આયુર્વેદ પ્રમાણે આ રીતે કરો તમારા વાળની સંભાળ, આ સમયે કરો તેલ-માલિશ, વાળનો ગ્રોથ વધશે અને સિલ્કી પણ થશે

આયુર્વેદમાં માત્ર જડી-બુટીઓમાં રહેલા ગુણની વાત નથી કરવામાં આવી પણ ખાણી-પીણી અને તમારી લાઇફસ્ટાઇલ વિષે પણ ઘણું બધુ લખવામા આવ્યું છે. આજે અમે તમને આયુર્વેદ પ્રમાણે વાળમાં તેલ લગાવવાના લાભો અને તેના યોગ્ય સમય વિષે જણાવવા જઈ રહ્યા છીએ.
વાળમાં તેલ લગાવવાના લાભ

image soucre

ચમ્પી એટલે કે તેલ માલિશની પ્રથા આપણે ત્યાં પેઢીઓથી ચાલતી આવી છે અને આપણામાંના ઘણા બધા લોકો વાળ ધોતા પહેલાં માથામા માલિશ કરે છે. એવું કેહવામાં આવે છે કે વાળમાં તેલ લગાવવાથી, વાળ સમય પહેલા ધોળા નથી થતાં, તેનાથી વાળના મૂળિયા મજબૂત બને છે અને પ્રેશર પોઇન્ટ્સ પર માલિશ કરવાથી થાક દૂર થાય છે અને માનસિક તાણ પણ નથી રહેતી.

આયુર્વેદ પ્રમાણે તેલ લગાવવા સાથે કેટલીક ખાસ વાતો જોડાયેલી છે

આયુર્વેદ પ્રમાણે માથાનો દુઃખાઓ પણ તેની સાથે જોડાયેલી છે. માટે સાંજે 6 વાગે માથામાં તેલ લગાવવું જોઈએ. દિવસનો સમય વાત દૂર કરવા માટે યોગ્ય હોય છે.

image soucre

તમે વાળમાં શેમ્પુ કરો તે પહેલાં પણ અઠવાડિયામા એકવાર અથવા બે વાર તેલનું માલિશ કરી શકો છો. જો કે વાળને ધોયા બાદ તેલ ન લગાવવું જોઈએ, કારણ કે તેનાથી વાળમાં ધૂલ અમે માટી જમા થઈ જાય છે.

વાળમાં નિયમિત તેલ લગાવવાથી તમારા વાળમાં ખોડો નથી થતો કે માથામાં ખજવાળ પણ નથી આવતી. તેલ માટે તમારે તેલમાં લીંમડાના પાનને નાખીને તેલ ગરમ કરી લેવું. નાહતા પહેલાં તેનાથી તમારા માથામાં બરાબર માલિશ કરી લેવું. ત્યાર બાદ હળવા હુંફાળા પાણીથી વાળ ધોઈ લેવા. આમ તો વાળને તમારે નોર્મલ ટેમ્પ્રેચરવાળા પાણીથી જ ધોવા જોઈએ. આ પ્રયોગ કરવાથી તમારા વાળમાં જો ખોડાની સમસ્યા રહેતી હશે તો તેનાથી તમને છુટકારો મળશે.

image source

રાત્રે સુતા પહેલાં તમારા વાળ અને સ્કેલમાં સારી રીતે તેલ લગાવવું જોઈએ. બીજી સવારે તમારે હુંફાળા પાણીથી વાળ ધોઈ લેવા.

રાત્રે ઉંઘવાના અરધા કલાક પહેલાં વાળમાં તેલ લગાવી લેવું અને હળવા હાથે મસાજ કરી લેવું. તેમ કરવાથી ગાઢ નિન્દ્રા આવે છે.

વાળમાં તેલ લગાવવાના લાભો

લાંભા ઘેરા આકર્ષક વાળ મહિલાઓની સુંદરતાનો એક ભાગ છે. માટે સમયે-સમયે વાળની યોગ્ય દેખરેખ રાખવી ખૂબ જરૂરી છે. ઘરના વડીલો હંમેશા આપણને વાળમાં તેલ નાખવાની સલાહ આપતા હોય છે. વાસ્તવમાં તેલ વાળના મૂળિયાને મજબૂત બનાવે છે અને તેને હેલ્ધી રાખે છે. વાળમાં હંમેશા તેલ રહેવાથી વાળ લાંબા બને છે અને હેર ફોલની સમસ્યા પણ નથી રહેતી.

image source

હેર ઓઇલ માત્ર વાળને સ્વસ્થ જ નથી રાખતું પણ સ્કેલ્પમાં બ્લડ સર્ક્યુલેશન વધારે છે. સ્કેલ્પમા તેલ લગાવીને માલિશ કરવાથી વાળના મૂળિયાને પોષણ મળે છે. તેનાથી વાળની સુંદરતા જળવાયેલી રહે છે.

આજકાલ વાળ ખરવા એક ખૂબ જ સામાન્ય સમસ્યા બની ગઈ છે લગભગ બધી જ મહિલાઓ તેમજ પુરુષોને આ સમસ્યા અવારનવાર સતાવતી રહેતી હશે. પણ નિયમિત વાળમાં તેલ લગાવવાથી વાળ ખરવાના બંધ થઈ શકે છે. હેર ઓઇલ વાળનો ગ્રોથ વધારે છે અને તેને મજબુત પણ બનાવે છે.
હેર ઓઇલમાં કેટલાએ પ્રકારના વિટામીન તેમજ માઇક્રો ન્યુટ્રિઅન્ટ્સ સમાયેલા હોય છે. તે વાળને ઉંડાણથી પોષણ આપે છે અને સ્વસ્થ બનાવે છે. અઠવાડિયામાં બે વાર વાળમાં તેલ લગાવવાથી વાળમાં ચમક આવે છે. અને હેર ફોલ પણ ઘટે છે.

image soucre

વાળમાં તેલ લગાવ્યા બાદ મસાજ કરવાથી હેર ટિશ્યુ મજબૂત બને છે. તે કારણે વાળ સફેદ થવા કે પછી નબળા પડીને ટૂટી જવાની સમસ્યાથી પણ છૂટકારો મળે છે. વાસ્તવમાં હેર ઓઇલ વાળના મૂળિયામાં જઈને તેને પોષણ આપે છે. જેનાથી વાળના ઉત્તકો પણ મજબૂત બને છે.

વાળમાં તેલ લગાવવા માટેની કેટલી ટીપ્સ જાણી લો

વાળમાં તેલ લગાવતા પહેલાં તમારા સ્કેલ્પને બરાબર સ્વચ્છ કરી લો. તેનાથી વાળમાં તેલ સારી રીતે કામ કરશે.

વાળમાં શેમ્પુ કરતા પહેલાં તેલ લગાવીને જ શેમ્પુ કરવું જોઈએ. જો કે કેટલાક લોકો શેમ્પુ કર્યા બાદ વાળમાં તેલ લગાવતા હોય છે. પણ આજ કાલ મોટા ભાગના લોકો વાળને કોરા રાખવાનું જ પસંદ કરે છે.

વાળમાં ધૂળ અને ગંદકી જામતા પહેલા તેલથી મસાજ કરીને શેંપુ કરી લેવું.

image source

હેર ઓઇલને હળવું ગરમ કરીને એટલે કે હુંફાળુ ગરમ કરીને જ વાળમાં તેનું માલિશ કરવું તેનાથી તે વાળના મૂળિયામાં ઉંડાણ સુધી તેલ પહોંચી શકે છે.

વાળમાં તેલ લગાવ્યા બાદ હાથથી 10-15 મિનિટ સુધી હળવું મસાજ કરવું.

વાળમાં તેલ લગાવવાના ઓછામાં ઓછા ત્રણ કલાક બાદ શેમ્પુ કરવું જેથી કરીને વાળનું પોષણ તમારા મૂળિયા સુધી પહોંચી જાય અને તેનો તમને પુરતો લાભ મળે.

જો તમારા વાળ ખૂબ નબળા હોય તો રાત્રે સુતા પહેલા તમારે વાળમાં તેલ લગાવી લેવું.

image source

અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર તેલ ચોક્કસ લગાવવું. અને જો તમારા વાળ ડ્રાઈ હોય તો તમારે અઠવાડિયામાં બે વાર તેલ લગાવવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત