જાણો કેવી રીતે ફાટેલા દૂધનો ઉપયોગ કરશો આ વસ્તુઓ બનાવવા માટે

આ ચાર વસ્તુઓ બનાવવા માટે કરો ફાટેલા દૂધનો ઉપયોગ,સ્કિન માટે પણ છે ઘણું ફાયદાકારક.

દૂધ ફાટી જાય પછી તમે શું કરો છો? ફાટેલા દૂધને ફેંકી દેવું એ સિવાય કોઈ રસ્તો પણ નથી રહેતો.પણ શું તમે જાણો છો આ ફાટેલું દૂધ તમારા ઘણા કામમાં આવી શકે છે અને એ તમારા સ્વાસ્થ્ય માટે પણ ઘણું જ ફાયદાકારક માનવામાં આવે છે. મોટાભાગના લોકોને એટલી ખબર છે કે દૂધ ફાટી જાય પછી એનું પનીર બનાવી શકાય છે પણ શું તમે આ સિવાયના ઉપયોગો વિશે જાણો છો?

image source

ફાટેલું દૂધ જ નહીં એનું પાણી પણ ઘણું ફાયદાકારક હોય છે. ફાટેલા દૂધનું પાણી માંસપેશીઓને મજબૂત કરવાની સાથે સાથે સ્કિન પર ચમક પણ લાવવામાં મદદરૂપ બને છે. આજે અમે તમને ફાટેલા દૂધના ઉપયોગ કરવાની 4 રીત વિશે જણાવીશું. અને સાથે સાથે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા એના કેટલાક ફાયદા પણ જણાવીશું.

1. લોટ બાંધવા માટે.

image source

ફાટેલા દૂધનો ઉપયોગ લોટ બાંધવા માટે પણ કરી શકાય છે. આનાથી ન ફક્ત લોટ સોફ્ટ થશે પણ તમારો લોટ પ્રોટીનથી ભરપૂર પણ બનશે. આના ઉપયોગથી તમારી રોટલી પણ એકદમ પોચી બની શકે છે. સાથે સાથે આના ઉપયોગથી તમારી રોટલીનો સ્વાદ પણ વધી જશે. જો તમે તમારી રોટલીઓને પ્રોટીનથી ભરપૂર બનાવવા માંગતા હોય તો તમે ફાટેલા દૂધના પાણીનો ઉપયોગ લોટ બાંધવા માટે કરી શકો છો.

2. પનીર બનાવી શકો છો.

image source

ફાટેલા દૂધમાંથી પનીર બનાવવાની રીત તો તમે પહેલેથી જ જાણતા હશો. ગરમીના દિવસોમાં દૂધ ફાટી જવાની શક્યતાઓ વધુ હોય છે પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમે આ ફાટેલા દૂધમાંથી પ્રોટીનથી ભરપૂર પનીર બનાવી શકો છો. આ ન ફક્ત સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે પણ ફાટેલા દૂધમાંથી બનાવેલું પનીર સંપૂર્ણ રીતે નેચરલ હોય છે.

3. શાક બનાવો.

જ્યારે દૂધ ફાટી જાય તો તમે આ ફાટેલા પનીરને શાકમાં નાખી શકો છો કે પછી આ ફાટેલા દૂધમાંથી સીધું જ શાક પણ બનાવી શકો છો. એનાથી ન ફક્ત શાકનો સ્વાદ વધશે પણ આ ઘણું જ પૌષ્ટિક પણ હોય છે.

4.જ્યુસમાં નાખી શકો છો.

image source

જો તમે ફાટેલા દૂધને તમારા જ્યુસ કે શેકમાં નાખો છો તો 2 ખૂબ જ ફાયદાકારક બને છે. જ્યૂસને વધારે પોષણ યુક્ત બનાવવા માટે તમે ફાટેલા દૂધના પાણીનો ઉપયોગ કરી શકો છો. તમે કોઈપણ જ્યુસમાં આ ફાટેલા દૂધને ભેળવી શકો છો.
ફાટેલું દૂધ સ્વાસ્થ્ય માટે પણ ઘણું જ ફાયદાકારક છે.

– ફાટેલા દૂધમાં પ્રોટીન અને લેક્ટિક એસિડ ઘણા પ્રમાણમાં રહેલું હોય છે જે માંસપેશીઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

image source

– ફાટેલું દૂધ સ્કિન અને વાળ માટે પણ લાભદાયી છે. તમે ફાટેલા દૂધના પાણીથી તમારો ચહેરો ધોઈ શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,