દૂધને કેવી રીતે કરવું કોરોનામુક્ત, જાણો આ સંપૂર્ણ પ્રક્રિયા

વિશ્વના અન્ય દેશોની સાથે ભારત અને ગુજરાત પણ કોરોનાથી ભયંકર રીતે પ્રભાવિત થયું છે. કોરોના સામેની જંગમાં માનવ જીવન હારે નહીં તે માટે રાજ્ય સરકાર અને અન્ય વિભાગ પુરતી તકેદારી રાખી રહ્યા છે અને નવા નવા નિયમો પણ ઘડી રહ્યા છે. તેવામાં વધુ એક નિર્ણય જનહીતમાં લેવાયો છે. આ નિર્ણય ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા લેવામાં આવ્યો છે.

image source

કોરોનાની હાલ તો કોઈ દવા કે રસી નથી તેવામાં સ્વાસ્થ્ય અંગે તકેદારી રાખવી જ એકમાત્ર ઉપાય હોવાથી એફએસએસએઆઈએ આ નિર્ણય કર્યો છે. સંસ્થાએ દૂધને કોરોનામુક્ત કેવી રીતે કરવું જરૂરી છે તે અંગેની માર્ગદર્શિકા જાહેર કરી છે. સંસ્થાએ સત્તાવાર રીતે ગાઈડલાઈન બહાર પાડી અને નિયમો દર્શાવ્યા છે.

image source

ભારતમાં રોજે રોજ જે રીતે કેસ વધે છે તેને ધ્યાનમાં રાખી અને એફએસએસએઆઈએ દરેક ઘરમાં રોજ વપરાતા દૂધ અંગે ખાસ જાણકારી શેર કરી છે. સંસ્થાએ જણાવ્યું છે કે ઘરમાં આવતું દૂધ પણ કોરોના મુક્ત હોય તે જરૂરી છે અને દૂધને વાયરસરહિત કેવી રીતે કરવું તે પણ વિગતવાર દર્શાવાયું છે.

કેવી રીતે લેવું દૂધ ?

– દૂધ વેંચનાર અને લેનાર બંનેએ માસ્ક ફરજિયાત પણે પહેરવું.

image source

– દૂધ લેતી વખતે યોગ્ય અંતર જાળવો.

– દુકાનદારથી ઓછામાં ઓછા 3 ફૂટ દૂર રહો.

image source

– પૈસા આપતી વખતે ખાસ તકેદારી રાખવી. હેન્ડ ટુ હેન્ડ પેમેન્ટ કરવાનું ટાળવું.

– દૂધ કાઉન્ટર પર રાખી દીધા બાદ તમે દૂધના પેકેટ ઉપાડો તેવું રાખવું. હાથોહાથ પૈસાની લેવડ દેવડ કે દૂધના પેકેટને લેવાથી સંક્રમણની શક્યતા વધી જાય છે.

image source

દૂધ ઘરે લઈ આવ્યા બાદ શું કરવું ?

– દૂધ બહારથી ઘરે લાવો પછી સૌથી પહેલા પેકેટને પાણીના નળ નીચે મુકી દો.

– દૂધના પેકેટને સારી રીતે ધોઈ લેવું.

– દૂધના પેકેટ ધોવા માટે સાબુનો ઉપયોગ કરો.

– હવે પેકેટને તોડી અને પેકેટનો બહારનો ભાગ દૂધના વાસણને ન અડે તે રીતે દૂધ ખાલી કરો.

image source

– દૂધ ભુલથી પણ કાચું ઉપયોગમાં ન લ્યો, દૂધને હંમેશા ઉકાળીને ઉપયોગમાં લેવું.

સંસ્થાએ આ માર્ગદર્શિકા જાહેર કરી આગ્રહ રાખ્યો છે કે લોકો આ નિયમ ફોલો કરે અને પોતાને અને પોતાના પરિવારને સંક્રમણથી દૂર રાખે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત