ગળાની તકલીફ દૂર કરવાના ઉપાયો સાથે સાથે આજે અમે તમારા માટે લાવ્યા છીએ ઇમ્યુનીટી વધારતા ઉકાળાની રેસિપી

શું વારંવાર ગળામાં તકલીફ થઈ રહી છે ? તો જાણો તે માટે જવાબદાર કારણો અને તેના ઉપાયો

જયારે કંઈક ખાવા માં આવે ત્યારે તમને ગળા માં દુખે અથવા સોજો આવે ખોરાક ઉતારવા માં તકલીફ પડે તો નળી માં સોજો હોયછે જેથી ખારાશ પણ લાગ્યા કરે છે જેને મેડિકલ ભાષા માં ફેરીન્જાઇટિસ કેહવા માં આવે છે. ખાસ આ પ્રકાર નો રોગ ઠંડી માં કા તો બંને સીઝન ભેગી થાય ત્યારે જોવા મળે છે.

image source

તો તેના લક્ષણો, કારણો, ઘરેલુ ઉપાય જોઈશું.

કારણો

ફેરીન્જાઇટિસ નું મુખ્ય કારણ વાયરસ છે. પરંતુ ક્યારેક ક્યારેક આ બેક્ટેરિયા ઈન્ફેક્શન કારણ થી આ સમસ્યા થઈ શકે છે અમુક સમયે સ્મોકિંગ કરવાથી ઠંડા પાણી ના સેવન થી જોવા મળે છે.

લક્ષણો

ગળા માં દર્દ થવું

ખોરાક ઉતારતી વખતે ગળા માં દુખાવો.

ગળા માં બળતરા થાય.

ગળા માં સોજો અવવો.

ગળા માં ખારાશ મહેસૂસ થવી.

image source

ઘરેલું ઉપાયો.

1.પાણી ને હૂંફાળું કરીને એમા મીઠું નાખીને હલાવી ને કોગળા કરવા. દિવસ માં બે ત્રણ વાર આ ઉપાય કરવો.

2. આદુ નો ઉપયોગ કરો. આદુ ની સુકવણી કરી ને મો માં રાખી શકો છો.

આદું નું પાણી માં ઉમેરીને લઇ શકાય.

આદું વાળી ચા અથવા દૂધ પણ લેવાય.

3.હૂંફાળું પાણી માં લીંબુનો રસ ઉમેરીને આખો દિવસ એનું સેવન કરાય. આમ કરવાથી રાહત મળે છે જો ગમે તો મધ પણ નાખી શકાય.

image source

4. તજ લવિંગ મોં માં રાખીને ચૂસવાથી રાહત મળશે. જો ગમે તો પાણી ચા દૂધ માં પણ ઉકાળી ને લઇ શકાય.

5. હુંફાળું પાણી લઈ ને હળદર નાખીને પીવાથી લાભ થાય છે

6. લસણ નો ઉપયોગ કરવાથી પણ રાહત મળે છે. ગળા માં સોજો માં ફાયદો થાય છે.

તો ચાલો એક ઉકાળો બનાવતા શીખીએ.

દસ નંગ તુલસીના પાન

દસ નંગ કાળા મરી

એક કટકો આદુ

એક ઈલાયચી

એક લવિંગ

નાનો ટુકડો તજ

મીઠું સ્વાદ અનુસાર

મધ સ્વાદ અનુસાર

હળદર ચપટી

image source

રીત.

એક કપ પાણીમાં દસ તુલસીના પાન નાખો. પછી ત્યારબાદ તેમાં દસ કાળા મરી નાખો. પછી તેમાં એક કટકો આદુનો વાટીને નાખો. પછી એક ઇલાયચી, લવિંગ, થોડું તજ, નાંખીને બરાબર ઉકાળી લો. આને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી પાણી અડધું ન થઈ જાય. ત્યારબાદ તેને ગાળીને તેમાં સ્વાદ મુજબ મીઠુ, હળદર મધ નાંખીને પીઓ.

તો આ ઉપાયો કરવાથી તમે હેલ્થી રહી શકો છો. રોગપ્રતિકાર શક્તિ વધારો કરી શકો છો.

રેસેપી – જીનલ અર્જુન પટેલ