અંજીર હાંડકાને બનાવે છે મજબુત અને સાથે પેટને પણ રાખે છે સ્વસ્થ, જાણો બીજા આ અઢળક ફાયદાઓ પણ

મિત્રો, અંજીરનુ સેવન એ પેટ સાથે સંકળાયેલી સમસ્યાઓને દૂર કરવા માટે ખૂબ જ ફાયદાકારક અને લાભદાયી સાબિત થાય છે. આ ઉપરાંત તે ખીલની સમસ્યાને દૂર કરવા માટે પણ ખુબ જ સહાયરૂપ સાબિત થાય છે. આ ફળ એ ખૂબ જ સ્વાદિષ્ટ છે. તે અનેકવિધ પ્રકારના પોષકતત્ત્વો ધરાવે છે અને આ કારણોસર જ તે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે.

image soucre

તેના નિયમિત સેવનથી આપણે પાચન સાથે સંકળાયેલી સમસ્યાઓમાથી સંપૂર્ણપણે મુક્તિ મેળવી શકીએ છીએ. આ સાથે જ અન્ય બીમારીઓને દૂર રાખવા માટે પણ તે લાભદાયી સાબિત થાય છે. તેનુ નિયમિત સેવન લોહીમા શુગરના પ્રમાણને સંતુલિત રાખે છે. આયુર્વેદમા વિશેષ સ્થાન ધરાવતુ અંજીર એ પુષ્કળ માત્રામા પોટેશિયમ, મિનરલ અને વિટામિનથી ભરપૂર હોય છે.

image soucre

તે ફક્ત તમારા સ્વાસ્થ્ય માટે જ નહી પરંતુ, તમારી ત્વચા માટે પણ એટલુ જ ગુણકારી સાબિત થાય છે. આ ઉપરાંત જો તમે ગરમ દૂધ સાથે અંજીરનુ સેવન કરો તો તેના ફાયદા પણ બે ગણા વધી જાય છે. તો ચાલો આજે આ લેખમા આપણે ફળના સેવનથી થતા લાભ વિશે માહિતી મેળવીશુ.

લાભ :

હાડકા મજબુત બને છે :

image soucre

આ ફળ આપણા શરીરને અનેકવિધ રીતે ફાયદો પહોંચાડે છે. તેમા પુષ્કળ માત્રામા કેલ્શિયમ સમાવિષ્ટ હોય છે, જે તમારા હાડકાને મજબૂત બનાવે છે અને તમારા શરીરની નબળાઈને દૂર કરવા માટે પણ સહાયરૂપ સાબિત થાય છે.

ખીલની સમસ્યામાંથી મુક્તિ મળે છે :

image soucre

જો તમારા ચહેરા પર ઢગલાબંધ ખીલ થઈ જતા હોય તો આ ફળ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ માટે તમે અંજીરના નાના-નાના પીસ કરીને તેની પેસ્ટ તોયાર કરી લો અને તેને તમારા ચહેરા પર લગાવો. ત્યારબાદ આ પેસ્ટને ૨૦ મિનિટ સુધી તમારા ચહેરા પર લગાવી રાખો અને ત્યારબાદ તેને પાણીથી ધોઈ નાખો. આ સિવાય અંજીરના પાંદડાંને પીસીને તેની પેસ્ટ તૈયાર કરી લો અને તેને તમારા ચહેરા પર લગાવો. તમારા ચહેરા પરના બધા જ ખીલ થોડા જ સમયમા દૂર થઇ જશે.

શરીરમા રહેલા ઝેરીલા તત્ત્વો દૂર થાય છે :

image source

આ ફળના સેવનથી તમે પેટ સાથે સંકળાયેલી સમસ્યાઓમા તુરંત રાહત મેળવી શકો છો. તે તમારા શરીરમા જે કઈપણ ઝેરી તત્ત્વો હોય છે, તેને તમારા શરીરમાથી બહાર ફેંકી દે છે અને તમારા શરીરને નીરોગી અને તંદુરસ્ત બનાવે છે.

કબજિયાતની સમસ્યાથી રાહત મળે છે :

image soucre

આ ઉપરાંત જો તમને નિરંતર કબજિયાતની સમસ્યા રહેતી હોય તો અંજીર એ તમારા માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. નિયમિત બે થી ત્રણ અંજીરનુ મધ સાથે સેવન કરો તો તેનાથી તમારી કબજિયાત અને ગેસની સમસ્યા તુરંત દૂર થઇ જશે અને તમારુ પાચનતંત્ર પણ મજબૂત બનશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત