જાણો કોરોના સમયે રસોઇ બનાવતી વખતે કઇ-કઇ બાબતોનુ રાખવુ જોઇએ ખાસ ધ્યાન

યોગ્ય રીતે હાથ ધોવાથી સૂક્ષ્મજંતુઓ અને અશુદ્ધિઓ સંપૂર્ણપણે સાફ થઈ જાય છે અને કોઈ રોગ થવાની સંભાવના ઓછી થઈ જાય છે.તમે હાથ ધોવા માટે કોઈપણ સાબુ અથવા પ્રવાહી હેન્ડવોશનો ઉપયોગ કરો અને બંને હથેળીને 20 સેકંડ સુધી ઘસીને સાફ કરો અને વ્યવસ્થિત પાણીથી ધોઈ લો.

IMAGE SOURCE

દેશમાં લોકડાઉન બાદ હવે અનલોક કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.કેટલાક લોકોની ઓફિસો ખુલી ગઈ છે,જ્યારે ઘણા લોકો હજી પણ ઘરેથી કામ કરી રહ્યા છે.આવા સમયે,ઘરમાં બેઠેલા લોકો રસોડામાં ઘણો સમય પસાર કરે છે.તેઓ નવી વાનગીઓમાં પણ હાથે બનાવી રહ્યા છે,જે ઘણા લોકો સામાન્ય રીતે નિયમિતપણે કરતા નથી. તેથી,રસોડામાં અને રસોઈ બનાવતી વખતે આપણે સંપૂર્ણ કાળજી લેવાની જરૂર છે.રસોડામાં આવી ઘણી વસ્તુઓ છે,જેનું ધ્યાન રાખવું જરૂરી છે.કોરોના વાયરસને રોકવા માટે સ્વચ્છતા ખુબ જ જરૂરી છે.

IMAGE SOURCE

ડોક્ટરોના જણાવ્યા મુજબ,હાથ ધોવાથી યોગ્ય રીતે જંતુઓ અને અશુદ્ધિઓ દૂર થાય છે અને તેથી રોગની સંભાવના ઓછી થાય છે.કોઈપણ સાબુ અથવા પ્રવાહી હેન્ડવોશનો ઉપયોગ કરો અને બંને હથેળીને 20 સેકંડ સુધી સાફ કરો.હાથ ગરમ અથવા ઠંડા પાણીથી ધોઈ શકાય છે.હાથ હંમેશા રાંધતા પહેલા અને પછી ધોવા જોઈએ.આખા કુટુંબના સ્વાસ્થ્ય અને સલામતી માટે નિયમિતપણે હાથ ધોવા જરૂરી છે.આખો પરિવાર ઘરમાં બનાવેલો ખોરાક ખાઈ છે,તેથી તેની તૈયારી કરતી વખતે સંપૂર્ણ સ્વચ્છતાની કાળજી લેવી જરૂરી છે,પરંતુ સૂક્ષ્મજંતુઓ,વાયરસ અને બેક્ટેરિયાથી સંપૂર્ણ સુરક્ષા માટે,હેન્ડવોશ પણ ચોક્કસ રીતે કરવું જોઈએ.આવા રોગચાળાના સમયમાં,દરેકને વધુ સાવચેત રહેવાની જરૂર છે.

આ રીતે કાળજી લઈ શકો છો

– રસોઈ બનાવતા પેહલા અને રસોઈ બનાવ્યા પછી ચોક્સપણે હાથ ધોઈ લો.

IMAGE SOURCE

– તમે જમવાનું શરૂ કરો તે પહેલાં હાથ ધોવા જરૂરી છે.

– જો ઘરમાં કોઈ વૃદ્ધ વ્યક્તિ હોય જેને ઝાડા-ઉલટી થાય છે,તો તેમની પાસે જતા પહેલા હાથ ધોઈ લો અને પછી તેનું કામ કરો.

IMAGE SOURCE

– નાક સાફ કર્યા પછી અથવા ઉધરસ સમયે હાથ આડો રાખ્યા પછી અથવા કચરો અને ડસ્ટબિનને સ્પર્શ કર્યા પછી હાથ ધોવા જરૂરી છે.

એકવાર હાથ ધોયા પછી,રસોડામાં રસોઇ બનાવતી વખતે સૌએ કેટલીક બાબતોનું ધ્યાન પણ રાખવું જોઈએ. રસોડામાં અને ખોરાકને વાયરસ અને બેક્ટેરિયાથી સંપૂર્ણ મુક્ત બનાવવા માટે કેટલીક બાબતો પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે.રસોઈ બનાવતી વખતે માસ્ક પહેરો.ખાસ કરીને જેમને ફ્લૂ થયો છે,તેઓને માસ્ક પેહ્રીને જ રસોઈ બનાવી જોઈએ.ભલે તેઓને કોરોના વાયરસ નથી પણ રસોઈ બનાવતી વખતે માસ્ક પહેરવાથી સુનિશ્ચિત થાય છે કે ખોરાકમાં પ્રવાહીના ટીપાં ના પડે,જેથી તે બાબતની ખાતરી રહે કે ઘરના બીજા વ્યક્તિઓ સુરક્ષિત રહે.

IMAGE SOURCE

ડોક્ટરોના કેહવા પ્રમાણે,નિવારણ માટે જરૂરી પગલા લેવામાં આવે ત્યાં સુધી ઘરે તાજી શાકભાજી કે ફળો ખરીદવામાં કોઈ સમસ્યા નથી,પણ આ શાકભાજીને સારી રીતે ધોવા જરૂરી છે અને તેને યોગ્ય બનાવવા પણ જરૂરી છે.

IMAGE SOURCE

તમે શાકભાજી અથવા દાળ બાફતા પહેલા તેને ગરમ પાણીમાં સારી રીતે ધોઈ લો.ઉપરાંત,શાકભાજી રાંધતા પહેલા ખાતરી કરો કે વપરાયેલી શાકભાજી તાજી છે અને ઓક્સિડાઇઝ્ડ નથી.શાકભાજી રાંધતા પહેલા વાસણને સારી રીતે ધોવા અને સાફ કરવા જરૂરી છે.

IMAGE SOURCE

તમારા શાક અથવા દળ બનાવતા સમયે મસાલા ઉમેરતા પહેલા હાથને સારી રીતે ધોઈ લો.રસોઈ બનાવતા પેહલા અથવા પછી વારંવાર તમારા હાથ ધોતા રહો.જો તમે કોઈ શાકભાજી કાપવા માટે ચોપિંગ બોર્ડનો ઉપયોગ કરી રહ્યા હોય,તો તેને સારી રીતે સાફ કરો.કોઈપણ શાકભાજી બનાવતા પહેલા અથવા કોઈપણ ફળ ખાતા પેહલા તેને ગરમ પાણીમાં સારી રીતે ધોઈ લો.આનાથી તેમનામાં રહેલા વાયરસ અને બેક્ટેરિયાનો નાશ થશે અને તમે પોતાને અને તમારા પરિવારને કોરોના વાયરસથી દૂર રાખી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,