હાર્ટ બ્લોકેજની સમસ્યાઓને દૂર કરવા માટે ખાઓ ફુડ્સ

હ્રદય બ્લોક થવાની સમસ્યા હોય તો આ સેવન કરવાથી ધમનીઓ સ્વચ્છ થઇ જશે.

જેમ તેમ ખાવા પીવા અને જીવન શૈલીમાં ચાલી રહેલા બદલાવોના કારણે હ્રદયમાં આવનારા બ્લોકેજની સમસ્યા સાવ સામાન્ય બાબત બની ચુકી છે. માત્ર વૃદ્ધોમાં જ નહી પણ હવે તો યુવાઓમાં પણ હ્રદય બ્લોકેજની સમસ્યા ઘણા પ્રમાણમાં વધી રહી છે. હ્રદય બ્લોકેજ થવાથી લોકો મોઘા ભાવની દવાઓનું સેવન કરે છે, જો કે તમે કેટલીક પ્રાકૃતિક વસ્તુઓના સેવનથી પણ બંધ નસોને ખોલી શકાય છે. તો આજે અમે આપને કેટલાક એવા અસરકારક ફૂડ વિશે જણાવીશું જે ધમનીઓના બ્લોકની સમસ્યા દુર કરવામાં સહાયક થશે.

લસણ

image source

લસણ હ્રદયની ધમનીઓને સાફ રાખવામાં મદદરૂપ થાય છે. આ નસોમાં ચરબી અને પ્રોટીનને જમા થવાથી રોકે છે તેમજ શરીરમાં એન્જાઈમના સ્તરને સામાન્ય રાખવામાં પણ સહાયક બને છે. આ સાથે લસણ એ ધમનીઓમાં વધારાની ચરબીને જમા થવાથી પણ રોકે છે.

રેડ વાઈન

image source

આમ તો દારૂનું સેવન સ્વાસ્થ્ય માટે સારું નથી ગણાતું, પણ અઠવાડિયામાં ૧-૨ વખત રેડ વાઈન પીવાથી હ્રદય બ્લોકેજની સમસ્યા થતી નથી. આ સાથે જ એ લોઈના પરિભ્રમણ નિયંત્રણમાં રાખે છે. તેમજ જો ઓછી માત્રામાં વાઈનનું સેવન કરવાથી અન્ય રોગોથી પણ બચી શકાય છે.

ચોકલેટ

image source

યોગ્ય માત્રામાં ચોકલેટનું સેવન કરવાથી નસોમાં બ્લોકેજ અટકાવી શકાય છે. આ સાથે જ ડાર્ક ચોકલેટ લોઈના દબાણને પણ નિયંત્રણમાં રાખે છે. જો કે વધુ પ્રમાણમાં ચોકલેટ નુકશાન કારક છે.

હળદળ

image source

ઔષધીય ગુણોથી ભરપુર હળદળનું સેવન કરવાથી હ્રદયની નસો એટલે કે ધમનીઓ સ્વસ્થ રહે છે. જો તમને હ્રદય બ્લોકેજની સમસ્યા રહે છે તો હળદળ વાળા દૂધનું સેવન કરવું હિતાવહ છે. આ કારણે ધમનીઓમાં જમા વિષાણુ યુક્ત દ્રવ્યો બહાર નીકળી જાય છે.

દાળ અને કઠોળ

દાળ, ફણગાવેલા કઠોળ અને ફળીઓ હૃદય રોગ, ધમનીઓમાં અવરોધ અને લોહી ઘટ્ટ પડી જવાની સંભાવનાઓને પણ ઘટાડે છે. આ સાથે બ્લડ પ્રેશર અને કોલેસ્ટરોલને પણ સામાન્ય રાખે છે. આ ધમનીઓમાં અવરોધનું જોખમ ઘટાડે છે.

અશ્વગંધા

image source

એંટી-ઓક્સીડેન્ટ અને એંટી-ઇન્ફ્લામેટ્રીના તત્વોથી ભરપુર આ દવા પણ હ્રદય બ્લોકેજની સમસ્યાથી બચાવે છે. આ દ્વારા કોશિકાઓ મજબુત બને છે અને હ્રદય રોગોથી પણ રક્ષણ મળે છે.

એલાઈચી

image source

જો તમને પણ હ્રદય બ્લોકેજની સમસ્યા રહે છે, તો એલચીને બરાબર ચાવતા રહો. તમારી સમસ્યા આપોઆપ દૂર થશે.

આ વસ્તુઓનું સેવન ટાળો

નસો બ્લોકેજના કિસ્સામાં તમારે મીઠું, ખાંડ, આઈસ્ક્રીમ, તળેલા ખોરાક, પ્રોસેસ્ડ અથવા શુદ્ધ ખોરાક, જંક ફુડ્સ, માંસાહાર-પ્રોટીન અને દારૂનું સેવન ન કરવું જોઈએ. આ વસ્તુઓનું સેવન કરવાથી તમારી સમસ્યા વધી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત