ભૂલથી પણ બે વર્ષથી નાના બાળકોને ના પહેરાવતા માસ્ક, જાણો આ વિશે શું કહે છે રિસર્ચ

માસ્ક
કોરોના વાયરસ સંક્રમણના લીધે WHO દ્વારા માસ્ક પહેરી રાખવા માટે ખાસ સલાહ આપવામાં આવી રહી છે, જેના લીધે યુવાનોથી લઈને વૃદ્ધ વ્યક્તિઓ સુધી ઘરેથી બહાર નીકળતા સમયે માસ્ક જરૂરથી પહેરી રહ્યા છે, તેમજ માતા- પિતા બાળકોને પણ માસ્ક પહેરાવી રહ્યા છે, જેથી બાળકને કોરોના વાયરસ સંક્રમણથી બચાવ કરી શકાય. પરંતુ જાપાન દેશના એક મેડીકલ ગ્રુપ દ્વારા રીસર્ચ કરવામાં આવી છે જેમાં માતા- પિતાને સાવચેત કરવામાં આવ્યા છે કે તેમણે પોતાના બાળકો, જેમની ઉમર બે વર્ષ કરતા ઓછી છે, તેવા બાળકોને માસ્ક પહેરવાની ભૂલ કરવી જોઈએ નહી કેમ કે, માસ્ક પહેરાવવાથી નાના બાળકના શ્વાસ રૂંધાઈ શકે છે. ચાલો જાણીએ શું કહે છે આ રીસર્ચ.

image source

જાપાન દેશના એક મેડીકલ સંઘના જણાવ્યા મુજબ, બે વર્ષ કરતા નાની ઉમર ધરાવતા બાળકના એર પેસેજ ખુબ જ નાના હોય છે. જો ૨ વર્ષ કરતા નાના બાળકોને માસ્ક પહેરાવી દેવામાં આવે છે તો તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે જેના કારણે ના ફક્ત બાળકના હ્રદય પર દબાણ પડે છે ઉપરાંત હીટ સ્ટ્રોકનો પણ ખતરો વધી જાય છે,

image source

મેડીકલ એક્સપર્ટનું કહેવું છે કે, હાલમાં ચાલી રહેલ કોરોના વાયરસ સંક્રમણની મહામારીના મળેલ આંકડાઓ મુજબ નાના બાળકોમાં કોવિડ- 19ના ખુબ જ ઓછા કેસ સામે આવ્યા છે. જે બાળકો કોરોના વાયરસ સંક્રમણનો શિકાર થયા છે, તેમને કોરોના વાયરસ સંક્રમણ પોતાના જ પરિવારના કોઈ સભ્યથી જ થયો હોય છે.

image source

મેડીકલ સંઘનું કહેવું છે કે, સ્કુલ અને ડે કેર સેન્ટર આ સમયે બંધ છે, બાળક પોતાના પરિવારની સાથે ઘરમાં જ છે, એટલા માટે ૨ વર્ષ કરતા ઓછી ઉમર ધરાવતા બાળકોને વધારે સમય સુધી માસ્ક પહેરાવી રાખો નહી, કેમ કે માસ્ક વધારે સમય પહેરાવી રાખવાથી બાળકનો શ્વાસ રૂંધાવાનો શરુ થઈ જશે.

image source

જો આપ બાળકને ક્યાંક બહાર લઈને જઈ રહ્યા છો તો ત્યારે જ એવી સ્થિતિમાં બાળકને માસ્ક પહેરવો, નહી તો શક્ય હોય તો એનાથી બાળકને દુર જ રાખો. નાના બાળકને માસ્ક પહેરાવવાની વિરોધમાં ફક્ત જાપાન દેશ જ નહી, ઉપરાંત અમેરિકાની CDC પણ બે વર્ષ કરતા ઓછી ઉમરના બાળકોને માસ્ક પહેરાવવાનો સખ્ત વિરોધ કરી રહ્યા છે.

image source

યુએસ CDC નું એવું માનવું છે કે, બાળક પોતાના ચહેરાને જરૂરિયાત કરતા વધારે હાથ લગાવતા હોય છે, જેનાથી ના ફક્ત ફેસ માસ્કની ઉપયોગીતા ઓછી થાય છે ઉપરાંત એનાથી માસ્ક પર વાયરસના અવશેષ રહેવાનો ખતરો પણ થઈ શકે છે જે આપના બાળકને જોખમમાં નાખી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત