કોરોનાની મહામારી યથાવત છે તેવા સમયે ઉનાળામાં સ્વસ્થ રહેવાના ઉપાયોની સાથે સાથે જાણો ગરમ લૂથી રક્ષણ આપતા આમપન્નાની રેસેપી

ઉનાળામાં લૂથી બચવા માટે તેમજ તબિયતને જાળવી રાખવા માટે ઘરમાં જ ઉપલબ્ધ વસ્તુઓથી કરો સ્વાસ્થ્યનું રક્ષણ

મિત્રો, મે મહિનો આવવાની તૈયારી માં છે પણ આપણે અહીં તો, એપ્રિલમાં ગરમી શરૂઆત થઈ જાય છે. તો ગરમી થી બચવા માટે ક્યાં ઉપાયો કરીશું તે જાણીશું

ગરમી ઋતુ આવતા જ લોકો ને અનેક પરેશાની નો સામનો કરવો પડે છે તેથી આપણે કેવી રીતે બચી શકાય તે જોઈશું.

image source

ઘરેલુ ઉપચાર અને ગરમી માં કેવી રીતે બચી શકાય.

1. ગરમી માં વધારે ભારે ભોજન ન કરવા જોઈએ. તળેલું, આથાવાળું, તીખું ખાવાનું ટાળવું જોઈએ. વધારે ખવાથી ઝાડાઉલટી મુશ્કેલી નો સામનો કરવો પડે છે.

2. બપોર ના લંચ માં દહીં,છાસ, મઠો લસ્સી લઈ શકો છો.

3. ગરમી ની સીઝન માં ડુંગરી નું સેવન તેમ જ શાક માં દૂધી,કાકડી,પાલક,ફૂદીનો, ગલકા, લીંબુ નું સેવન કરવું જે શાક માં પાણી નું પ્રમાણ હોય તેવા શાક વપરાશ કરી શકાય.

image source

4. ફળ માં શક્કરટેટી, તડબૂચ,કેરી, સ્ટ્રોબેરી, અનાનસ, રાશબરી, લીચી, કિવિ જેવા ફળો લઈ શકાય.

5. ગરમી ની સીઝન માં માટલા નું પાણી પીવું જોઈએ. દરરોજ 2 થી 3 લીટર પાણી જોઈએ.

6.તમે જો યોગાસન ના જાણકાર છો તો તમે નિયમિત પણે કરી શકાય.

7.બજાર માં મળતા બનાવટી રંગો ના ઠંડા પીણા નું સેવન કરતા ઘર ના ઠંડા પીણા નું સેવન કરો. જેમકે ખસ, ચંદન, ગુલાબ, ફાલશા સંતરા જેવા સરબત લઈ શકો છો

image source

લીંબુ સરબત, આમપન્ના બનાવી ને લઈ શકો છો.

8. વરીયાળી જીરું નું પણ લઈ શકાય. છાસ માં જીરું નાખી પી શકાય છે.

તો ચાલો આપણે જોઈશું આમપન્ના ની રેસિપી…

સામગ્રી.

કાચી કેરી 2 થી 3 નંગ :(300ગ્રામ:)

શેકેલું જીરું 1 ચમચી

મરી અડધી ચમચી

સંચળ 1 ચમચી

મીઠું સ્વાદ પ્રમાણે

ખાંડ 100 150 ગ્રામ

ફુદીનાં 15 થી 20 પત્તાં

image source

બનાવની વિધિ

કેરી ને ધોઈને ઝાલ ઉતારી ને તેને બાફવા મુકવી કુકર માં બે તન સિટી બોલાવવી પછી મિક્સરમાં માં ક્રશ કરીને પલ્પ બનનાવી શકો છો. આ પલ્પ ફ્રીઝર માં સ્ટોર પણ કરી શકાય છે.

પછી મિક્સર ના જાર માં પલ્પ લઇ ખાંડ નાખી ઠંડું પાણી લઈને ફુદીનો જીરું. મરી. સંચળ નાખી ક્રશ કરી લો પછી એને ગાળી લઇ ને મીઠું ઉમેરો. તો ગરમી ની મોસમ માં ઠંડુ ઠંડુ પીણું

પછી તેને સર્વ કરો. અને આનંદ માણો

તો હવે હું આશા રાખું છું કે તમે ચોક્કસ તમારું ધ્યાન રાખશો. ઉપર ના ઉપચાર ને ચોક્કસ અનુશરસો.

રેસેપી – જીનલ અર્જુન પટેલ.