એક પણ દવા લીધા વગર આ રીતે કરો કિડનીને સાફ, પથરી અને ઇમ્યુનિટીમાં પણ આ ત્રણ વસ્તુઓના છે જબરદસ્ત ફાયદા

કિડની આપણા શરીરને ડિટોક્સિફાઈ કરવાનું કામ કરે છે. એ ઝેરીલા અને અત્યંત તરલ પદાર્થોને યુરિન મારફતે શરીરમાંથી બહાર કાઢે છે. શરીરમાં લોહીને શુદ્ધ કરનારી કિડનીને જો સાફ ન રાખવામાં આવે તો યુરિનરી ડિસઓર્ડર સહિત પેટનો દુખાવો, તાવ, અને ઉલટી જેવી ગંભીર સમસ્યાઓ વધી શકે છે.

કિડની કેવી રીતે બની શકે છે મૃત્યુનું કારણ?

એટલું જ નહીં કિડનીમાં જમા થયેલા ઝેરીલા પદાર્થો બ્લડ શુદ્ધિકરણમાં બાધક બનીને માણસના મૃત્યુનું કારણ બની શકે છે. જો તમે ખાવાપીવામાં સાવધાની રાખો અને સાથે સાથ3 ડાયટમાં પણ અમુક વસ્તુઓનો સમાવેશ કરો તો ખૂબ જ સરળતાથી કિડનીને સાફ રાખી શકો છો. આ વસ્તુઓને તમે કુકિંગ કે ડ્રિન્ક કોઈપણ રીતે પ્રયોગ કરી શકો છો.

ધાણા.

image source

સામાન્ય રીતે દરેક રસોડામાં ધાણાનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે ધાણામાં રહેલા ડિટોક્સિફિકેશનનો ગુણ શરીરમાં ઝેરીલા પદાર્થોને બહાર કાઢવામાં મદદરૂપ છે. તમે ડિનર ડાયટ કે જ્યુસમાં પણ તેનો ઉપયોગ કરી શકો છો.

જીરું

image source

દાળમાં વઘાર માટે ઉપયોગમાં લેવાતું જીરું પણ કિડનીની સફાઈમાં ખૂબ જ મદદરૂપ છે. લીંબુની 4 5 સ્લાઇસની સાથે જીરું અને ઘણા મેળવીને ઘરમાં જ એક ડિટોક્સિફાઈ ડ્રિન્ક તૈયાર કરી શકાય છે. કિડનીની ઝડપથી સફાઈ કરવા માટે આ ડ્રિન્ક ખૂબ જ ફાયદાકારક છે.

ધાણા અને જીરાનું ડ્રિન્ક.

image source

એક લીટર પાણીને ધીમા તાપે ઉકાળો. એ પછી ધાણાના થોડા પાંદડા નાખી દો અને 10 મિનિટ સુધી ઉકળવા ડો. હવે3 આ ઉકડેલા પાણીમાં લીંબુની કાપેલી સ્લાઈસ અને એક ચમચી જીરું ભેળવો. ત્રણેય વસ્તુઓને પાંચ મિનિટ સુધી ઉકળવા દો અને પછી ગાળીને પી લો. આ ડ્રિન્કને રોજ પીવાથી તમારી કિડની એકદમ સાફ થઈ જશે.સાથે સાથે પેટના પણ મોટા રોગ પણ દૂર થશે.

મકાઈના વાળ.

image source

તમે લોકોને ઘણીવાર મકાઈના દાણા ખાતા જોયા હશે. પણ શું તમને ખબર છે કે મકાઈ દોડાના દાણા પર દેખાતા ગોલ્ડન કલરના રેસા તમારી કિડનીને ડિટોક્સિફાઈ કરી શકે છે. આ કિડની અને બ્લેડરને ડિટોક્સિફાઈ કરવાની સાથે સાથે બ્લડ સુગર ને રેગ્યુલેટ કરે છે અને ઇમ્યુનિટી બુસ્ટરનું કામ કરે છે.

કેવી રીતે બનાવશો ડ્રિન્ક?

image source

મકાઈના વાળનું ડ્રિન્ક બનાવવા માટે બે ગ્લાસ પાણીને સારી રીતે ઉકાળો. એ પછી પાણીમાં એક વાટકી મકાઈના વાળ નાખી દો અને ધીમા તાપે ઉકાળો. આ પાણીમાં એક લીંબુ નીચોવી લો અને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી પાણી એક ગ્લાસ જેટલું થઈ જાય. આ ડ્રિન્કને રોજ સવાર સાંજ પીવાથી જલ્દી જ તમને ફાયદા દેખાવાનું શરૂ થઈ જાહે. જે લોકોને પથરીની તકલીફ હોય એમના માટે આ ડ્રિન્ક ખૂબ જ ફાયદાકારક છે.

એક્સપર્ટનું માનીએ તો જ્યારે માણસની કિડની શરીરમાં પૂરતું લોહીને ફિલ્ટર કરવાનું બંધ કરી દે છે ત્યારે એને કિડની ફેલિયર કહે છે. હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, બ્લડને ફિલ્ટ કરનાર ભાગનું ડેમેજ થવું કે કિડની સ્ટોન થાય ત્યારે માણસની કિડની ખરાબ થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત