મેદસ્વિતાથી લઇને ડેન્ડ્રફ દૂર કરે છે લીમડાના પાન, જાણો આવા જ અન્ય 10 ફાયદા અને ઔષધિય ગુણો

દરેક ભારતીય કિચનમાં સરળતાથી જોવા મળતા મીઠાં લીમડાનો ઉપયોગ ખાસ કરીને શાકભાજી અને દાળમાં સ્વાદનો ઉમેરો લાવવા માટે થાય છે. જો કે, આ મસાલામાં સ્વાદમાં વધારો કરવાની સાથે સાથે અનેક ઔષધિય ગુણો પણ છે. એક રિસર્ચ અનુસાર, પ્રતિ 100 ગ્રામ મીઠા લીમડામાં 66 ટકા મોશ્ચરાઇઝર, 6.1 ટકા પ્રોટીન, 1 ટકા ફેટ, 16 ટકા કાર્બોહાઇડ્રેડ, 6.4 ટકા મિનરલ જોવા મળે છે. મીઠો લીમડો પેટ માટે ખુબ જ ફાયદાકારક છે.

કેવી રીતે કરશો ઉપયોગ

image source

તમારાં ભોજનમાં મીઠા લીમડાની માત્રા વધારો અથવા રોજ સવારે ત્રણ મહિના સુધી ખાલી પેટ મીઠો લીમડો ખાવાથી ફાયદો થશે. મીઠો લીમડો મેદસ્વિતા ઘટાડીને ડાયાબિટીસને દૂર કરે છે.

ડાયાબિટીસને કંટ્રોલ કરે છે

image source

મીઠા લીમડામાં એન્ટી ડાયાબિટીક એજન્ટ હોય છે, જે શરીરમાં ઇન્સ્યુલિનની ગતિવિધિને પ્રભાવિત કરીને બ્લડ શુગર લેવલને ઘટાડે છે. સાથે સાથે તેમાં રહેલા ફાઇબર પણ ડાયાબિટીસના રોગીઓ માટે ફાયદાકારક હોય છે.

ઇન્ફેક્શનથી બચાવે

image source

લીમડાના પાનમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ અને એન્ટીવાયરલ ગુણ હોય છે. તેની પેસ્ટ બનાવીને સ્કિન પર લગાવવાથી સ્કિન ઇન્ફેક્શનનો ખતરો દૂર થાય છે.

વજન ઘટે

image source

અઠવાડિયામાં 3 કે 4 વાર લીમડાના પાનનો જ્યૂસ પીઓ. તેનાથી મેટાબોલિઝમ વધે છે અને વજન કંટ્રોલમાં રહે છે.

ડાયાબિટિઝને કરશે કંટ્રોલ

રેગ્યુલર લીમડાના પાનનો જ્યૂસ પીઓ, તેનાથી ઇન્સ્યુલિન લેવલ બેલેન્સ થશે અને ડાયાબિટિસથી રાહત મળશે.

દાંત રહેશે સ્વસ્થ

image source

રેગ્યુલર લીમડાના કોમળ પાન 5 મિનિટ સુધી દાંત પર ઘસો. તેનાથી દાંતના બેક્ટેરિયા નાશ પામશે અને મોઢાની સ્મેલ દૂર થશે.

તાવ કરશે દૂર

તાવ હોય તો લીમડાના પાનનો કાઢો બનાવીને પીઓ. તેમાં એન્ટીવાયરલ ગુણ ઇમ્યુનિટી વધારે છે અને તાવથી રાહત આપે છે.

હેલ્ધી હેર

image source

લીમડાના પાનને ઉકાળી લો. હૂંફાળું થાય ત્યારે તેનાથી વાળ ધૂઓ. તેમાંનું એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ ગુણ ડેન્ડ્રફ દૂર કરશે. સાથે વાળ કાળા, મજબૂત અને ભરાવદાર બનશે.

કરચલીઓથી રાહત

image source

અઠવાડિયામાં 3-4 વાર લીમડાના પાનને ઉકાળીને પેસ્ટ બનાવીને સ્કિન પર લગાવો. તેનાથી સ્કિન મોઇશ્ચરાઇઝ રહેશે અને કરચલીઓ ઓછી થશે.

ઘા ભરવામાં મદદ કરશે

લીમડાના પાનમાં એન્ટીસેપ્ટિક પ્રોપર્ટી હોય છે. તેને પીસીને ઘા પર લગાવવાથી ઘા ઠીક થાય છે અને ડાઘ દૂર થાય છે.

પિંપલ્સ કરે દૂર

image source

લીમડાના પાનની પેસ્ટને દહીંમાં મિક્સ કરીને પિંપલ્સ પર લગાવો. તેમાંના એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટી પિંપલ્સની સમસ્યા દૂર કરે છે.

બ્લેક હેડ્સ કરશે દૂર

image source

લીમડાના પાનની પેસ્ટને રેગ્યુલર સ્કિન પર લગાવો. તેમાંના એન્ટીસેપ્ટિક અને એન્ટી બેક્ટેરિયલ તત્વ સ્કિનને ક્લીન કરે છે. તેનાથી બ્લેક હેડ્સની સમસ્યા દૂર થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત