ફૂલ છોડમાં પડેલી સફેદ જીવાતને દૂર કરવા આ ઉપાય છે ખૂબ અસરકારક, જાણો તમે પણ

ઘણા લોકોને ઘર આંગણે નાના ફૂલ છોડ વાવવાનો શોખ હોય છે અને તેઓ એના માટે સારી એવી મહેનત પણ કરતા હોય છે. આ ફૂલ છોડ ઘર આંગણાની શોભા વધારે છે એ સાચું, પણ જ્યારે આ ફૂલ છોડમાં જીવાત કે બગ પડી જાય તો તેનો વિકાસ બિલકુલ રૂંધાઇ જાય છે અને અમુક વખત તો છોડનો નાશ પણ થઈ જાય છે. ત્યારે આ જીવાત અને બગ ફૂલ છોડમાં ન આવે તેના સમયસર ઉપાયો કરવા જરૂરી છે.

સામાન્ય રીતે ઘરઘરાઉ ફૂલ છોડમાં મીણ જેવી દેખાતી અને સફેદ રંગ ધરાવતી જીવાત વધુ જોવા મળે છે જે છોડને નુકશાન કરે છે. આ બગનું મિલી બગ છે અને તે છોડના પાન, થડ અને ફુલમાં નુકશાન કરે છે. ત્યારે અમુક સાવચેતી રાખીએ તો આ મિલી બગને છોડ પર આવતા અટકાવી શકાય છે.

પાંદડાઓ અને થડને કરે છે નુકશાન

મિલી બગ નામની સફેદ જીવાત મુખ્ય રૂપે ગુડહલ જેવા છોડના પાન અને થડમાં લાગે છે. અને ટૂંક સમયમાં જ તેનો પ્રભાવ છોડના પાન પર જોવા મળે છે અને તે પીળા થવા લાગે છે અને ખરી પણ જાય છે. આ જીવાતને હટાવવા અમુક કારગર ઉપાયો પણ છે તે જોઈએ.

ફોર્સથી પાણીનો છંટકાવ કરવો

image source

આ ઉપાય કરતા પહેલા તમારા છોડને રાબેતા મુજબ પાણી આપો. મિલી બગને ભગવવાનો સસ્તો અને સરળ ઉપાય એ છે કે જ્યાં આ જીવાત હોય ત્યાં પાણીની ગતિ સાથે ધાર મારવી. તમે વોટર પંપ વડે પણ આ કામ કરી શકો છો. ઘણા અંશે આ ઉપાય કરવાથી મિલી બગ જે તે છોડને છોડી દે છે. છોડ પર પાણીની ધાર મારતા પહેલા એ ધ્યાન રાખવું કે એ ધાર છોડના કુમળાં ભાગ પાન, ફૂલ કે ડાળી પર ન પડે.

લીમડાના તેલનો ઉપયોગ

image osurce

જો છોડના થડ અને પાનમાં મિલી બગ લાગી ગઈ હોય તો આ માટે લીમડાના તેલનો ઉપયોગ કરી શકાય છે. આ માટે એક લીટર પાણીમાં અડધી ચમચી બેકિંગ સોડા, 1 ચમચી શેમ્પુ અને 2 થી 3 ટીપાં લીમડાનું તેલ નાખી તે મિશ્રણનું તમારા છોડ પર છંટકાવ કરો. આ સ્પ્રેનો ઉપયોગ દિવસમાં ઓછામાં ઓછો બે વખત કરો. થોડા દિવસોમાં જ મિલી બગથી છુટકારો મળી જશે. એ સિવાય જ્યારે પણ છોડ પર એક કે બે જીવાત પણ જોવા મળે તો તરત જ લીમડાના તેલનું આ સ્પ્રે છાંટવું.

સાબુના પાણીનો સ્પ્રે

image source

જો છોડમાં સફેદ જીવાત કે મિલી બગ લાગી જાય તો તેનો એક પ્રાકૃતિક ઉપાય સાબુનું પાણી પણ છે જે છોડને જીવાત મુક્ત કરવા ઉપયોગી છે. આ સ્પ્રે બનાવવા માટે એક સ્પ્રે બોટલમાં ચોથા ભાગનું પાણી નાખો અને તેમાં થોડો ડિટરજન્ટ પાવડર નાખી બરાબર મિક્ષ કરો. આ પાણી જે છોડમાં જીવાત લાગી હોય ત્યાં સ્પ્રે કરવું. સમયાંતરે 4 થી 5 વખત આ સ્પ્રેનો ઉપયોગ કરવાથી છોડને જીવાત મુક્ત કરી શકાય છે. જો કે ધ્યાન રાખવું કે આ સ્પ્રે છોડના બધા ભાગો પર સ્પ્રે કરવો અને તેના પાન તેમજ થડને પણ ભીનું કરવું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત