અચાનક બહાર જવાનું થાય અને ચહેરા પર તરત જ ગ્લો જોઇએ તો કરો આ ઉપાય, મળશે જોરદાર રિઝલ્ટ

ભાગદોડ ભરેલી લાઇફ અને અનિયમત ખાનપાનથી ચહેરાની રંગત જાણે ઓછી થઇ જાય છે. જ્યારે યુવક હોય કે યુવતી દરેક લોકોને સુંદર ત્વચા જોઇએ છે. પરંતુ ધૂળ-માટી અને પ્રદુષણને લઇને ચહેરા પર ખીલ થઇ જાય છે. જેને હટાવવા અને ગોરી ત્વચા માટે બ્યુટી પ્રોડક્ટ્સ નો સહારો લે છે. તો આવો જોઇએ રસોડામાં જ રહેલા છે ઘણાં એવા નુસ્ખા.સ્વાસ્થ્ય માટે જ નહીં પણ સુંદરતા વધારવા માટે પણ ગાજર ખૂબ જ ફાયદાકારક છે. તેમાં વિટામિન એ અને બીટા કેરોટીન બહુ વધુ પ્રમાણમાં હોય છે. જેથી તે આંખો અને હેલ્થ માટે બહુ જ સારું માનવામાં આવે છે. પણ સાથે જ સ્કિન માટે પણ તે જબરદસ્ત રીતે લાભકારક છે. ગાજરનો ફેસપેક લગાવવાથી કરચલીઓ, લાઈન્સ, ડેડ સ્કિન સેલ્સ દૂર થાય છે અને ગ્લો વધારવામાં પણ તે અસરકારક છે. ચાલો જાણીએ કઈ રીતે બનાવશો ગાજરનો ફેસપેક.

આ રીતે બનાવો ગાજરના ફેસપેક ચહેરા પર ઈન્સ્ટન્ટ ગ્લો વધારવા..

image source

ગાજરમાં બીટા કેરોટીન અને એન્ટીઓક્સીડેન્ટસ હોય છે. શરીરની સાથે તે સ્કિન માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. જો તમે ચહેરાનો ગ્લો વધારવા માગો છો તો તમારી ડાયટમાં રોજ ગાજરનું સલાડ ખાઓ. સાથે જ સપ્તાહમાં 2-3વાર ગાજરનો ફેસપેક લગાવો. તેનાથી સ્કિનના ડેડ સેલ્સ દૂર થશે અને ચહેરા પર ચમક અને નિખાર આવશે.

ગાજર અને બેસનનો ફેસપેક

image source

જો તમે કોઈ પાર્ટી કે ફંક્શનમાં જવાના છો અને ચહેરા પર ઈન્સ્ટન્ટ નિખાર જોઈએ તો તમે ગાજરનો ફેસપેક બેસ્ટ છે. તેના માટે ગાજરનો નાનો ટુકડો છીણી લો પછી તેમાં અડધી ચમચી બેસન અને ચપટી હળદર મિક્સ કરો. બધુ બરાબર મિક્સ કરીને ફેસ અને ગરદન પર લગાવો. 15 મિનિટ બાદ ધોઈ લો.

ગાજર અને ચોખાના લોટનો ફેસપેક

image source

સૌથી પહેલાં ગાજરનો નાનો ટુકડો છીણી લો પછી તેમાં 1 ચમચી ચોખાનો લોટ અને અડધી ચમચી દૂધ અને અડધી ચમચી મધ મિક્સ કરો. બધુ બરાબર મિક્સ કરીને ફેસ અને ગરદન પર લગાવો. 15 મિનિટ બાદ ધોઈ લો. સપ્તાહમાં 2-3વાર આવું કરો.

દૂર થશે ડાર્ક સર્કલ

image source

ગાજરનો ફેસપેક ડાર્ક સર્કલ પણ દૂર કરવામાં મદદ કરે છે. ગાજરની સ્લાઈઝ આંખો નીચે 10 મિનિટ રાખી હળવા હાથે રબ કરવાથી પણ ફાયદો મળે છે.

આ ઉપરાંત ગ્લો મેળવવા માટે નુસ્ખા

દહીંથી મેળવો ગોરી ત્વચા

image source

દહીંમાં બ્લીંચિંગ એજન્ટ હોય છે. જે ત્વચા માટે ફાયદાકારક હોય છે. દહીંમાં થોડોક ચણાનો લોટ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટને ચહેરા પર લગાવો. આ પેસ્ટ 15 મિનિટ સુધી રાખ્યા બાદ ચહેરો ધોઇ લો. આમ કરવાથી તમારી ત્વચા સુંદર લાગશે.
લીંબુ વધારશે તમારા ચહેરાની ચમક

લીંબુમાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે. તે ત્વચા માટે સૌથી સારો ગુણ છે. જેનાથી ચહેરા પરના ખીલ અને દાગ-ધબ્બા દૂર થવાની સાથે ચમક પણ આવે છે. લીંબુના રસને તમે ફેસપેકમાં મિક્સ કરીને પણ લગાવી શકો છે. તે સિવાય લીંબુના રસમાં કાકડીનો રસ અને થોડીક હળદર મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી ફાયદો મળે છે.

ફેસ ટેનિંગને દૂર કરે છે ટામેટું

image source

ચહેરા માટે ટામેટાનું માસ્ક ખૂબ સારુ છે. ટામેટાના માસ્કને તમે મધ સાથે ટ્રાય કરી શકો છો. ટામેટા અને મધનું મિશ્રણ ચહેરાની સુંદરતાને ઘણી હદ સુધી વધારે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત