વાળની હેરડાઈ પડી આ મહિલાને ખુબ જ મોંઘી, જાણો ગઠિયાઓએ કેવી રીતે છેતર્યા…

મિત્રો, હાલ પ્રવર્તમાન સમયમા ડિજિટલ ચુકવણીનુ પ્રમાણ એકાએક વધી ગયુ છે ત્યારે તેની સાથે જ ઓનલાઇન ઠગાઈના કિસ્સાઓનુ પ્રમાણ પણ હાલ ખુબ જ વધી ગયુ છે. હાલ, ઓનલાઇન ફ્રોડ કરીને વ્યક્તિને કોઈપણ લાલચ આપીને હજારો રૂપિયાની ઠગાઈ ઓનલાઈન કરવામા આવી રહી છે.

image soucre

આવો જ એક બનાવ સોલામા રહેતી એક એન્જીનીયર યુવતી સાથે બની રહ્યો છે. આ યુવતીએ પોતાના ગૂગલ પરથી કસ્ટમર કેરનો નંબર શોધ્યો હતો. આ કંપનીના માણસને ઘરે હેરડાઇ કરાવવા માટે બોલાવવુ આ સ્ત્રીને ખુબ જ મોંઘુ પડ્યુ. તો ચાલો જાણીએ શું છે સમગ્ર ઘટના?

થલતેજના સુપ્રભાત એપાર્ટમેન્ટમા રહેતી શકુન્તલા ચૌધરીએ હાલ ઓનલાઈન ફ્રોડ કરનાર અજાણ્યા ગઠિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. શકુન્તલા એ એક ખાનગી કંપનીમાં ઓટોમેશન એન્જીનીયર તરીકે ફરજ બજાવી રહી છે. ઘટના કઈક એવી બની હતી કે, ઇસ્કોનના રિલાયન્સ મોલમાથી આ યુવતીએ લોરિયલ કંપનીની હેરડાઇ ખરીદી હતી, જેમા અર્બન કંપનીનુ એક કાર્ડ હતુ.

image socure

આ કાર્ડમા એવુ જણાવવામા આવેલુ હતુ કે, આ કંપનીના માણસો ઘરે આવીને ડાઇ કરી જાય છે. આ કારણોસર જ શકુન્તલા પોતાના ગૂગલ બ્રાઉઝર પરથી આ લોકોનો કસ્ટમર કેરનો નંબર સર્ચ કરતી હતી. આ સર્ચ દરમિયાન તેણીને એક યુવકનો નંબર મળ્યો હતો.

image socure

શકુન્તલાએ તેને ફોન કરીને જણાવ્યુ કે, તેની પાસે આ હેરડાઈનુ કાર્ડ છે અને તેણી તેમની સેવા ઈચ્છે છે. ત્યારબાદ યુવકે શકુન્તલાને જણાવ્યુ કે, તમે કંપનીના નિયમ મુજબ ખાલી એક જ વખત ખરીદી કરી શકો છો. હવે જો તમે ફરીથી ખરીદી કરવા ઈચ્છતા હોવ તો તમારે સૌથી પહેલા તો તમારા ફોનમા એનીડેસ્ક નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે.

image socure

આ એપ્લીકેશન ડાઉનલોડ કર્યા પછી હુ તમને આગળની વિગતો જણાવીશ. શકુન્તલાએ તે યુવકે માંગી તે તમામ માહિતી આ એનીડેસ્ક એપ્લીકેશનમા નાખી દેતા જ તેના ખાતામાંથી ચાર વખત ૯પ,૮૮૮ રૂપિયા ઉપડી ગયા હતા. આ ઘટના બનતા જ શકુંતલા થોડા સમય માટે તો શોકમા ચાલી ગઈ કારણકે, તેણીને આ બધુ કેવી રીતે થયુ? તે સમજાઈ જ નહોતુ રહ્યુ.

image soucre

આ ઘટના જેવી ઘટી કે તુરંત જ શકુન્તલાએ સોલા પોલીસ સ્ટેશનમા આ અજાણ્યા યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી દીધી, હાલ, પોલીસે આ ગુનો નોંધી તે અંગે તપાસ આગળ હાથ ધરી છે. ત્યારે આજે આ ઘટના પરથી તમે પણ શીખ લેજો અને કોઈપણ પ્રકારની ઓનલાઈન સેવાઓનો ઉપયોગ કરતા પહેલા તેની વાસ્તવિકતા અવશ્યપણે તપાસી લેજો, ધન્યવાદ!

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત