ઘરે બાળકોને વ્યસ્ત રાખવા અને તેમને મજા આવે એવુ કાર્ય કરવા વાંચી લો આ ટિપ્સ

બાળકોની શાળાઓ કોરોના રોગચાળાને કારણે લાંબા સમયથી બંધ છે. બાળકો પણ મહિનાઓથી ઘરે હોવાને કારણે પરેશાન થઈ ગયા છે. મિત્રો સાથે મળવાનું અને રમવાનું પણ બંધ થઈ ગયું છે. આવી સ્થિતિમાં માતા-પિતામાં સાથે પણ સમસ્યા ઉભી થાય છે.

image source

ઘરમાં બંધ રહેવાથી બાળકો ચીડિયા સ્વભાવના થઈ રહ્યા છે. તેઓ પહેલાની જેમ ખુશ દેખાઈ રહ્યા નથી. ઘરમાં સતત બંધ રહેવાને લીધે તેઓ પહેલાની જેમ શારીરિક રીતે ફીટ પણ દેખાતા નથી. લોકડાઉનની અસર તેમની માનસિકતા પર પણ દેખાઈ રહી છે. તેમનામાં એક પ્રકારનું ટેન્શન પણ દેખાવા લાગ્યું છે. માતાપિતા માટે આ ચિંતાનો વિષય બની ગયો છે. કેટલીક વિશેષ પદ્ધતિઓ અપનાવવાથી, બાળકોને વ્યસ્ત રાખી શકાય છે અને એવા પ્રયત્નો કરી શકાય છે કે જેની તેમના મગજમાં કોઈ નકારાત્મક અસર ન પડે.

1. બાળકો માટે રૂટિન બનાવો

image source

બાળકોને વ્યસ્ત રાખવા માટે અને તેઓ રોજિંદા દરેક કામ યોગ્ય રીતે કરતા રહે, આ માટે એક રૂટિન બનાવવું અને તેને અનુસરવું જરૂરી છે. આ નિત્યક્રમમાં, ઊંઘથી લઈને જાગવું, રમવું, અભ્યાસ અને ટીવી જોવાનો સમય નક્કી કરવો જરૂરી છે. આમ કરવાથી બાળકોને વ્યસ્ત રાખી શકાશે અને તેમના મગજમાં કોઈ નકારાત્મક અસર પણ નહીં પડે.

2. મિત્રો સાથે વાત કરાવી શકો છો

image source

તે ઠીક છે કે અત્યારે બાળકો ઘરની બહાર જઇ શકતા નથી અને મિત્રો સાથે મળવાનું શક્ય નથી, પરંતુ માતાપિતા ક્યારેક મિત્રો સાથે ફોન પર બાળકોની વાત કરાવી શકે છે. બાળકો વિડિઓ કોલિંગ દ્વારા તેમના મિત્રોને જોઈ પણ શકે છે. આનાથી તેઓને વધુ સારું લાગશે.

3. સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં લગાવો

image source

બાળકો માટે ઘણી પ્રકારની રચનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરી શકાય છે અને તેમને તેમાં સામેલ કરી શકાય છે. આ પ્રવૃત્તિઓ ઘણા પ્રકારની હોઈ શકે છે. માતાપિતા ઈચ્છે તો આર્ટ એન્ડ ક્રાફ્ટ, ડ્રોઇંગ, પ્લાન્ટેશન, ક્વિઝ, કવિતા વાંચન જેવા પ્રોગ્રામ બનાવી શકે છે. બાળકો તેમાં ભાગ લઈને સારું અનુભવશે અને તેમની સર્જનાત્મકતા પણ વધશે.

4. ઇન્ડોર રમતો

image source

બાળકોને ઇન્ડોર રમતો રમવા માટે પણ પ્રોત્સાહિત કરી શકાય છે. આજકાલ મોટાભાગના બાળકો કમ્પ્યુટર અથવા સ્માર્ટફોન પર ઓનલાઇન રમતો રમવાનું પસંદ કરે છે. તેની સારી અસર થતી નથી. તેના બદલે, બાળકો લુડો, કેરમ, ચેસ જેવી રમતોમાં સમય પસાર કરી શકે છે.

5. બાળકોને સમય આપો

image source

માતાપિતાએ બાળકોને થોડો સમય આપવો જ જોઇએ. તેમની સાથે બેસો, ગપસપ કરો અને મિત્રની જેમ વર્તો. માતાપિતા બાળકોને વાર્તા અથવા કવિતા કહી શકે છે. તેઓ તેમને કંઇક સંભળાવવા પણ કહી શકે છે. બાળકોને તેમની રુચિના વિષયો પર ચર્ચા કરવા કહી શકાય છે. માતાપિતા જ્યારે બાળકો સાથે વાત કરે છે ત્યારે તેમને ગમે છે અને તેમનો આત્મવિશ્વાસ પણ વધે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત