એકવાર તમે પણ કરો આઈસ્ક્રીમ સિવાયની આ વસ્તુનુ સેવન, મળશે ગરમીની બધી જ સમસ્યાઓ સામે રાહત…

મિત્રો, ઉનાળાની કાળઝાળ ગરમીમા શરીરને ઠંડક આપવા અને સ્વસ્થ રાખવા માટે હેલ્થી વસ્તુઓનુ સેવન અત્યંત આવશ્યક છે. તો ચાલો આજે આપણે તેના વિશે માહિતી મેળવીએ. આ ગરમીની ઋતુમા હિટ સ્ટ્રોકની સમસ્યા એટલે કે લૂ લાગવી, ડિહાઇડ્રેશન, કમળો, સનબર્નની સમસ્યા, એસિડિટી અને અપચો, ફૂડ પોઇઝનિંગ, ટાઇફોઇડ એ સૌથી સામાન્ય બીમારી છે.

image soucre

આ સમસ્યાને ટાળવા માટે શરીર ઠંડુ રહે તે ખૂબ જ મહત્વપૂર્ણ અને અત્યંત આવશ્યક છે. આવી સ્થિતિમા લોકો ગરમીના દિવસોમા આઇસક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ, બરફવાળુ પાણી અને ગોલા વગેરે વસ્તુઓ ખાવાનુ વધારે પડતુ પસંદ કરતા હોય છે, તે તમારા શરીર માટે ખુબ જ જીવલેણ સાબિત થાય શકે છે. તો ચાલો જાણીએ આ ગરમીની ઋતુમા કઈ વસ્તુઓનુ સેવન કરવુ જોઈએ?

શિકંજી :

image source

લીંબુપાણી એ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભકારી સાબિત થઇ શકે છે. વળી આ ગરમીની ઋતુમા તેનુ સેવન આપણા સહ્રીર માટે પણ ખુબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે. તે આપણા શરીરમા પાણીની જરાપણ ઉણપ થવા દેતુ નથી. આ ઉપરાંત તે બીમારીઓ સામે પણ રક્ષણ કરે છે. જેથી આ ઋતુમા કોલ્ડ ડ્રિક્સ અને ગોલાની જગ્યાએ શિકંજી પીવાનુ ચાલુ રાખો.

કેરીનો બાફલો :

image source

ગરમીની ઋતુમા કેરીનો બાફલો એ આપણા માટે ખુબ જ ગુણકારી માનવામા આવે છે. આ કાચી કેરીમાંથી બનતો બાફલો એ લૂ અને હિટ સ્ટ્રોકની સમસ્યાથી તમને રક્ષણ આપે છે અને તમારા પાચનને પણ તંદુરસ્ત રાખે છે.

બીલીનુ શરબત :

image source

કાચી કેરીની માફક બીલી પણ ગરમીની ઋતુમા શ્રેષ્ઠ માનવામા આવે છે. તે લૂ ની સમસ્યા સામે રક્ષણ આપે છે. ગરમીની ઋતુમા તેનુ શરબત અનેકવિધ રીતે ફાયદો કરે છે. તે પેટ સાથે સંકળાયેલ તમામ સમસ્યાઓ સામે પણ રક્ષણ આપે છે.

છાશ :

image source

છાશનુ સેવન કરવાથી પણ તમને આ સમસ્યામા રાહત મળી શકે છે. કોઈપણ ઋતુ હોય બપોરે જમવા સાથે છાશ પીવી જ જોઈએ. તે આપણા શરીર માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે. નિયમિત એક ગ્લાસ છાશ પીવાથી પણ શરીરને ભરપૂર પ્રમાણમા ઉર્જા મળી રહે છે અને થાકની સમસ્યા પણ દૂર થાય છે.

તરબૂચનુ જ્યૂસ :

image source

તરબૂચ એ ગરમીની ઋતુનુ સૌથી શ્રેષ્ઠ ફળ છે કારણકે, તેમા ૯૩ ટકા જેટલુ પાણી સમાવિષ્ટ હોય છે. તે એક એવું ફળ છે કે, તમને ખાધા પછી તરસ લાગતી નથી અને શરીરમાં પાણીનો અભાવ નથી થતો. તે આપણા શરીરને અંદરથી ઠંડુ રાખે છે. જો તમે ઇચ્છો તો તમે તેને આ રીતે ખાઈ શકો છો અથવા તો તેનો જ્યૂસ પણ પી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત