આ ભૂલોથી હોઠ થાય છે કાળા, આજથી 6 આદતો બદલીને કરો ઘરેલૂ ઉપાયો

મહિલા હોય કે પુરુષ દરેક ઇચ્છે છે કે તેમના હોઠ ગુલાબી હોય. પણ દિવસભરની કેટલીક એક્ટિવિટીમાં એવી ભૂલો કરી લઇએ છીએ કે હોઠ કાળા થઇ જાય છે. તમે જ્યારે આ કામ કરો છો ત્યારે તમે સાવ અજાણ હોવ છો કે તેની અસર તમારા હોઠ પર થઇ રહી છે. એથી વિશેષ તે તમારા હોઠને કાળા કરે છે તે તમે જાણતા નથી. આ ભૂલોને અવોઇડ કરો તો આ પ્રોબ્લેમથી બચી શકાય છે. બ્યુટી એક્સપર્ટ કાંતા સૂદબતા જણાવે છે કે હોઠને કાળા કરતી 6 ભૂલો વિશે.

image source

જો ધ્યાન ન રાખવામાં આવે તો હોઠ ફાટવા, હોઠ સૂકાઈ જવા, હોઠ કાળા પડી જવા વગેરે સમસ્યાઓ વારંવાર સતાવતી હોય છે. એમાંય ઘણાં લોકોનાં હોઠ તો એટલી હદે ફાટી જાય છે કે તેમાંથી લોહી નીકળવા લાગે છે. અને તેને લીધે ચહેરો પણ ખરાબ દેખાય છે. જેના માટે બજારમાં જાત-જાતના પ્રસાધનો મળે છે જેને હોઠ પર લગાવી તમે તાત્કાલિક આરામ તો મેળવી લો છો પરંતુ આ પ્રસાધનોથી લાંબા ગાળે હોઠની સુંદરતા નષ્ટ કરી દે છે અને હોઠનો નેચરલ રંગ છીનવી હોઠને બેજાન અને કાળા બનાવી દે છે. જેથી આજે અમે તમને ઘરે જ કરી શકાય એવા ખાસ, સસ્તા અને સરળ નુસખા જણાવીશું. તે તમારા કોમળ અને નેચરલ ગુલાબી બનાવશે.

જાણો હોઠને કાળા કરતી કેટલીક ભૂલો વિશે…

ન કરો આ 6 Mistakes, હોઠ થઈ જાય છે કાળા

કોફી

image source

દિવસભરમાં 2-3 વાર કોફી પીવું સારું છે, પણ તેનાથી વધારે પીવાથી તેમાંના કેફીન હોઠને ધીરે ધીરે કાળા કરે છે.

ઓછું પાણી પીવું

ઓછું પાણી પીવાથી ડિહાઇડ્રેશનની સમસ્યા રહે છે. તેનાથી હોઠ સૂકાઇ જાય છે અને સાથે તે કાળા થવા લાગે છે.

દાંતથી હોઠ ઘસવા

કેટલાક લોકોને દાંતથી હોઠને ઘસવાની આદત હોય છે. તેના કારણે હોઠમાં ડ્રાયનેસ આવે છે. તેનાથી હોઠ કાળા થવા લાગે છે.

સિગરેટ

સિગરેટમાં નિકોટિન હોય છે જે હોઠની સ્કિનને બાળે છે. તેનાથી હોઠ કાળા પડવા લાગે છે.

એન્ટીબાયોટિક દવાઓ

લાંબા સમય સુધી એન્ટીબાયોટિક દવાઓ ખાવાથી બોડી પર તેની સાઇડ ઇફેક્ટ પડે છે. તેના કારણે હોઠ કાળા થાય છે.

કેમિકલ પ્રોડક્ટ્સ

image source

કેમિકલ વાળા લિપ બામ લગાવવાથી હોઠ પર સાઇડ ઇફેક્ટ પડે છે. એવામાં હોઠ કાળા પડવા લાગે છે.</p.

જાણી લો હોઠને ગુલાબી બનાવવાના ઘરેલૂ ઉપાય

લીંબુ

1-1 ચમચી લીંબુનો રસ, મધ અને ગ્લિસરીન મિક્સ કરો. તેને રેગ્યુલર રાતે સૂતા પહેલાં હોઠ પર લગાવો.

ગુલાબજળ

image source

1-1 ચમચી ગુલાબજળ અને મધ મિક્સ કરો. તેને દિવસમાં 3થી 4 વાર હોઠ પર લગાવો.

ઓલિવ ઓઇલ

અડધી ચમચી ઓલિવ ઓઇલમાં 1 ચમચી ખાંડ મિક્સ કરો. તેને હોઠ પર 2 કે 3 મિનિટ સુધી સ્ક્રબ કરો. આવું અઠવાડિયામાં 1 કે 2 વાર કરો.

ખાંડ

image source

1-1 ચમચી ખાંડ, મધ અને અડધી ચમચી બદામનું તેલ મિક્સ કરો. તેનાથી અઠવાડિયામાં 1 કે 2 વાર હોઠ પર સ્ક્રબિંગ કરો.

બીટ

રેગ્યુલર રાતે સૂતા પહેલાં બીટનો રસ હોઠ પર લગાવો. સવારે તેને ધોઇ લો.

કાકડી

image source

રેગ્યુલર કાકડીની 1 સ્લાઇસ લઇને તેને હોઠ પર 5 મિનિટ સુધી ઘસો.

ટામેટા

1 ચમચી ટામેટાના પલ્પમાં મિલ્ક ક્રીમ મિક્સ કરો. તેનાથી હોઠ પર 3થી 4 મિનિટ સુધી મસાજ કરો.

બદામ

5-6 ચમચી બદામ તેલ અને 1 ચમચી મધને મિક્સ કરો. તેનાથી રેગ્યુલર હોઠ પર 3થી 4 મિનિટ મસાજ કરો.

હળદર

image source

1 ચમચી હળદર પાવડરમાં થોડું પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. તેનાથી રેગ્યુલર હોઠ પર 3 મિનિટ સુધી મસાજ કરો. પછી ધોઇ લો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત