શું લીલા મરચા ખાવાથી પણ ફાયદા થાય? જી હા, નથી ખાતા તો ખાવાનું શરુ કરી દો હવે…

શું લીલા મરચા ખાવાથી પણ ફાયદા થાય? જી હા, નથી ખાતા તો ખાવાનું શરુ કરી દો હવે…

શું આપ જાણો છો કે લીલા મરચાનું સેવન કરવાથી આપણી સ્કીન અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે? જી હા, આપ બરાબર સાંભળી રહ્યા છો. લીલા મરચા સેવન કરવાથી આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. ઉપરાંત લીલા મરચા આપણી સ્કીન માટે પણ લાભકારક છે. લીલા મરચાનું નિયમિત રીતે સેવન કરવાથી આપણા સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળે છે. લીલા મરચામાં રહેલ કેપ્સિયાસીન નામનું તત્વ રહેલ હોય છે. જે મરચાને મસાલેદાર બનાવવાનું કામ કરે છે. મરચા શરીરના લોહીને ચોખ્ખું કરીને લોહીનું પરિભ્રમણ વધારે છે જેનાથી ત્વચાને લગતી ખીલની સમસ્યા દુર રહે છે. મરચામાં ભરપુર પ્રમાણમાં વિટામીન ઈ અને સી રહેલ છે.

એંટીઓક્સીડન્ટથી ભરપુર છે લાલ મરચા.:

image source

બન્ને પ્રકારના મરચામાં એંટીઓક્સીડન્ટથી ભરપુર હોય છે. જે આપની જીભને સ્વાદ આપે છે ઉપરાંત પોષકતત્વોથી ભરપુર ખાદ્ય પદાર્થોમાં થતી ઓક્સીડેશનની પ્રક્રિયાને ખતમ કરવામાં મદદ કરે છે. આમ થવાથી કોશિકાઓ સ્વસ્થ થઈ જાય છે.

ઈમ્યુનીટી મજબુત બનાવે છે.:

મરચામાં વિટામીન સી, ઈ, ફ્લેવેનોઈડસ, મેંગેનીઝ અને પોટેશિયમ જેવા પોષકતત્વો રહેલ હોય છે જે આપણા શરીરની ઈમ્યુન સીસ્ટમને મજબુત બનાવવાનું કામ કરે છે.

કેન્સરનું જોખમ ઘટાડે છે.:

જે વ્યક્તિઓ લીલા મરચાનું સેવન નિયમિતપણે કરે છે તેવી વ્યક્તિઓમાં પ્રોસ્ટેટનું કેન્સર થવાની શકયતા ખૂબ જ ઘટી જાય છે. વૈજ્ઞાનિકોને સંશોધનમાં મળી આવ્યું છે કે, લીલા મરચા ખાવાથી પ્રોસ્ટેટની સમસ્યાઓનો અંત થઈ જાય છે.

આંખોનું તેજ વધારે છે.:

image source

લીલા મરચા પોષકતત્ત્વોથી ભરપૂર હોય છે જે આપની આંખોનું તેજ વધારવામાં મદદ કરે છે. એટલા માટે આપે શક્ય હોય તો નિયમિત રીતે રોજ ભોજનમાં લીલા મરચાને સામેલ કરવા જોઈએ.

વજન ઘટાડવામાં મદદ કરે છે.:

લીલા મરચામાં અત્યંત ઓછા પ્રમાણમાં ફેટ મળી આવે છે. ઉપરાંત લીલા મરચા આપના શરીરમાં રહેલ વધારાના ફેટને બર્ન કરીને દૂર કરવામાં મદદ કરે છે. ઉપરાંત શરીરનું કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. લીલા મરચામાં રહેલ વિટામિન કે ઓસ્ટીઓપોરોસીસની બીમારીના ખતરાને ઘટાડે છે.

મર્યાદિત પ્રમાણમાં લીલા મરચા કે લાલ મરચાનું સેવન કરવાથી આપને લાભ મળી શકે છે. એટલા માટે આપે મર્યાદા કરતા વધારે પ્રમાણમાં મરચાનું સેવન ટાળવું જોઈએ.