આ ફેસ માસ્ક તમારી સ્કિનને બનાવે છે સુંવાળી, જાણો કેવી રીતે બનાવશો ઘરે

ફ્રુટ માસ્ક

ઉનાળામાં ચહેરાની રંગત થોડાક સમય તાપમાં રહ્યા પછી જ બદલાઈ જાય છે જે મેકઅપ સિવાય નેચરલ ગ્લોને કેવી રીતે જાળવી રાખવામાં આવે તે જાણવું ખુબ જરૂરી છે. જેના માટે આ બે ફ્રુટ માસ્ક બેસ્ટ છે.

IMAGE SOURCE

ઉનાળાની ઋતુમાં ગરમીના કારણે ચહેરાની ત્વચા બેજાન થઈ જાય છે. આવામાં આપ ફક્ત આપના ચહેરાને સ્કાર્ફ ઢાંકીને, માસ્ક લગાવીને અને ગ્લવ્સ પહેર્યા પછી પણ ત્વચાની ચમક ખોવાઈ જાય છે.

IMAGE SOURCE

કેટલીક વાર સનસ્ક્રીન લોશન પણ અસર નથી કરતા અને ભૂલથી પણ સનસ્ક્રીન લોશન લગાવ્યા વગર બહાર નીકળી ગયા છો તો સનબર્ન થવું નક્કી જ છે. ત્યાર પછી સનબર્નને દુર કરવા માટે અને સુંદરતા પાછી મેળવવા માટે આપણે પ્રકાર પ્રકારના ઉપાયો અજમાવીએ છીએ. તો આજે અમે આપને બે એવા ફ્રુટ માસ્ક વિષે જણાવીશું, જેની મદદથી આપની ત્વચાની સુંદરતાને આપ લાંબા સમય સુધી જાળવી રાખી શકો છો.

– દ્રાક્ષ માંથી બનેલ માસ્ક.:

IMAGE SOURCE

દ્રાક્ષ અને સફરજન આ બંને ફળ એવા છે જેમાં એંટીઓક્સિડન્ટ ભરપુર પ્રમાણમાં મળી આવે છે, જે આપની ત્વચાને ખુબસુરત બનાવવા માટે અને કસાવટ લાવવા માટે ઉપયોગી સાબિત થાય છે.

સામગ્રી :

એક કપ દ્રાક્ષ અને એક સફરજન.

વિધિ.:

IMAGE SOURCE

આપે બ્લેન્ડરમાં દ્રાક્ષ અને સફરજન બંને વસ્તુઓ નાખીને પીસી લેવા.

આપે ચહેરા અને ગરદન પર અંદાજીત અડધો કલાક સુધી લગાવીને રાખવું.

આ માસ્ક સુકાઈ ગયા પછી ચોખ્ખા પાણીની મદદથી ધોઈ લેવો.

આ માસ્કની વધારે સારી અસર મેળવવા માટે માસ્કને અઠવાડિયામાં ૨ થી ૪ વાર અપ્લાઈ કરો.

-કેરી માંથી બનેલ માસ્ક :

IMAGE SOURCE

કેરીમાં વિટામીન્સ, મિનરલ્સ અને ન્યુટ્રીશન ભરપુર પ્રમાણમાં મળી આવે છે, એટલા માટે કેરી આપની ત્વચાને નિખારવા માટે ઉપયોગી છે.

સામગ્રી :

એક કેરીનો રસ,

અડધી વાટકી મુલતાની માટી.

વિધિ :

IMAGE SOURCE

કેરીનો રસ અને મુલતાની માટી બંને સામગ્રીને એક સરખા પ્રમાણમાં ભેળવો. ત્યાર પછી આ પેસ્ટને આપે આપના ચહેરા પર લગાવવી.

અંદાજીત ૨૦ મિનીટ સુધી આ મિશ્રણને લગાવીને રહેવા દો. ત્યાર પછી ચોખ્ખા પાણીથી ધોઈ લેવો. આના વધારે સારા પરિણામ મેળવવા માટે આ માસ્કને અઠવાડિયામાં બે થી ત્રણ વાર લગાવી શકો છો.

IMAGE SOURCE

એક્સપર્ટ ટીપ્સ : બ્યુટી એક્સપર્ટનું માનવું છે કે, ‘આપે આપની ત્વચાને સુંદર બનાવવા માટે ત્વચા પર એવી વસ્તુઓનો ઉપયોગ કરવો વધારે લાભદાયક છે, જેનું સેવન કરી શકાય છે. ફળ એવા કુદરતી પદાર્થ હોય છે, જેમાં વિટામીન્સ, એંટીઓક્સિડન્ટ, મિનરલ્સ અને અન્ય પોષક તત્વો ભરપુર પ્રમાણમાં મળી આવે છે. એટલા માટે ત્વચાને ખુબસુરત બનાવવા માટે આપ ફળોના ફેસ માસ્કનો ઉપયોગ કરી શકો છો. પૈપયું અને કેળા પણ આપની સ્કીનને સોફ્ટ અને સુંદર બનાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,