તમે વજન ઉતારવા માટે ગ્રીન ટી પીવો છો? તો જાણી લો પહેલા શું ખરેખર ગ્રીન ટી પીવાથી વજન ઉતરે છે ખરા?

એ વાત સાચી છે કે ગ્રીન-ટી પીવી એ આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પણ એનો અર્થ એવો જરાય નથી કે ખાવાપીવાના નિયંત્રણ અને કસરત કર્યા સિવાય પણ ગ્રીન-ટીના ઉપયોગ દ્વારા વજનને ઘટાડી શકાય છે.

ગ્રીન-ટી લાંબા સમયથી વજન ઘટાડવાના વિકલ્પ તરીકે જોડાયેલી છે. આજકાલ કોઈ પણ વ્યક્તિને પૂછવામાં આવે તો ગ્રીન-ટીનો સૌથી પહેલો લાભ એ જ ગણાવે છે કે ચા અને કોફીની તુલનામાં જલ્દીથી વજન ઘટાડવા માટે અને આ બંને કરતા સ્વાસ્થ્ય માટે પણ સારી છે. આ જ પ્રકારે ગ્રીન-ટીને લઈને અનેક વાતો છે, જે ધારણાઓ સાથે જોડાયેલ છે. આજે અમે આપને ગ્રીન-ટી સાથે જોડાયેલા મીથકો વિશે જણાવીશું તેમજ ગ્રીન-ટી પીવાના ફાયદા વિશે, કે શું ખરેખર ગ્રીન-ટી પીવાથી વજન ઘટે છે?

image source

ગ્રીન-ટી અને વજન ઘટાડવાની રીત કેટલી યોગ્ય છે અને શું વાસ્તવમાં વજન ઘટાડવામાં તમારી મદદ કરી શકે છે? જો કે વાસ્તવમાં એનો કોઈ સીધો જવાબ નથી, કારણ કે લોકોના શરીર અને એમની સ્થિતિ પર એ આધારિત છે. આ બધું એવું છે કે કેટલાક લોકોએ વજન ઘટાડવામાં ગ્રીન-ટી વિશે સકારાત્મક પ્રતિભાવ આપ્યા છે, બીજાઓએ વિચાર્યું કે હકીકતમાં એનાથી તો કોઈ જ ફરક નથી પડતો. ગ્રીન-ટી મૂળ રૂપે એવી ચા છે જે કોઈ પણ ઓક્સિકરણ પ્રક્રિયાઓથી પસાર થઇ નથી. આનો પહેલો પ્રકાર ચીનમાં ઉપજ્યો હતો, પણ એનું ઉત્પાદન હવે આખી દુનિયામાં થાય છે. આ કૈમેલીયા સાઇનેસિંસના પત્તાઓથી બનાવવામાં આવી છે અને એનો ઉપયોગ ભારત અને ચીનમાં સતકોથી સ્વાસ્થ્યને લગતા લાભ માટે કરવામાં આવે છે.

ગ્રીન ટીથી વજનનું ઘટવું આ તથ્યો પર આધાર રાખે છે

ગ્રીન ટી અને આપણું પાચનક્ષમતા

image source

ગ્રીન-ટી અને વજન ઘટાડવા વચ્ચે ઘણા સબંધ આ તથ્ય દ્વારા આપવામાં આવે છે કે એ તમારા પાચનક્ષમતા દરને સ્વસ્થ બનાવવામાં સહાયક સિદ્ધ થાય છે. આ તમારા પાચનક્ષમતાના દરને વધારે છે અને એટલે જ ઝડપથી વજન ઘટાડવામાં મદદરૂપ પણ થાય છે. જો કે ઘણા લોકોમાં એનાથી પાચનક્ષમતા કમજોર થાય છે. આ પાછળના તથ્યોને સમજીએ તો ગ્રીન-ટી ત્યારે સારી રીતે કામ કરે છે, જ્યારે તમે અચાનક પોતાનું વજન વધારી લીધું હોય અથવા ઘટાડી લીધું હોય. આવા સમયે ગ્રીન-ટી તમારી પાચનક્ષમતાને નિયંત્રણમાં રાખે છે. જેમની પાચનક્ષમતા પહેલેથી જ સ્થિર છે, એમનામાં એનાથી કોઈ બદલાવ જોવા મળતો નથી. આ પ્રકારે વજન ઘટાડવા બાબતે ઘણા કારણો પર એ આધારિત રહે છે.

વધારે ગ્રીન-ટીનો ઉપયોગ કરવાથી વધુ વજન ઘટે છે

image source

જો તમે વજન ઘટાડવા માટે ગ્રીન-ટી પીવાનું વિચારી રહ્યા છો અને તમને લાગે છે કે એ વધુ પીવાથી વધુ વજન ઘટે છે તો તમે સાવ ખોટું વિચારી રહ્યા છો. એનાથી ઉલટું એમ છે કે યોગ્ય પ્રમાણમાં ગ્રીન-ટીનો ઉપયોગ કરવો જોઈએ. કેટલાક કેસમાં વધારે પડતી ગ્રીન-ટી પાચનતંત્ર અને ગંભીર પેટના દુખાવાનું કારણ બને છે. આ પેટમાં ગેસ અને દુખાવાનું કારણ પણ બને છે, તેમજ પેટ ખરાબ પણ થઇ શકે છે. એટલે જો તમે વજન ઘટાડવા માટે પણ ગ્રીન-ટીનો ઉપયોગ કરી રહ્યા છો તો એના પ્રમાણનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

વજન ઘટાડવા માટે ગ્રીન-ટીના અલગ પ્રકાર

image source

જો તમને એમ લાગે છે કે ગ્રીન-ટીનો માત્ર એક જ પ્રકાર છે, તો પણ તમે ખોટા છો. માચા ગ્રીન-ટીથી લઈને ઓલોંગ ટી સુધીના ઘણા બધા પ્રકાર છે. પણ પ્રશ્ન એ છે કે શું એનાથી કોઈ ફરક પડે છે, અથવા તમારા વજનને ઘટાડવા માટે કઈ વધુ ઉપયોગી છે. ખરેખર જો તમે સ્વસ્થ થવા માટે ગ્રીન-ટી પી રહ્યા છો, તો માચા ગ્રીન-ટી પસંદ કરો. આ પાચનક્ષમતાને સારી બનાવે છે અને વજન ઘટાડવામાં સહાયક બને છે.

શું ગ્રીન-ટી સૌથી લાભદાયી ચા છે?

image source

ગ્રીન-ટીને ચાનાં અનેક પ્રકારોમાંથી એક માનવામાં આવે છે. હકીકતમાં એનો ઉપયોગ ચીન અને ભારતમાં દવા બનાવવા માટે કરવામાં આવે છે. ત્યાં વજન ઓછું કરવા સિવાય કેંસર, મધુમેય, મગજના રોગ અને હ્રદય રોગના મામલામાં સહાયક માનવામાં આવે છે. ગ્રીન-ટી પીવાના ફાયદામાં એક ખાસ વાત એ છે કે આ પ્રાકૃતિક રસાયણ અને એન્ટીઓક્સીડેન્ટથી એ ભરપુર છે, જે તમારા શરીરમાં અનેક પ્રકારે મદદ કરે છે.

image source

તો વજન ઘટાડવામાં શું માત્ર ગ્રીન-ટી એ કરી શકે છે? તો એવું બિલકુલ નથી. તમારે વજન ઘટાડવા માટે એની સાથે સ્વસ્થ ભોજન અને કસરતની દિનચર્યા જાળવી રાખવી પડે છે. ગ્રીન-ટી સાથે તમારે પોતાના ડાયેટ અને વર્કઆઉટને પણ મજબુત બનાવવી પડશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત