ઘરે બનાવો આ હેલ્ધી પીણાં અને કોરોના કાળમાં ખાસ પીવો, ઇમ્યુનિટી વધવાની સાથે-સાથે થશે અનેક ફાયદાઓ

મિત્રો, હાલ ગરમીની કાળઝાળ સીઝનની શરૂઆત થઇ ચુકી છે અને આ સમય દરમિયાન લોકો ગરમીને દૂર ભગાડવા માટે ઠંડુ પીવાનુ ખુબ જ વધારે પડતુ પસંદ કરતા હોય છે કારણકે, ગરમીની સમસ્યાના કારણે તેમને ગળુ સુકાવવા માટેની ફરિયાદ રહેતી હોય છે પરંતુ, આવા સમયે ફક્ત પાણી જ પીવુ જોઈએ તેવી માનસિકતા ના રાખવી.

image source

જ્યારે તમને તરસ લાગી હોય ત્યારે અથવા તો જ્યારે તમે બહાર ગયા હોવ અને ઘરે આવો ત્યારે તમારે જુદા-જુદા પ્રકારના પીણાનુ સેવન કરીને તરસની સાથે-સાથે તમારી એનર્જી પણ પાછી લાવવાની રહેશે. આજે આપણે આ લેખમા અમુક એવા પીણાઓ વિશે માહિતી મેળવીશુ કે, જે ઘરે ખુબ જ સરળતાથી મળી જાય છે અને તે શરીરમા ઉર્જા જાળવીને ગરમી સામે આપણને રક્ષણ પણ અપાવે છે.

આ સિવાય તે શરીરને લૂ ની સમસ્યા સામે રક્ષણ પણ આપે છે. આ દરેક પીણા આપણે ઘરે ખુબ જ સરળતાથી બનાવી પણ શકીએ છીએ. તો ચાલો જાણીએ કયા-કયા પીણાને ગરમીમા વિશેષ મહત્વ આપવુ જોઈએ. આ પીણાઓની યાદી નીચે મુજબ છે.

લીંબુ શરબત :

image source

લીંબુને પુરાતન કાળથી જ ભરપૂર ઉર્જાનો ખજાનો માનવામા આવે છે. તેમા પુષ્કળ માત્રામા વિટામીન-સી સમાવિષ્ટ છે, જે તમને આખા દિવસ દરમિયાન ઉર્જા જાળવી રાખવામા મદદ કરે છે. ગરમીના દિવસોમા આ શરબતનુ સેવન તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.

કેરીનુ શરબત :

image source

આ કાચી કેરીનુ શરબત પણ તમને લૂ ની સમસ્યા સામે રક્ષણ આપવા માટે ખુબ જ લાભકારક સાબિત થઇ શકે છે. તે ઘરે ખુબ જ સરળતાથી બની જાય છે. જો તમે કાચી કેરી , ખાંડ, જીરું અને નમક જેવી સામાન્ય સામગ્રીઓ મિક્સ કરીને તેનું શરબત બનાવીને તેનુ સેવન કરો તો તે પણ ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.

તરબૂચનુ શરબત :

image source

જો તમે તરબુચને મિક્સરમા ક્રશ કરીને તેને દૂધમા ઉમેરો અને આ પીણુ તૈયાર કરો તો તમને ગરમીની સમસ્યા સામે રક્ષણ મળી શકે છે. તે તમને પેટમા એક વિશેષ પ્રકારની ઠંડક આપે છે. આ સિવાય જો તમે એસીડીટીની સમસ્યાથી પીડાતા હોવ તો ગરમીની ઋતુમા આ શરબતનુ સેવન ખુબ જ ગુણકારી સાબિત થાય છે.

વરિયાળીનુ શરબત :

image source

જો તમે ગરમીની ઋતુમા આ શરબતનુ સેવન કરો તો તે તમને સારી એવી ઠંડક પહોંચાડી શકે છે. વરિયાળીનો વિશેષ ગુણ પેટમા ઠંડક લાવવાનો હોય છે. આ શરબત ખુબ જ ગુણકારી છે, તે તમને લૂ ની સમસ્યા સામે રક્ષણ આપે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત