શરીરમાં બહુ છે લોહીની ઉણપ? તો આ ઘરેલું ઉપચારો છે તમારા માટે બેસ્ટ, નહિં ચઢાવી પડે લોહીની બોટલ

આપણે બધા પ્રકૃતિની સાથે જોડાયેલા રહીએ છીએ તેથી જે વસ્તુ આપણને કુદરતી રીતે મળે તેનો ઉપાયોગ કરવાથી આપણને ઘણા પ્રકારના લાભ મળી શકે છે તેવી જ એક વસ્તુ છે ઘઉં આપણે તેનો અનાજમાં ઉપયોગ કરીએ છીએ. તેને આપણે ખેતી પણ કરીએ છીએ ઘઉની ખેતી કરીએ ત્યારે ઘઉંને વાવયા પછી જે નાનું અને લીલું ઘાસ ઊગે છે તેને આપણે ઘઉના જવારા કહેવામા આવે છે.

image soucre

તેનું સેવન કરવાથી આપના શરીરને અનેક લાભ મળે છે આનાથી આપણને કેન્સર જેવી જીવલેણ બીમારીથી પણ બચી શકીએ છીએ. આનો તમે રસ કાઢીને પી શકો છો. તે જ્યારે છ થી આઠ ઈંચના થાય ત્યારે તમારે તેનો રસ કાઢીને તેનું સેવન કરવું જોઈએ. તેની અંદર મેગ્નેશિયમ. ક્લોરોફીલ, કેલ્શિયમ. આયોડિન, સેલેનિયમ, જસ્ટ, આયર્ન, ફાઈબર, વિટામિન કે, બી, અને ઇ જેવા ઘણા પોષક તત્વો રહેલા હોય છે. તેનાથી આપણને ઘણા ફાયદા મળી શકે છે.

image source

ઘણા લોકો આને ઘરે મોટા વાસણમાં અથવા લોનમાં આને ઉગાડે છે અને આનો રસ કાઢીને પીવે છે આનાથી તમને અઢળક લાભ મળી શકે છે. જ્યારે તમારા શરીરમાં લોહીની કમી આવી ગઈ હોય તેને એનીમિયા કહેવામા આવે છે. જ્યારે આવી સમસ્યા થાય ત્યારે તમારે આનો રસ કાઢીને પીવો જોઈએ આનાથી તમારી રક્તની કમી દૂર થાય છે આનો રસ નિયમિત પીવાથી આ બીમારી થવાનો ખતરો રહેતો નથી.

image source

આજના સમયમાં વ્યસ્ત અને બેઠાડું અને ખરાબ જીવનશૈલીને કારણે મોટાભાગના લોકો મેદસ્વીતાનો શિકાર બની જાય છે. તેનાથી ઘણી બીમારી ઉત્પન્ન થઈ શકે છે. તેના માટે તમારે આનો રસ પીવાથી તમને ઘણી જલ્દી અસર દેખાશે. આનાથી તમે તમારો વધારાનો વજન ઘટાડી મેદસ્વીતાથી હમેશા માટે છૂટકારો મેળવી શકો છો. આના રસમાં કેલરી સાવ ઓછા પ્રમાણે મળી આવે છે તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર રહેલું હોય છે.

image source

આનાથી શરીરમાં ઘણા પોષક તત્વો મળી રહે છે. આનાથી વધારે ભૂખ લગતી નથી. આનો રસ પીવાથી આપણને પેટને લગતી કોઈ સમસ્યા પણ નહીં થઈ શકે. આના રસનું સેવન કરવાથી પાચનક્રિયા સારી થાય છે તેનાથી પેટને લગતી કોઈ સમસ્યા થતી નથી. આના રસમાં અનેક પ્રકારના એંજાઈમ રહેકા હોય છે જે શરીરને ખોરાકને પચવામાં ખૂબ મદદ કરે છે તેનાથી પેટને લગતી સમસ્યા જેવી કે કબજિયાત, ગેસ થતાં નથી.

image source

આનો રસ પીવાથી કોલેસ્ટ્રોલ જેવી સમસ્યા પણ દૂર કરી શકાય છે આનું સેવન કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં ઘણી મદદ કરે છે તેનાથી હ્રદયને લગતી કોઈ પણ સમસ્યા થતી નથી. આનું સેવન કરવાથી તમને શરીરમાં સોજા જેવી સમસ્યા પણ થતી નથી તેથી આનું સેવન કરવું જોઈએ આનાથી આંતરડાને લગતા સોજામાં પણ ફાયદો કરે છે.

image source

અલ્સરેટિવ કોલાઈટિસ થવાનો હતરો પણ સાવ ઓછો થઈ જાય છે. આનો રસ પીવાથી આપણે બ્લડ પ્રેશરને પણ નિયંત્રણમાં રાખી શકીએ છીએ. આનાથે હાઇ બ્લડ પ્રેશર જેવી ઘણી સમસ્યાથી બચી શકાય છે. આમાં હાઇ બ્લડ પ્રેશર ઘટાડવામાં માટે જાણીતું એટ્રોવાસ્ટેટિન જેવી ઘણી અસરો ઉત્પન્ન કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત