લિવરને સારું રાખવા માટે બેસ્ટ છે આ બે વસ્તુઓ, શરૂ કરી દો તમે પણ ખાવાનું

સામાન્ય રીતે પેટ ખરાબ થાય ત્યારે અથવા બીમાર પડીએ ત્યારે આપણે સ્વાસ્થ્ય એક્સપર્ટ પાસે આ વાત જરૂર સાંભળી હશે કે જો તમારું લીવર સ્વસ્થ રહીને બરાબર કામ કરે છે, તો ખાધેલું પીધેલું બધું જ લેખે લાગે છે, એટલે કે શરીરમાં ઉર્જાનું સર્જન કરે છે. પણ જો તમારું લીવર ખરાબ થાય તો તમને દરરોજ અમૃતનું સેવન કરી લેવાથી પણ કોઈ લાભ થશે નહિ. આ વાતના આધારે સમજી શકાય છે કે પાચનતંત્રમાં લીવરનું મહત્વ કેટલું વધારે છે. તો આજે આપણે વાત કરીએ એવા આહારમાં પ્રયોજાતા પદાર્થો વિશે જે આપણા લીવરને ચકાચક રાખવાનું કામ કરે છે.

પાચનતંત્રમાં લીવરનું સ્થાન અનોખું ગણાય છે

image source

આપને જણાવી દઈએ કે પાચનતંત્રમાં લીવરનું સ્થાન અનોખું છે. કહેવાય છે કે પાચનતંત્ર સારી રીતે કામ કરે એ માટે જરૂરી છે કે આપણું લીવર સ્વસ્થ અને તંદુરસ્ત રહે. કહેવાય છે કે લીવર ઠીક હોય તો જ આહારમાં લીધેલા ભોજન દ્વારા શરીરને એનો પૂરો લાભ મળે છે, અને શરીરમાં ઉર્જાનું સર્જાન થાય છે. આ ઉર્જાના બળે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિનું સર્જન થાય છે અને આપણું શરીર બાહરના ભાગેથી શરીર પર હમલો કરતા વિષાણુંઓ સામે લડવામાં સક્ષમ બને છે. આમ જોતા લીવરનું સ્થાન અને સ્વાસ્થ્ય મહત્વનું છે. લીવર જ છે જે આપણને નીરોગી રાખવામાં સહાયક સાબિત થાય છે.

લીવરને સ્વસ્થ રાખવામાં ઉપયોગી છે એવાકાડો

image source

ફળોની વાત કરીએ તો તમારા લીવરને સ્વસ્થ રાખવામાં સૌથી વધારે ઉપયોગી એવાકાડોને માનવામાં આવે છે. એવાકાડો એ એક એવું ફળ છે, જે લગભગ આખાય વર્ષ દરમિયાન માર્કેટમાં મળી રહે છે. જો કે આ ફળ મૂળ રૂપે ભારતીય ફળ નથી પણ આપણા દેશમાં પણ કેટલાક સ્થળો પર એની ખેતી હવે થવા લાગી છે. પરિણામે હવે એવાકાડો આપણા દેશમાં પણ મળી રહે છે.

એવાકાડો સંપૂર્ણ રીતે શુગર ફ્રી ગણાય છે

image source

એવાકાડો એ સ્વાસ્થ્ય વર્ધક ફળ છે. આ ફળ સ્વસ્થ લોકો સાથે જ ડાયાબીટીસ વાળા લોકો માટે પણ ઘણું લાભાકરી ફળ છે. કારણ કે આ સંપૂર્ણ રીતે શુગર ફ્રી ગણાય છે. એવકાડો ફળના નિયમિત સેવનથી કોલેસ્ટ્રોલ પણ નિયંત્રણમાં રહે છે. તમને જણાવી દઈએ કે વધી રહેલા કોલેસ્ટ્રોલની ઘણી ખરાબ અસરો લીવર પર થાય છે.

એવાકાડો લીવરને ડીટોક્સ પણ કરે છે

image source

આ સાથે જ વિટામિન્સ અને મિનરલ્સથી પણ આ ફળ ભરપુર હોય છે. એવાકાડો એ લીવરને ડીટોક્સ કરવાનું કામ પણ કરે છે. એટલે કે લીવરમાં પહોચનારા વિષાણુંયુક્ત પદાર્થોને શરીરથી બહાર કાઢે છે. એવાકાડોમાં પ્રાકૃતિક ચરબી હોય છે જે શરીરમાં સપૂર્ણ રીતે ભળી જાય એવા પ્રકારે અસર કરે છે. પરિણામે આ ફળ એક પ્રકારે મેદસ્વીતા રોકાવાનું કામ પણ કરે છે.

અખરોટ મગજ અને લીવર માટે લાભકારક

image source

અખરોટ એ ડ્રાયફ્રુટ ગણાય છે. જો કે અખરોટ એ આપણા શરીરના બે અંગો પર સૌથી વધારે લાભકારક નીવડે છે. એક તો આપણું મગજ અને બીજું આપણું લીવર. અખરોટ માત્ર આપણા લીવરની સફાઈ કરવાનું કામ જ નથી કરતુ પણ આપણા મગજને પણ સ્વસ્થ રાખે છે. જેને માનસિક થકાન રહે છે, જેમની યાદશક્તિ કમજોર હોય છે અને માથામાં ભારીપણું રહેવાની સમસ્યાઓ સર્જાય છે, એમના માટે અખરોટ ખાવી ઘણી વધારે લાભદાયક માનવામાં આવે છે.

લીવરના નષ્ટ થતા કોષ રીપેર પ્રક્રિયા ઝડપી બનાવે છે

image source

અખરોટમાં એમીનો એસીડનું સૌથી સારું પ્રાકૃતિક માધ્યમ છે. આ એમીનો એસીડ આપણા લીવરને વિષાક્ત અને બિન જરૂરી તત્વો બહાર કાઢવાનું કામ કરે છે. અખરોટમાં વિટામીન ઈ અને શરીરમાં ભળી જાય એવા પ્રકારની ચરબી હોય છે. આ બંને તત્વો આપણા લીવરના નષ્ટ થતા કોષોને રીપેર કરવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. અખરોટના સેવનથી લીવરને જીવનભર સ્વસ્થ રાખી શકાય છે. જો કે અખરોટ લીવર જ નહિ પણ મગજ માટે પણ અનેક ઘણા લાભકારક છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત