જો તમે આ ટિપ્સ ફોલો કરશો તો ક્યારે નહિં ફાટે હોટ, અને થશે મુલાયમ સાથે ગુલાબી પણ

મિત્રો, દરેક વ્યક્તિને ગુલાબી હોઠ ગમે છે અને તેથી જ દરેક વ્યક્તિ ગુલાબી હોઠ મેળવવા માંગે છે. જો કે, લાખ પ્રયત્નો છતા ઘણા લોકોની આ ઇચ્છા પૂરી થતી નથી. શું તમારી સાથે પણ આવુ થાય છે? શું તમારા હોઠ ખૂબ ખરબચડા અને ફાટેલા લાગે છે? જો એવું હોય આ લેખ તમારા માટે જ છે, અંત સુધી અવશ્યપણે વાંચજો, ધન્યવાદ.

image source

રફ અને ફાટેલા હોઠને કારણે હોઠની ત્વચા ખૂબ જ સંવેદનશીલ અને પાતળી બની જતી હોય છે. તેથી હોઠને ખાસ કાળજીની જરૂર પડે છે. હોઠને મોઇશ્ચરાઇઝ રાખવાથી તેમને નરમ અને સ્વસ્થ રાખવામાં મદદ મળી શકે છે. જો કે રંગ બદલવા અને હોઠ ફાટવા માટે અનેકવિધ કારણો જવાબદાર હોય શકે છે, જે અમે અહીં જણાવવા જઈ રહ્યા છીએ.

image source

જેમકે, ધૂમ્રપાન, યોગ્ય આહાર ન લેવો અને તણાવ ન લેવો, ડીહાઇડ્રેશન એટલે કે પાણીના અભાવને કારણે, કેફીનનું વધુ સેવન, ખોટી બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ, રાત્રે મેકઅપ ના દૂર કરવો, સૂર્યપ્રકાશ અને ધૂળના હાનિકારક કિરણો, એનિમિયા, વિટામિન-બી ની ઉણપ વગેરે સમસ્યાઓના કારણે તમારા હોઠ શુષ્ક બની શકે છે.

image soucre

જો તમે તમારા હોઠોની ચમક ફરી પાછી મેળવવા ઈચ્છતા હોવ એટલે કે તમે ફરીથી તમારા હોઠને ગુલાબી અને આકર્ષક બનાવવા ઈચ્છતા હોવ તો આજે આ લેખમા અમે તમને એક અસરકારક ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ ઉપાય છે દાડમના બીજનુ માસ્ક. તો ચાલો આ માસ્ક વિશે થોડી વધુ માહિતી મેળવીએ.

આવશ્યક સાધન-સામગ્રી :

ક્રશ કરેલા દાડમના દાણા, ઠંડુ ક્રીમ

વિધિ :

image soucre

સૌથી પહેલા તો તમે એક દાડમ લો, ત્યારબાદ તેના દાણા લઇ અને તેને યોગ્ય રીતે ક્રશ કરી લો. હવે આ ક્રશ દાડમના દાણાને ક્રીમ સાથે મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. ત્યારબાદ આ પેસ્ટને તમારા હોઠ પર ૧૦ મિનિટ સુધી લગાવી રાખો અને ગરમ પાણીથી ધોઈ લો. હવે પ્રશ્ન એ થાય છે કે, તેનો ઉપયોગ કેટલી વાર કરવો?

image soucre

અઠવાડિયામાં બેથી ત્રણ વખત આ લિપ માસ્ક લગાવી તમારી હોઠની કાળાશને દૂર કરી શકાય છે. ગુલાબી હોઠ મેળવવા માટે દાડમનો રસ તમારા માટે ખુબ જ ફાયદાકારક છે. હકીકતમા દાડમમાં પુએનિકલ એગ્નેસ નામનુ સંયોજન જોવા મળે છે, જે મેલેનિનના ઉત્પાદનને અટકાવે છે અને તમારા હોઠને કાળા થતા અટકાવી શકે છે. હવે, કોઈના મનમા એવો પ્રશ્ન હોય કે, હોઠને મુલાયમ કેવી રીતે બનાવવા? તો તેના માટે પણ દાડમ લાભદાયી સાબિત થાય છે.

image soucre

આ પેસ્ટમા જે ક્રીમનો સમાવેશ કરવામાં આવ્યો છે, તે તમારા હોઠોને નરમ અને ચમકદાર બનાવી શકે છે. તેમાં હાજર બ્લીચિંગ ગુણધર્મો હોઠના કુદરતી રંગને સુધારવામાં તેમજ હોઠના ખૂણામાં રચાયેલા હઠીલા ડાઘને દૂર કરવામાં મદદ કરી શકે છે. આ આધારે એવું માની શકાય કે આ ફળ માત્ર સ્વાસ્થ્ય માટે જ ફાયદાકારક નથી, પરંતુ ત્વચા અને હોઠ માટે પણ ઉપયોગી સાબિત થઈ શકે છે. દાડમ અને ક્રીમનુ મિશ્રણ તમારા હોઠની સુંદરતા અવશ્યપણે વધારી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત