કેલરીથી ભરપૂર હોય છે કેરી, જો આ રીતે ખાશો કેરી તો નહિં વધે વજન, જાણો ફાયદા અને નુકસાન વિશે

ઉનાળામાં કેરી લોકોની પ્રથમ પસંદગી છે, કેમ કે તેનો સ્વાદ બેમિસાલ હોય છે. ઘણા લોકો ઉનાળામાં લગભગ ભોજન સાથે રોજ કેરી ખાવાનું પસંદ કરે છે. કેરીનો સ્વાદ જ ફક્ત સારો લાગતો નથી, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. ડૉ. લક્ષ્મીદત્ત શુક્લાના મતે, કેરીમાં વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, પોટેશિયમ અને આયર્ન ભરપુર માત્રામાં હોય છે. આ સિવાય કેરીમાં શર્કરા પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે, જે શરીરમાં ઉર્જા વધારવાનું કામ કરે છે.

image source

વિટામિનની હાજરીને કારણે કેરી આંખો માટે સારી છે. ઉપરાંત, કેરીમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જેનાથી પાચનશક્તિને મજબૂત બને છે. કેરીના સેવનથી હાર્ટ સંબંધિત રોગો પણ થતા નથી. કેરી ખાવાથી શરીરની પ્રતિરક્ષા ક્ષમતા પણ મજબૂત બને છે. કેરીમાં એન્ટીઓક્સિડેન્ટ્સ પણ વધુ માત્રામાં હોય છે, તેથી કેરીનું નિયમિત સેવન કરવાથી કેન્સર જેવા જીવલેણ રોગોથી પણ બચી શકાય છે. પરંતુ કેરીનું નિયમિત સેવન કરવાથી વજન પણ વધી શકે છે ચાલો આપણે જાણીએ કે…

સામાન્ય કેરીમાં 150 કેલરી હોય છે

image source

બહુ ઓછા લોકો એ જાણતા હશે કે વજન વધારવા માટે કેરી પણ જવાબદાર હોય છે. હકીકતમાં, આનું મુખ્ય કારણ કેરીમાં વધુ માત્રામાં કેલરી મળી આવે છે. એક સામાન્ય આકારની કેરીમાં 150 કેલરી હોય છે, જે વજન સરળતાથી વધારી શકે છે.

ડાયેટિંગ કરતી વખતે કેરીનું સેવન ટાળો

image source

જો તમે ડાયેટ કરી રહ્યા છો અને ફળો કે એનો જ્યુસ લેતા હોવ તો કેરી બહુ ઓછી માત્રામાં લો. કેમ કે કેરીમાં વધુ માત્રામાં શર્કરા હોય છે, તેથી તે તમારું વજન ઘટાડશે નહીં. વજન ઓછું કરવા માટે, ઉનાળા દરમિયાન ફક્ત ઓછા કેલરીવાળા ફળ જેવા કે તડબૂચ, નારંગી, એવોકાડો અને સફરજન વગેરે જ ખાઓ, તમે ફળોના જ્યુસનું સેવન કરીને વજન ઘટાડી શકો છો.

આ રીતે કેરી ખાવાથી વજન વધશે નહીં

image source

જો કેરીઓ ખૂબ ઓછી માત્રામાં ખાવામાં આવે તો તેનાથી વજન વધતું નથી. પરંતુ વધુ કેરી ખાવાથી વજન વધવાની સાથે સાથે સ્વાસ્થ્ય પણ ખરાબ થઈ શકે છે. ઘણા લોકોને ઉનાળામાં જમ્યા પછી તરત જ કેરી ખાવાની ટેવ હોય છે, જે બિલકુલ ખોટું છે. આ સિવાય ખાંડ મિક્સ કરીને કેરીનો રસ બનાવવો અને પીવો ટાળવો જોઈએ. ચૂસવાની કેરી વધુ ખાવી જોઈએ કારણ કે તેનો સ્વાદ ખાટો મીઠો હોય છે અને ખાંડ પણ વધારે હોતી નથી.

આ બાબતોનું ખાસ ધ્યાન રાખો

image source

કેરી ખાતી વખતે, તમારે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે તમે જે કેરી ખાઈ રહ્યા છો તે કઈ રીતે પકવવામાં આવે છે. આ દિવસોમાં, કાર્બેટ દ્વારા પકવેલા ફળો બજારમાં વધુ જોવા મળે છે. કાર્બેટ એક પ્રકારનું કેમિકલ છે, જેમાં ફળને પકાવવાથી શરીર પર આડઅસર થઈ શકે છે. તેમજ અન્ય ફળો પણ ખરીદતી વખતે, ધ્યાનમાં રાખો કે તે ફળો કેમિકલ દ્વારા પકવવામાં ન આવ્યા હોય. ડૉ. લક્ષ્મીદત્તા શુક્લાના મત અનુસાર, કેરીની સાથે તેના પાન પણ ખૂબ ફાયદાકારક હોય છે. ડાયાબિટીસ, કોલેસ્ટરોલ, ઉધરસ, કિડની સ્ટોન જેવા રોગોની સારવાર માટે કેરીના વૃક્ષના પાંદડાઓનો ઉપયોગ કરવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત