સર્કલને દૂર કરવમાં પણ ફુદીનો મદદ કરે છે. ફુદીનામાં વિટામીન સી રહેલું હોય છે જે તમારી આંખ નીચેની ત્વચાને ચમકદાર બનાવે છે. તેના માટે તમારે 10-12 ફુદીનાના પાન લેવાના છે તેને વાટી નાખવાના છે. હવે તેની પેસ્ટને તમારે તમારી આંખ આસપાસ 10-15 મિનિટ લગાવી લેવું. ત્યાર બાદ તેને ઠંડા પાણીએ ધોઈ લેવું. તમારી ડાર્ક સર્કલની સમસ્યા દૂર થઈ જશે.

ડાર્કસર્કલ દૂર કરવાની અન્ય ટીપ્સ

આપણા શરીરના આંતરિક ભાગો તેમજ બાહ્ય ભાગ એવી ત્વચા માટે શરીરમાં પુરતું પાણી જાય તે અત્યંત જરૂરી છે. યોગ્ય પ્રમાણમાં શરીરમાં પાણી જશે તો તેનાથી તમારી ત્વાચામાંનો ભેજ બનેલો રહેશે. અને ત્વચાને લગતી ઘણીબધી સમસ્યા પાણી દૂર કરે છે. જેમાં તમારી આંખની આસપાસના કાળા કુંડાળાનો પણ સમાવેશ થાય છે.

કાચુ દૂધ તમારી આ સમસ્યાને દૂર કરવામાં તમારી મદદ કરી શકે છે. તેના માટે તમારે ફ્રીઝમાંનુ ઠંડુ દૂધ લેવાનું છે. અને તેમાં રૂને ડીપ કરીને તે રૂથી તમારી આંખ આસપાસના કાળા કુંડાળા પર તેને લગાવવું.
જો તમે નિયમિત મેકઅપ લગાવતા હોવ તો સુતા પહેલાં તમારા ચહેરાને સ્વચ્છ કરવાનું ક્યારેય ન ભુલવું જોઈએ. હંમેશા સારી બ્રાન્ડનો ક્વોલિટિવાળો મેકઅપ જ યુઝ કરવો જોઈએ. આંખની આસપાસના મેકઅપને યોગ્ય રીતે દૂર કરવો જોઈએ. અને ત્યાર બાદ આંખને ચોખા પાણીથી ત્રણ-ચાર વાર ધોઈ લેવી જોઈએ.

image source

હેલ્ધી ખોરાક, યોગ્ય પ્રમાણમાં ડેરી પ્રોડક્ટ, યોગ્ય પ્રમાણમાં લીલા-શાકભાજી, યોગ્ય પ્રમાણમાં કઠોળ આ બધું જ તમારી ત્વચાને સ્વસ્થ બનાવવામાં તેમજ તમારી આંખની આસપાસના કાળા કુંડાળાને દૂર કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત આંખની આસપાસની ત્વચા ખૂબ જ પાતળી હોય છે માટે તેને સૂર્યના તાપથી પણ બચાવવી જોઈએ.

જો તમને મદ્યપાન કે ધૂમ્રપાનની ટેવ હોય તો તેની અસર તમારા આંતરિક અંગો પર થાય જ છે પણ તમારી ત્વચા પર પણ થાય છે. આ ઉપરાંત અવારનવાર તીખુ તળેલુ ખાવું, અનિયમિત સમયે ખાવું, વધારે પડતું ખાવું આ પ્રકારની જીવનશૈલી તમારા શરીરને જરૂર કરતાં વહેલું વૃદ્ધ બનાવે છે. માટે તમારે તમારા શરીરનું ધ્યાન રાખવું જોઈએ.

image source

તમારી ત્વચા સ્વસ્થ રહે તમારા ચહેરા પર ઉંમરની અસર ઓછી થાય તેમજ તમારી આંખની આસપાસના કાળા કુંડાળા દૂર થાય અને તમારો ચહેરો હંમેશા તાજો રહે તે માટે જરૂરી છે કે તમે યોગ્ય ઉંઘ લો, તેમજ બને તેટલો ઓછી માનસિક તાણ લો. જેના માટે તમે કેટલો સામાન્ય વ્યાયામ પણ કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,