જાણો આ ઉપાય વિશે, જે ચમકાવે છે ચાંદીના વાસણ, અને સાથે દૂર કરે છે કપડામાંથી આવતી વાસને દૂર પણ

બાળપણમાં દરેક વ્યક્તિએ શાળામાં રંગીન કે સાદા ચોકથી રમવાની મજા માણી જ હશે. હજુ પણ ક્યારેક તમે તમારા બાળકોને ચોકથી રમતા જોતાં હશો. પણ શું તમે એ જાણો છો કે આ ચોક ફક્ત બોર્ડ પર લખવાનું કામ કરે છે એવું નથી. ઘરના કેટલાક એવા મુશ્કેલ કામ હોય છે જેને તમે ચોકની મદદથી સરળતાથી કરી શકો છો. તમે બોર્ડ પર ચૉકથી લખવાની મજા તો લીધી હશે અને આજે કદાચ તમારા બાળકો રમવામાં અનેક વાર ચૉકનો ઉપયોગ પણ કરતાં જ હશે. બોર્ડ પર લખવા સિવાય ચૉકથી ઘરના અન્ય કયા કામને સરળ બનાવી શકાય છે.

image source

ચૉકની મદદથી તમે ઓછી મહેનતે કેટલાક મુશ્કેલ કામ જેમકે કપડાંના ડાઘ, બૅડ સ્મેલ કે પછી ચાંદીના વાસણો ચમકાવવા જેવા કામ પણ ચપટીમાં કરી શકો છો. ઘરમાં બાળકો, વડીલો તથા ઓફિસ પર જતાં પતિના કપડાં મેલા થવા તે સામાન્ય બાબત છે. સ્કૂલે જતા બાળકોના કપડાં પણ વધારે ગંદા થઇ જતા હોય છે. જેને સાફ કરવા મુશ્કેલ હોય છે. પરંતુ ઘણી વખત તો એવા જીદ્દી ડાઘ હોય છે, જે સામાન્ય કપડાં ધોવાના સાબુથી સાફ થતા નથી. તો આ પ્રકારના જીદ્દી ડાઘને સાફ કરવા માટેની સરળ રીત વિશે વાત કરીએ. ચાંદીના વાસણ ચમકાવવા હોય, કપડાંના ડાઘ દૂર કરવા હોય, ટૂલ બોક્સના સાધનો સારા રાખવા હોય કે પછી કપડાંની સ્મેલ દૂર કરવી હોય, કીડીઓ ભગાડવી હોય તો આ સાદો ચોક તમારી મદદ કરી શકે છે. જાણો કઈ રીતે ચોકનો ઉપયોગ કરશો તો તમારા કામ સરળતાથી થઈ જશે.

કપડાંના ડાઘ હટશે

image source

શાહી, પરસેવો કે ગ્રીસના નિશાન ચૉક સરળતાથી સાફ કરે છે. ડાઘ પર ચૉકનો ભૂકો નાંખી રાતભર રહેવા દો અને પછી ધોઇ લો. ડાઘ નીકળી જશે.

ટૂલ બોક્સના સાધનો રાખશે સારા

image source

ટૂલ બોક્સના સાધનો વારંવાર ઉપયોગમાં ન લેવાય તો તેની પર કાટ લાગે છે. તેમાં ચૉક રાખી દો. તે કાટ લાગતાં રોકશે અને સાધનો ગમે ત્યારે સારા રહેશે.

કપડાંની બદબૂને કરશે દૂર

image source

તમે ધોવાના કપડાંને લોન્ડ્રી બેગમાં ભેગા કરો છો અને જો તેમાંથી દુંર્ગંધ આવે છે તો તમે તેની સાથે ચૉકની સ્ટીક્સ રાખો. તેનાથી કપડાંની સ્મેલ ઓછી થઇ જાય છે.

કીડીઓથી મળશે રાહત

image source

તમે કીડી અને કોક્રોચથી હેરાન છો તો તમે લક્ષ્મણ રેખા સિવાય સાદા ચૉકનો પ્રયોગ પણ કરી શકો છો. તેની એક લાઇન કરી દો. કીડીઓ આવતી બંધ થશે.

ફર્નિચરનું સેટિંગ

જ્યારે ફર્નિચરને એક જગ્યાએથી બીજી જગ્યાએ હટાવવું હોય ત્યારે નવી જગ્યાને ચૉકથી માર્ક કરી લો. જ્યારે સેટિંગ થઇ જાય ત્યારે તમે તે નિશાન ભીનાં કપડાંથી સાફ કરી લો.

ચાંદીના વાસણ ચમકશે

image source

ચાંદીના વાસણ થોડા સમય બાદ ચમક ખોઇ દે છે. તેની સાથે ચૉકના કેટલાક ટુકડા રાખો. તેની ચમક ખોવાશે નહીં. ચૉક ભેજ શોષે છે અને વાસણ સારા રાખે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,