આ 10 નુસખાઓ તમારા માટે છે બહુ કામના, જે અનેક દર્દોને ચપટીમાં કરી દે છૂ

અસંતુલિત આહારના કારણે ઘણી વખત બાળકો તેમજ મોટેરાઓને પેટમાં દુ:ખાવાની સમસ્યા સતાવે છે. આ દુ:ખાવામાંથી રાહત મેળવા માટેના અમુક ઘરેલું ઉપચારો પણ છે. જેનો અમલ કરવાથી પેટ દર્દની સમસ્યામાંથી મુક્તિ મેળવી શકાય છે. આ ઉપચારો પેટનો દુ:ખાવો તો દૂર કરે જ છે પરંતુ સાથોસાથ પાંચન સંબંધિત ક્રિયાઓને પણ વ્યવસ્થિત રાખે છે.ઘણાં લોકોને નાની-નાની સમસ્યાઓમાં દવાઓ ખાવાની આદત હોય છે.

image source

જરા કંઈ થાય કે દવા ગળીને સારું કરી લે. પણ આ જ દવાઓ આગળ જતાં તમારા શરીર અને સ્વાસ્થ્યને કેવા નુકસાન કરે છે એ તમે કદાચ નહીં જાણતા હો. જેથી તે સમસ્યાઓ અને તકલીફો ઘરમાં જ નુસખાઓથી ઠીક થઈ શકતી હોય તેના માટે દવાઓ ન ખાવી જોઈએ. આજે અમે તમને એવા 10 નુસખાઓ જણાવીશું, જે બહુ જ અસરકારક હોવાની સાથે તમારી સમસ્યાઓ પણ દૂર કરશે. પેટમાં દુઃખાવો, કબજિયાત, ગેસ, કમર દર્દ, ત્વચાનાં રોગ, રક્તપાત્ત કે દાંત સંબંધી રોગ, આ અમુક એવી બીમારીઓ છે જેનાથી દુનિયાનો લગભગ બીજો વ્યક્તિ પીડાય છે. સામાન્ય દેખાતી આ ઘાતક બીમારીઓની અવગણના ન કરવામાં જ ભલાઈ છે. જેથી આજે પેટ સંબંધી વિકારો અને પેટ દર્દ માટેના અસરકારક ઘરગથ્થુ નુસખા જાણી લો.

જો ક્યારેય દાઝી જાઓ કે કંઈ કપાઈ જાય તો હળદર પાઉડરને લગાવી દેવાથી ત્યાં લોહી નીકળતું બંધ થઈ જાય છે. દાઝ્યા પર ફોલ્લા પણ પડતા નથી.

image soucre

હિંગને પાણીમાં ઘસી નાભિની આજુબાજુ લેપ કરવાથી આફરો તથા પેટ દર્દમાં લાભ થાય છે.

દાંતમાં દર્દ હોય તો એક કટકો આદુ લઈ તેને દાંતમાં દબાવી રાખવાથી તરત લાભ થાચ છે.

બે ગ્લાસ પાણીમાં 5 ગ્રામ આદુને કચરી તેને ઉકાળી તેમાં થોડો લીંબુનો રસ તથા મધ નાખી સવારે ખાલી પેટ ગરમ-ગરમ પીવાથી સ્થૂળતા ઓછી થાય છે.

image source

હિંગને દૂધમાં મિક્સ કરીને છાતી પર લેપ કરવાથી શરદી-સળેખમમાં લાભ થાય છે.

મોં પરના કાળા ચકામાં અથવા ફોલ્લીઓ પર અડધી ચમચી હળદર પાઉડર, અડધી ચમચી ચંદન પાઉડર અને કડવા લીમડાના 3-4 પાંદડાને વાટી મિક્સ કરીને લગાવવાથી ડાઘ અને ફોલ્લીઓ મટી જાય છે. તેનાથી ચહેરાની સુંદરતા પણ વધે છે.

image source

દરરોજ 1 નાની ચમચી હળદર પાઉડર 1 ગ્લાસ ગરમ દૂધમાં નાખી પીવાથી શરીરની રોગ પ્રતિરોધક શક્તિમાં વૃદ્ધિ થાય છે. શરદી થતી નથી. શરીરનો દુખાવો, ઇજા તથા પીડામાં પણ લાભ થાય છે.

અડધી ચમચી હળદર, થોડું મીઠું અને થોડું સરસિયાનું તેલ મેળવી દરરોજ આંગળી વડે પેઢાની માલિશ કરવાથી પાયોરિયા, મોઢાંની દુર્ગંધ તથા દાંતના રોગમાં અત્યંત લાભ થાય છે.

અડધી ચમચી હળદરને થોડી શેકીને મધ સાથે લેવાથી ગળું બેસી જવું તથા ઉધરસ જેવી સમસ્યામાં રાહત મળે છે.

image source

ભોજનની શરૂઆતમાં 3-4 કોળિયા સાથે થોડો આદુ ખાવાથી ભૂખ વધે છે. જમ્યા પછી થોડો આદુ ખાવાથી ભોજન પચી જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત