જાણો માતંગી મુદ્રા વિશે, જે કરી દે છે દાંતના અને પેઢાના દુખાવાને દૂર

મુદ્રાથી તમે તમારા શરીરની ઊર્જા જે-તે હિસ્સામાં પહોંચાડો છો અને શરીરમાં ઊભું થયેલું અસંતુલન દૂર થાય છે અને તમે સાજા થઈ જાઓ છો. મુદ્રાથી શરીરની ઊર્જાને અમુક દિશામાં ડાયરેક્ટ કરવી એ એની ખાસિયત છે. અનેક મુદ્રાઓ પર ઊંડો અભ્યાસ કરીને પ્રૅક્ટિકલી એની ઉપયોગિતાને ચકાસ્યા પછી એને લોકો સમક્ષ મૂકનારા મુદ્રા એક્સપર્ટ મિતેશ જોશી કહે છે, ‘આપણા હાથની પ્રત્યેક આંગળી પંચમહાભૂતના એક-એક તત્ત્વનું પ્રતિનિધિત્વ કરે છે એ તો આપણે સૌ જાણીએ છીએ પરંતુ કેટલીક ભ્રમણાઓ પણ છે આ દિશામાં. જેમ કે શરીરમાં જળ તત્ત્વનું પ્રતિનિધિત્વ કનિષ્ઠિકા આંગળી કરે છે. જળ તત્ત્વ એટલે લોકો એનો શબ્દાર્થ કરે છે પાણી.

image source

પરંતુ અહીં જળ એટલે શરીરમાં રહેલા તમામ પ્રકારનું પ્રવાહી જેમાં બ્લડ પણ આવે, ડાઇજેસ્ટિવ ફ્લુઇડ પણ આવે, મોંમાં રહેલી લાળ પણ આવે અને યુરિન પણ આવે. મોટે ભાગે કોઈને યુરીન જવું હોય તો તેઓ છેલ્લી કનિષ્ઠિકા દેખાડે બરાબરને? કારણ કે આ જ આંગળી જળ તત્ત્વને દર્શાવે છે. એવી જ રીતે મોટે ભાગે એનર્જી, પાવરને દેખાડવો હોય તો તમે અંગૂઠો દેખાડતા હો છો. અંગૂઠો એટલે અગ્નિ તત્વ. એવી રીતે અનામિકા એટલે કે રિન્ગ ફિંગર પૃથ્વી તત્ત્વનું પ્રતિનિધિત્વ કરે છે. મધ્યમા આકાશ તત્ત્વ અને તર્જની એટલે કે ઇન્ડેક્સ ફિંગર વાયુ તત્ત્વનું પ્રતિનિધિત્વ કરે છે. તમારી મુદ્રાથી તમે આ પંચતત્ત્વમાં આવેલા અસંતુલનને દૂર કરીને દુ:ખાવો અને મનની અસ્વસ્થતા એમ બન્ને દૂર કરી શકો છો.’

સાત મહત્ત્વની અને તાત્કાલિક પરિણામ આપતી કેટલીક અસરકારક મુદ્રાઓ

જૉઇન્ટ પેઇનમાં રાહત આપશે આ મુદ્રા

image source

આ મુદ્રામાં પણ બન્ને હાથમાં જુદું-જુદુ જેશ્ચર હશે. જમણા હાથની અનામિકા આંગળી અંગૂઠાને અડશે અને ડાબા હાથની મધ્યમા આંગળી અંગૂઠાના ટેરવાને અડશે અને એને તમારી થાઇઝ પર રિલૅક્સ્ડ પોઝિશનમાં મૂકી દો. આર્થ્રાઇટિસ કે સાંધાના અન્ય કોઈ પણ દુખાવા હોય, ઘૂંટણમાં કે ખભામાં દુખાવો હોય, કોઈને કોણીમાં દુખાવો થતો હોય છે તેમણે આ મુદ્રા કરવી જોઈએ. રોજ જો ત્રીસથી પિસ્તાળીસ મિનિટ માટે આ મુદ્રા કરો તો ગમે તેવા સાંધાના દુખાવામાં ફરક પડવાનું શરૂ થઈ જશે.

image source

બ્રૉન્કાઇટિસ નિવારણ માટે મુદ્રા
તમારી કનિષ્ઠિકા આંગળીને અંગૂઠાના બેઝ પર જ્યાં હસ્તરેખાનો એક કાપો છે ત્યાં મૂકવાની. એના પછી અનામિકા આંગળીને અંગૂઠાના ઉપરથી પહેલા કાપા પર મૂકીશું અને મધ્યમા અને અંગૂઠાની ટોચ એકબીજાને અડેલી રહેશે. તર્જની આંગળી સીધી રહેશે. એ કરી લો તો ફેફસાની હેલ્થ માટે, ફેફસામાં કફ ભરાઈ ગયો હોય તેમના માટે એ ખૂબ જ ઇફેક્ટિવ ગણાય છે.

અસ્થમા દૂર કરવા માટે મુદ્રા

image source

બન્ને હાથને છાતી પાસે નમસ્કાર મુદ્રાની જેમ રાખતા હો એમ લઈ આવો, પણ હાથ એકબીજાની સાથે જોડવાના નથી. હવે મધ્યમા આંગળીને ટેરવાના ભાગથી વાળીને એકબીજાના નખને સ્પર્શે એ રીતે રાખો. અસ્થમાના પમ્પ પર હોય એવા દરદીઓને પણ આ મુદ્રાથી લાભ થતો અમે જોયો છે.

માતાંગી મુદ્રા

image source

જ્યારે દાંતમાં કે પેઢામાં દુખાવો હોય તો તમે પોતે પણ પાંચથી દસ મિનિટ આ મુદ્રા કરીને દુખાવામાં રાહત અનુભવી શકશો. બન્ને હાથને જોડીને એની મુઠ્ઠી બનાવો. ખાલી મધ્યમાને એકબીજાની સાથે જોડાયેલી આકાશ તરફ સીધી રાખો. આ મુદ્રામાં રહેલી હથેળીને તમારી છાતીની પાંસળી જ્યાં પૂરી થાય છે એ હિસ્સામાં રાખો (સોલાર પ્લેક્સસની સામે).

શુકરી મુદ્રા

image source

પાંચેય આંગળીઓનાં ટેરવાઓ એકબીજાને અડે એ રીતે એને ભેગાં કરો. શરીરમાં ક્યાંય પણ દુખાવો હોય તો આ મુદ્રાથી લાભ થશે. જો કોઈ સ્પેસિફિક ભાગમાં દુખાવો હોય તો એ ભાગથી થોડાક અંતર પર આ મુદ્રા સાથે હાથને રાખો અને મનમાં અનુભવ કરો કે ઈશ્વરીય ઊર્જા તમારા મસ્તિષ્કથી પસાર થઈને તમારી હથેળીના માધ્યમથી પેઇન હોય એ ભાગને મળી રહી છે.

બૅકપેઇન દૂર કરનારી મુદ્રા

અહીં તમારે ડાબા અને જમણા બન્ને હાથને જુદી રીતે રાખવાના છે. જમણા હાથની કનિષ્ઠિકા અને મધ્યમાનાં ટેરવાં અંગૂઠાના ટેરવાને ટચ કરશે અને ડાબા હાથમાં અંગૂઠાનો ટેરવાનો ભાગ તર્જની એટલે કે ઇન્ડેક્સ ફિંગરની નખની જમણી બાજુએ સ્પર્શશે. લોઅર બૅકમાં કોઈ પણ પ્રકારનો દુખાવો હોય એમાં જો આ મુદ્રા નિયમિત દિવસમાં ત્રણ વાર પંદર-પંદર મિનિટ કરાય તો બીજા કે ત્રીજા દિવસથી જ તમને ફરક દેખાવાનો શરૂ થશે.

મેરુદંડ મુદ્રા

image source

કરોડરજ્જુના જુદા-જુદા ભાગમાં દુખાવો હોય એને અનુરૂપ મેરુદંડ મુદ્રામાં બદલાવ લાવીને જે-તે દુખાવાને દૂર કરી શકાય. સૌથી પહેલાં બન્ને હાથની મુઠ્ઠી બનાવવાની છે. મુઠ્ઠી એટલે સીધી મુઠ્ઠી વાળવાની નહીં, પણ પહેલા હાથની આંગળીઓનાં ટેરવાંને આંગળી પરના પહેલા કાપા સુધી વાળવાની, એ પછી એ વળેલા ભાગને સેકન્ડ ફોલ્ડ કરીને હથેળીમાં મુઠ્ઠી બનાવવાની.

૧. લોઅર બૅકપેઇન માટે

કોઈ પણ આસનમાં બેસીને અંગૂઠાને તસવીરમાં દેખાડ્યું છે એ રીતે મુઠ્ઠીને ઊંધી તમારા ઘૂંટણથી ઉપરના ભાગમાં રાખીને અંગૂઠાને અંદર તરફ ખેંચશો તો એ લોઅર બૅકપેઇન, કમરના અને સાઇટિકા જેવા દુખાવામાં રાહત આપશે.

૨. મિડલ બૅકપેઇન માટે

મુઠ્ઠીને આકાશની તરફ થાઇઝ પર રાખીને અંગૂઠો તસવીરમાં દેખાડ્યો છે એ રીતે જો બહારની તરફ ખેંચશો તો કરોડરજ્જુના મધ્ય ભાગમાં તમને કોઈક સેન્સેશનનો અનુભવ થશે. મધ્ય ભાગમાં કોઈ પણ જાતનો દુખાવો હશે તો એ દૂર થશે.

૩. ગરદનના દુખાવા માટે

image source

આ જ મુદ્રામાં રહેલી હથેળીમાં અંગૂઠાને આકાશથી તરફ રાખીને મુઠ્ઠી વાળેલી હથેળીને આ રીતે ઊભી રાખશો તો એ સર્વાઇકલ એટલે કે ગરદનને લગતા કોઈ પણ દુખાવામાં જોરદાર ફાયદો આપશે.

ત્રણેય મેથડમાં આ મુદ્રામાં તમારે અંગૂઠામાં જાતે જ એક ખેંચાણ આપવાનું છે. તો જ એનો લાભ થશે. તમે યોગ્ય જગ્યાએ હાથમાં સ્પર્શ કર્યો હોય એ પોઝિશન ખૂબ મહત્ત્વની છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,