ગરમીમાં સ્કિનની સમસ્યાઓથી બચવા અને ચહેરા પર ગ્લો લાવવા ખાઓ આ 5 વસ્તુઓ, ચહેરો ખીલી ઉઠશે

અત્યારે ઉનાળાની ઋતુ ચાલુ થઈ ગઈ છે. ત્યારે આ ગરમીને લીધે ઘણી સ્કીન પ્રોબ્લેમ પણ થવા લાગી છે. જેમ કે સનબર્ન, સ્કિન પર લાલ ચકામા થવા, ખંજવાળ, ખીલ, પરસેવાને કારણે અળાઈની સમસ્યાઓ વધી જાય છે. તો આજે આપણે આ લેખમાં આ સમસ્યાને દુર કરવા માટે શું કરવું જોઈએ તેના વિષે જાણીશું.

image source

સ્કિનને હેલ્ધી રાખવા માટે તમે એવા ઘણા બધા ઉપાયો કરતા જ હશો. જેમ કે ઘરેલૂ ઉપાયો, ઘરેલૂ પેસ્ટ અને નેચરલ ફેસપેક તેમાં સામેલ હશે. પણ માત્ર આ બધું કરી લેવું જ પૂરતું નથી. જો સ્કિનને હેલ્ધી અને ગોરી બનાવવા માંગતા હોય તો તમારે રોજિંદા આહારમાં કેટલાક ખાસ પ્રકારના ખોરાક પણ લેવા જરૂરી છે.

હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, એવામાં સ્કિનને હેલ્ધી અને ગ્લોઈંગ બનાવવા માટે જરૂરી છે કે તમે અહીં જણાવેલી કેટલીક વસ્તુઓનું સેવન કરો. જેનાથી તમારી ત્વચા સુંદર અને મુલાયમ બને છે અને ખીલની સમસ્યા પણ જડમુળથી દુર થાય છે.

દ્રાક્ષ :

image source

દ્રાક્ષ ખાવાથી તે તમારી સ્કિનને વધુ ગ્લોઈંગ બનાવે છે તેમજ ખીલની સમસ્યાને પણ દૂર કરે છે. તે ખીલના ડાઘા પણ દૂર કરે છે, અને તમારી સ્કિન ટોન એટલે કે રંગને પણ નિખારે છે. જેથી ઉનાળામાં રોજ થોડી દ્રાક્ષ ખાવી જોઈએ. તે આપણા શરીરને ઠંડક પણ આપે છે.

પપૈયું :

image source

જો તમને પપૈયું પસંદ ન હોય તો તમે તમારી સ્કિનને હેલ્ધી રાખનાર વસ્તુથી દૂર છો, કારણ કે તેમાં વિટામિન એ અને સી નું પ્રમાણ ભરપુર હોય છે, તે તમારી ડેડ સ્કિન દૂર કરવા માટે પણ સ્ક્રબનું કામ કરે છે. જો તમે દરરોજ તમારા ચહેરા પર પપૈયાથી મસાજ કરશો તો ચોક્કસથી વીસ દિવસમાં તમારા ચહેરાની રંગત બદલાઈ જશે. ઉનાળામાં સ્કિનને હેલ્ધી રાખવા માટે તમે પપૈયાનો પલ્પ પણ ફેસ પર લગાવી શકો છો.

સ્ટ્રોબેરી :

image source

સ્ટ્રોબેરીને તમારી સ્કિન માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે. તેમાં વિટામિન સી સારી માત્રામાં હોય છે, તે તમારી સ્કિનને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. અને ચહેરાને ફ્રેશ બનાવે છે, એટલે કે સ્કિનને જરૂરી એવું એન્ટિઓક્સિડેન્ટ તેમાંથી મળી રહે છે. જેથી ઉનાળામાં સ્ટ્રોબેરીનું સેવન કરવું ખુબ ફાયદાકારક છે.

કેળા :

image source

કેળામાં ફાઈબર, વિટામિન બી૧, વિટામીન બી૨ અને વિટામીન સીની માત્રા ભરપુર પ્રમાણમાં હોય છે. કેળા ચયાપચયની ક્રિયાને વધારે છે, તેને કારણે તમારી સ્કિન સંબંધિત સમસ્યા દૂર થાય છે તેમજ તે ખીલની સમસ્યા દૂર કરીને ત્વચાને ગ્લોઈંગ બનાવે છે. ઉનાળાની ઋતુમાં પણ રોજ એક કેળુ ખાવાનું રાખો.

કાકડી :

image source

સ્કિનને હેલ્ધી રાખવા માટે હાઈડ્રેટ રહેવું જરૂરી છે. એવામાં ઉનાળામાં વોટર કન્ટેન્ટ વધુ હોય એવી વસ્તુઓ વઘુ ખાવી જોઈએ. એવી જ એક વસ્તુ છે કાકડી. કાકડી ન્યૂટ્રિઅન્ટ્સથી ભરપૂર હોય છે. ઉનાળાની ઋતુમાં કાકડીનું સેવન નિયમિત કરવું જોઈએ.

તે ઉપરાંત અડધો કપ કાકડીની પેસ્ટમાં બે થી ત્રણ ચમચી દૂધ મિક્સ કરી તેની પેસ્ટ બનાવી લો. ત્યાર બાદ તેને ચહેરા પર લગાવી દો. તેને વીસ થી ત્રીસ મિનીટ સુધી રહેવા દો. ત્યારબાદ પાણી વડે ચહેરાને સાફ કરી લો. આ કરવાથી તમારી ત્વચા એકદમ ખીલી ઉઠે છે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત