જાણો IPLમાં કોના પર કેટલી ધનવર્ષા થઈ, ગુજરાત ટીમને મળ્યા 20 કરોડ, રાજસ્થાન પણ માલામાલ, જાણો બધા જ આંકડા

IPLની 15મી સિઝનનો ચેમ્પિયન મળી ગયો છે. પ્રથમ વખત IPL રમી રહેલી ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને હરાવીને ટાઇટલ જીત્યું હતું. આ જીત બાદ ગુજરાતને BCCI તરફથી પણ ઘણી રકમ મળી અને તેને ટ્રોફીની સાથે 20 કરોડ રૂપિયાની ઈનામી રકમ પણ મળી. ઉપવિજેતા રાજસ્થાનને પણ 12.5 કરોડ રૂપિયા મળ્યા હતા. ત્રીજા ક્રમે બેંગ્લોરને 7 કરોડ અને ચોથા ક્રમે લખનૌને 6.5 કરોડનું રોકડ ઈનામ મળ્યું.

image source

ટીમો ઉપરાંત ટુર્નામેન્ટમાં સારૂ પ્રદર્શન કરનાર ખેલાડીઓએ પણ ઘણી કમાણી કરી હતી. સૌથી વધુ વિકેટ લેનાર રાજસ્થાનના યુઝવેન્દ્ર ચહલને જાંબલી કેપ સાથે 10 લાખ રૂપિયા મળ્યા હતા. ચહલે આ સિઝનમાં 27 વિકેટ લીધી હતી.

તે જ સમયે, સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર રાજસ્થાનના ઓપનર જોસ બટલરને ઓરેન્જ કેપ સાથે 10 લાખ રૂપિયા મળ્યા હતા. બટલરે 17 મેચમાં 863 રન બનાવ્યા હતા.

image source

ફાઈનલના મેન ઓફ ધ મેચ હાર્દિક પંડ્યાને 5 લાખ રૂપિયા મળ્યા હતા. આ ઉપરાંત અંતિમ પ્રેઝન્ટેશન સેરેમનીમાં ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ યર, સુપર સ્ટ્રાઈકર ઓફ ધ સિઝન, મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ યર, ગેમચેન્જર ઓફ ધ યર, પાવર પ્લેયર ઓફ ધ યર અને મેક્સિમ સિક્સ એવોર્ડ પણ આપવામાં આવ્યા હતા.