શું તમે પણ દરરોજ કરો છો કસરત? જો ‘હા’ તો જાણી લો તમારા મગજ પર કસરતની કેવી થાય છે અસર

મિત્રો, પ્રવર્તમાન સમય એટલો વ્યસ્તતા ભરેલો બની ચુક્યો છે કે, લોકો પાસે પોતાના સ્વાસ્થ્યની સાર-સંભાળ રાખવાનો પણ સમય નથી અને તેના કારણે જ તેમનુ સ્વાસ્થ્ય અવારનવાર કથળે છે. આજે આ લેખમા અમે તમને એક એવી બાબત વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જે તમારા સ્વાસ્થ્યને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે ખુબ જ સહાયરૂપ સાબિત થશે.

image soucre

આપણામાંથી મોટાભાગના લોકો વહેલી સવારે કસરત કરવા તો જતા જ હશે પરંતુ, શું તમને ખ્યાલ છે કે, આ વ્યાયામ એ તમારા શરીર માટે કેટલો લાભદાયી છે? તથા નિયમિત વ્યાયામ કરવાની આદત કેળવવાથી તમને અને તમારા સ્વાસ્થ્યને કેટલો લાભ થશે? નથી ખબર તો ચાલો જાણીએ આજે આ લેખમા.

image socure

હાલ, પ્રવર્તમાન સમયમા થયેલા એક અભ્યાસ દરમિયાન એવુ જાણવા મળ્યું છે કે, નિયમિત ઝડપ કરતા વધુ ઝડપે કરવામા આવતી કસરત એ તમારા મગજના ભાગ સુધી ખુબ જ સારી અસર પહોંચાડે છે અને તમારી યાદશક્તિ સુધારવામા તમને ખુબ જ સહાયરૂપ સાબિત થાય છે.

image soucre

આ સંશોધકોના જણાવ્યા મુજબ ફક્ત યુવાનોમા જ નહી પરંતુ, આ કસરત ૬૦ વર્ષ અથવા તો તેના કરતા પણ મોટી ઉમરના લોકો માટે લાભદાયક સાબિત થઇ શકે છે. આ સંશોધકોએ જણાવ્યું કે, ધીમી ગતિએ કરવામા આવતી કસરત કરતા સુરક્ષાનુ ધ્યાન રાખીને ઝડપથી કરવામાં આવતી કસરત આપણા શરીર અને મગજ માટે ખુબ જ વધારે સકારાત્મક અને લાભદાયી રહે છે.

image soucre

હેમિલ્ટનની મેકમાસ્ટર યુનિર્વિસટીના સંશોધકોએ બાર અઠવાડિયા સુધી ૬૦-૮૮ વર્ષ સુધીના ૬૪ જેટલા બેઠાડુ જીવન જીવતા લોકો પર એક અભ્યાસ હાથ ધર્યો હતો. આ બધા લોકોને ત્રણ જુદા-જુદા જૂથમાં વહેંચવામાં આવ્યા હતા, જેમને અમુક જુદી-જુદી કસરત પણ આપવામા આવી હતી.

image source

કસરત કરતા પહેલા અને પછીના લેવામા આવેલ માહિતીના આધાર પર એવુ તારણ જાણવા મળ્યુ કે, ઝડપથી કરવામા આવતી કસરતથી આ લોકોને અલ્ઝાઇમર થવાની શક્યતા એકદમ ઘટી જાય છે. આ સિવાય તેમની યાદશક્તિ પહેલા કરતા પણ વધારે પડતી સારી થઈ જતી. તેમને નિયમિત ૪ મિનિટ ટ્રેડ મિલ વોક અને ત્યારબાદ પોણો કલાક મીડિયમ ઝડપ સાથે એરોબિક્સ કરાવવામા આવતી હતી.

image soucre

આ સંશોધકોએ એમ પણ જણાવ્યુ કે, અમુક જાણકારોના માર્ગદર્શન હેઠળ કરવામા આવતી એરોબિક્સની કસરતો એ તમારી માનસિક સમસ્યાઓને દૂર કરવામા પણ ખુબ જ મદદગાર સાબિત થાય છે. માટે તમે પણ આ કસરતોને તમારું રૂટીન બનાવો અને તમારા સ્વાસ્થ્યને સ્વસ્થ અને તંદુરસ્ત રાખો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત